અંબાજીઃ ગુજરાતનાં પ્રસિદ્ધ યાત્રાધામ એવા અંબાજી અને ચોટીલાનાં આસો નવરાત્રિ મહોત્સવને લઈને મંદિરો દ્વારા ધાર્મિક કાર્યક્રમોનું શેડયુલ જાહેર કરવામાં આવ્યું છે. અંબાજી ટ્રસ્ટ દ્વારા સૂર્યાસ્ત અને સંધ્યાના સમયમાં થતા ફેરફારને ધ્યાનમાં રાખીને દર્શન-આરતીના રામપમાં ફેરફાર કરાયો છે. જ્યારે ચોટીલામાં શ્રીચામુંડા માતાજી ડુંગર રૂર દ્વારા નવરાત્રિ દરમિયાન મંગળા આરતી, હવન અને ભોજન પ્રસાદીના તે સમયની જાહેરાત કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં 11 ઓક્ટોબરથી 19 ઑક્ટોબર સુધી દર્શન-આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
મંદિરમાં ગરબાનું ઘટસ્થાપન થશે
આ સમયગાળા દરમિયાન સવારે 7.30થી 8.00 વાગ્યા સુધી આરતી થશે. એ પછી મંદિરમાં દર્શન કરી શકાશે. બપોરે 12 વાગ્યે માતાજીને ભોગ ધરવામાં આવશે. એ પછી 12.30થી 4.15 સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે. સાંજે 6.30થી 7 વાગ્યા સુધી આરતી થશે એ પછી 9.00 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે. એ પછી મંદિર બંધ થઈને વહેલી સવારે આરતી સાથે ખુલશે. પહેલા નોરતે સવારે 9થી 10.30 વાગ્યા વચ્ચે ગરબાનું ઘટ સ્થાપન કરાશે. 19મી ઑક્ટોબરના રોજ દુર્ગાષ્ટમી છે.
મા અંબાના ભક્તો માટે મહત્ત્વની સૂચના નવરાત્રી દરમિયાન ૧૧ થી ૧૯ ઓક્ટોબર સુધી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનનો સમય બદલાયો છે. દર્શને આવતા પહેલાં નવો સમય જોઈ લેશો. જય અંબે 🔱 #Ambaji #AmbajiTemple #Navratri2026 #JaiAmbe #MaaAmba https://t.co/S0WvJIg1OV
— Ambaji temple official, Gujarat, India (@TempleAmbaji) October 10, 2026
આ દિવસે સવારે 6 વાગ્યે આરતી થશે. 25મી ઑક્ટોબરના રોજ માતાજીને દૂધ અને પૌઆનો ભોગ ધરવામાં આવશે. 26મી ઑક્ટોબરના રોજ સવારે 6 વાગ્યે મહાઆરતી થશે. 20 ઑક્ટોબરથી મંદિરમાં દર્શનનો સમય રાબેતામુજબ થઈ જશે. આ ઉપરાંત ચોટીલામાં દર્શન માટે આવતા ભાવિકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલા નોરતે સવારે 4 વાગ્યે મંગળા આરતી થશે. આઠમના દિવસે પણ વહેલી સવારે 4 વાગ્યે આરતી થશે. નોરતાના બાકીના દિવસોમાં સવારે 5 વાગ્યે આરતી થશે.
હવનના દિવસે મહાપ્રસાદ
ડુંગર ઉપર આવેલા મંદરમાં દર્શન કરવા જવા માટે આરતીના 30 મિનિટ પહેલા પગથિયા પાસેના દરવાજા ખોલી દેવામાં આવશે. સંધ્યા આરતી દૈનિક રાબેતામુજબના સમય અનુસાર થશે. 18મી ઑક્ટોબરના રોજ મંદિરમાં હવન થશે. બપોરના સમયે 2.30 વાગ્યે બીડું હોમાશે. જ્યારે ભોજનાલય બપોરે 11થી 2 વાગ્યા સુધી ચાલુ રહેશે. ભાવિકો અહીંયા ભોજન પ્રસાદ માણી શકશે. હવનના દિવસે 3 વાગ્યાથી ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. નોરતા નિમિતે મોટી સંખ્યામાં ભાવિકો આ યાત્રાધામે દર્શન કરવા માટે જતા હોય છે. આ સમયની જાણકારી નોરતા પહેલા જાહેર કરવાનો હેતું દર્શકોને કોઈ મુશ્કેલી ન પડે અને સરળતાથી દર્શન કરી શકે એ રહ્યો છે.