Sat Oct 10 2026

Logo

ગાંધીનગર મનપાની કાલે ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો માટે ઉમેદવારો વચ્ચે જંગ...

2026-10-10 21:15:00
Author: Mumbai Samachar Team
ગાંધીનગર મનપાની કાલે ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો માટે ઉમેદવારો વચ્ચે જંગ...

ગાંધીનગર: ગાંધીનગર મહાનગર પાલિકાનું આવતીકાલે (11.10.2026)ના રોજ મતદાન યોજાશે. 11 વોર્ડની 44 બેઠકો માટે 130 ઉમેદવારો મેદાનમાં છે. સવારે 7 વાગ્યાથી શરૂ થનારા મતદાન માટે 2,59,780 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. નાગરિકો પોતાના મતાધિકારનો સુગમતાથી ઉપયોગ કરી શકે તે હેતુથી શનિવારે સાંજ સુધીમાં બુથ સુધી પોલિંગ સ્ટાફ, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, બેલેટ યુનિટ, કન્ટ્રોલ યુનિટ, મત કુટીર અને અન્ય જરૂરી ચૂંટણી સામગ્રી પહોંચાડવામાં આવી હતી. 

પોલિંગ સ્ટાફને સોંપાઈ કામગીરી
મનપાની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે કુલ 1570થી વધુ પોલિંગ સ્ટાફને કામગીરી સોંપવામાં આવી હતી. પ્રત્યેક મતદાન મથક પર પાંચ સભ્યોની ટીમો તૈનાત રહેશે. જેમાં પ્રિન્સાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિન્સાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, મહિલા પોલિંગ ઓફિસર અને સેવકનો સમાવેશ થાય છે.  ગાંધીનગર મનપાની ચૂંટણીમાં 1,32,457 પુરુષ મતદારો, 1,27,314 મહિલા મતદારો અને 9 અન્ય મતદારો નોંધાયેલા છે.  

ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થા માટે 1130 પોલીસ કર્મચારીઓ ફરજ પર તૈનાત રહેશે. કુલ મતદાન મથકોમાંથી 90 સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયા છે. ચૂંટણી કામગીરીના સંચાલન માટે 1700 પોલિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. 

પડધરી તાલુકામાં યોજાશે ચૂંટણી
આ ઉપરાંત સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર સીધી દેખરેખ રાખવા માટે 5 ચૂંટણી અધિકારી અને 5 મદદનીશ ચૂંટણી અધિકારી તૈનાત કરવામાં આવ્યા છે.  ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની તમામ જ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ઓખા નગરપાલિકામાં 9 વોર્ડની 36 બેંકો પૈકી 4 બઠકો બિનહરીફ છતાં બાકીની 32 બેઠકો માટે 75 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. થરાદ નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકો 59 ઉમેદવારો મેદાને છે. આ માટે 11 ઓક્ટોબર 2026 ના રોજ મતદાન યોજાશે. 13 ઓક્ટોબર 2026 ના રોજ મતગણતરી હાથ ધરાશે. આ ઉપરાંત પરા છોટાઉદેપુર અને બાયડ નગરપાલિકાની એક-એક બેઠક, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ભાષા ભાડથર તથા પડધરી તાલુકા પંચાયતની થોરીયાળી બેઠક માટે પેટાચૂંટણી થશે.