Fri Oct 09 2026

Logo

ભારતીય મૂળના નાવી પિલ્લાઇને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર, ફરી ખાલી હાથ રહ્યા ડોનાલ્ડ ટ્રંપ, લાગ્યો ઝટકો

2026-10-09 15:37:13
Author: Mumbai Samachar Team
ભારતીય મૂળના નાવી પિલ્લાઇને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર, ફરી ખાલી હાથ રહ્યા ડોનાલ્ડ ટ્રંપ, લાગ્યો ઝટકો

(U.N. Photo / Fabrice Arlot)


સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ માનવાધિકાર વડા નવનેથમ નાવી પિલ્લઈને 2026નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેમને આ એવોર્ડ આંતરરાષ્ટ્રીય કાયદામાં તેમના યોગદાન બદલ આપવામાં આવ્યો છે. નોબેલ જ્યુરીએ શુક્રવારે નોર્વેના ઓસ્લોમાં આની જાહેરાત કરી હતી. તાજેતરમાં થયેલી હિંસા માટે શાંતિનો નોબેલ પુરસ્કાર મેળવનાર નાવી પિલ્લઈએ દેશો અને રાષ્ટ્રીય નેતાઓને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે હિંસા અને સંઘર્ષના પીડિતો માટે આશા જગાવી છે.

શાંતિના નોબેલ પુરસ્કાર વિજેતાની જાહેરાત કરતી વખતે નોબેલ પ્રાઇઝ કમિટીના X હેન્ડલ પરથી જે પોસ્ટ શેર કરવામાં આવી છે, તેમાં લખ્યું છે કે નાવી પિલ્લઈ આપણા સમયમાં આંતરરાષ્ટ્રીય કાનૂની સિદ્ધાંતોના મહાન હિમાયતીઓમાંના એક છે. તેમની શાનદાર કારકિર્દી આપણને વૈશ્વિક સ્તરે કાયદાના શાસનનું સમર્થન કરવાની, તેને મજબૂત કરવાની અને તેનો વિસ્તાર કરવાની જરૂરિયાતની યાદ અપાવે છે.

ન્યાય અને માનવીય ગરિમા પ્રત્યે નાવી પિલ્લઈની પ્રતિબદ્ધતા એ તમામ લોકો માટે આશા અને પ્રેરણાનો સ્ત્રોત છે જેઓ વધુ શાંતિપૂર્ણ વિશ્વનું નિર્માણ કરવા માંગે છે.

કોણ છે નાવી પિલ્લઈ?

88 વર્ષીય નાવી પિલ્લઈનો જન્મ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં એક ભારતીય તમિલ પરિવારમાં થયો હતો. તેમના દાદા તમિલનાડુથી દક્ષિણ આફ્રિકા જઈને વસ્યા હતા. વિપરીત પરિસ્થિતિઓ અને રંગભેદના સમયગાળા દરમિયાન અભ્યાસ પૂર્ણ કરીને તેઓ દક્ષિણ આફ્રિકાના નેટાલ પ્રાંતમાં પોતાની લૉ પ્રેક્ટિસ શરૂ કરનારા પ્રથમ બિન-શ્વેત મહિલા બન્યા હતા. માનવાધિકારની લડતમાં તેમનું યોગદાન ઐતિહાસિક રહ્યું છે.

રંગભેદના ક્રૂર સમયગાળા દરમિયાન તેમણે નેલ્સન મંડેલાના રાજકીય કેદીઓ અને અન્ય માનવાધિકાર કાર્યકરોના કેસોની પેરવી કરી હતી તથા જેલોમાં થતી યાતનાઓ સામે અવાજ ઉઠાવ્યો હતો.

તેઓ 2008 થી 2014 સુધી સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારના ઉચ્ચાયુકત રહી ચૂક્યા છે

તેઓ ઇંટરનેશનલ ક્રિમિમલ કોર્ટ કોર્ટ (ICC)ના જજ અને રવાંડા માટે બનેલી ઇન્ટરનેશનલ ક્રિમનલ ટ્રિબ્યૂનના અધ્યક્ષ પણ રહ્યા જ્યાં યુદ્ધ અપરાધો અને નરસંહારના ઐતિસિક નિર્ણયો આપ્યા

તેમણ રવાંડામાં થયેલા નરસંહારમાં બનેલી ઇન્ટરનેશનલ ક્રિમિનલ ન્યાયાધિકરણમાં ન્યાયાધીશ અને બાદમાં અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું. આ દરમ્યાન તેમણે એક ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો જે હેઠળ આંતરરાષ્ટ્રીય કાયદામાં પહેલીવાર  'બળાત્કાર અને યૌન હિંસા'ને નરસંહારનો હિસ્સો માનવામાં આવ્યા.

હાલના સમયમાં તેમણે ઇઝરાયેલ અને ફિલિસ્તીની ક્ષેત્રોમાં માનવાધિકારોના ઉલ્લંઘનની તપાસ કરનાર સંયુક્ત રાષ્ટ્રની સ્વતંત્ર તપાસ આયોગની અધ્યક્ષતા પણ કરી હતી

નાવી પિલ્લઇએ હાર્વર્ડ લો સ્કૂલથી ડોક્ટર ઓફ જ્યૂરિડિકલ સાયન્સ (PhD)ની ઉપાધિ પ્રાપ્ત કરી અને તે આ ડિગ્રી મેળવનારી પહેલી દક્ષિણ આફ્રિકી નાગરિક છે. તેમણે પોતાનું સંપૂર્ણ જીવન મહિલાઓના અધિકારો અને ન્યાયન અવાજ બુલંદ કરવામાં સમર્પિત કર્યું છે.