Sat Oct 10 2026

Logo

રવિવારે ત્રીજી ટી-20ઃ શાઇ હોપે ભારતની વિજયકૂચ રોકી અને નવો ઇતિહાસ પણ રચ્યો...

2026-10-10 22:33:09
Author: Ajay Motiwala
રવિવારે ત્રીજી ટી-20ઃ શાઇ હોપે ભારતની વિજયકૂચ રોકી અને નવો ઇતિહાસ પણ રચ્યો...

BCCI


ઇન્દોરઃ રવિવાર, 11મી ઑક્ટોબરે (સાંજે 7.00 વાગ્યાથી) લગભગ 34 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રીજી ટી-20 રમાશે. પાંચ મૅચની શ્રેણીમાં બન્ને ટીમ 1-1ની બરાબરીમાં છે. શુક્રવારે ભારત (India) હારી ગયું એ સાથે સતત 10મી ટી-20 જીતવાની ભારતની પરંપરા અટકી ગઈ હતી.

રાંચીમાં શુક્રવારે બીજી મૅચમાં 38.3 ઓવરમાં કુલ 501 રન બન્યા બાદ રવિવારે ઇન્દોર (Indore)માં પણ રનોત્સવ જોવા મળી શકે. કૅરિબિયન સુકાની શાઇ હોપ ટી-20 ઇન્ટરનૅશનલમાં સેન્ચુરી ફટકારનાર વિશ્વનો એકમાત્ર વિકેટકીપર-કૅપ્ટન હતો અને શુક્રવારે તેણે બીજી સદી ફટકારી હતી જે સાથે તેણે આ રેકૉર્ડ વધુ મજબૂત કર્યો હતો.

શુક્રવારે વેસ્ટ ઇન્ડિઝે 250 રનનો તોતિંગ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટી-20માં 250 કે એનાથી વધુ રનનો ટાર્ગેટ સફળતાથી ચેઝ કરનાર વેસ્ટ ઇન્ડિઝ બીજો દેશ છે. આ રેકૉર્ડ-બુકમાં સાઉથ આફ્રિકા (2023માં વેસ્ટ ઇન્ડિઝ સામે 259 રન) પ્રથમ સ્થાને છે અને શાઈ હોપની ટીમ બીજા ક્રમે છે.

વેસ્ટ ઇન્ડિઝ ભારતની ધરતી પર જે ત્રણ ટી-20 મૅચ જીત્યું છે એ ત્રણેયમાં એણે લક્ષ્યાંક ચેઝ કરીને વિજય મેળવ્યો છે.