Fri Oct 09 2026

Logo

નાના પાટેકરના મોત બાદ તનુશ્રી દત્તાનો વિસ્ફોટક ઈન્ટરવ્યૂ! ફૂડ પોઈઝનિંગથી લઈ અકસ્માત સુધીના દાવા, કહ્યું 'Evil Dead'

2026-10-09 14:08:00
Author: Darshana Visaria
નાના પાટેકરના મોત બાદ તનુશ્રી દત્તાનો વિસ્ફોટક ઈન્ટરવ્યૂ! ફૂડ પોઈઝનિંગથી લઈ અકસ્માત સુધીના દાવા, કહ્યું 'Evil Dead'

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના 75 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી થયેલા નિધન બાદ સમગ્ર દેશ અને સિનેમા જગત શોકમાં ગરકાવ છે. સેલેબ્સથી લઈને ફેન્સ તેમને ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, ત્યારે વર્ષ 2018માં ભારતમાં 'મી ટૂ' (#MeToo) મૂવમેન્ટ દ્વારા નાના પાટેકર સામે મોરચો માંડનાર એક્ટ્રેસ તનુશ્રી દત્તા (Tanushree Dutta)નું અત્યંત વિવાદાસ્પદ અને ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. ગઈકાલે સ્ટોરી પોસ્ટ કર્યા બાદ હવે તનુશ્રીનું આ નિવેન સામે આવતા નેટિઝન્સ ચોંકી ઉઠ્યા છે. 

લખનઉ ખાતે એક કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ આપેલા ઈન્ટરવ્યૂમાં તનુશ્રીએ નાના પાટેકરના અવસાનની સરખામણી 'ઈવિલ ડેડ' સાથે કરી હતી, જેના લીધે સોશિયલ મીડિયા પર મોટો વિવાદ છેડાઈ ગયો છે. તનુશ્રી દત્તાના આ નિવેદનને પગલે સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું છે. નેટિઝન્સ એવી પ્રતિક્રિયા આપી રહ્યા છે કે તનુશ્રીએ નાનાના મૃત્યુનો મલાજો જાળવવો જોઈતો હતો. આવો જોઈએ આખી સ્ટોરી વિસ્તારથી... 

ગઈકાલે લખનઉમાં ઈવેન્ટ બાદ તનુશ્રી દત્તાએ નાના પાટેકરના નિધન અંગે પ્રતિક્રિયા જણાવ્યું હતું કે નાના પાટેકરનું નિધન મારા માટે કોઈ 'ઈવિલ ડેડ' જેવી ઘટના સમાન છે. એકતરફ તીખા પ્રહારો કરવાની સાથે સાથે તેણે ઔપચારિકતા દાખવતા નાના પાટેકરના શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સહાનુભૂતિ પણ દર્શાવી હતી.

પોતાના છેલ્લા પાંચ વર્ષના કથિત સંઘર્ષ અને યાતનાઓનો ઉલ્લેખ કરતાં તનુશ્રી દત્તાએ સનસનીખેજ દાવા કર્યા હતા. તનુશ્રીના મતે, મી ટૂ મૂવમેન્ટ બાદ તેના પર કેસ પાછો ખેંચવા માટે ભારે દબાણ કરવામાં આવ્યું હતું અને લાંચની ઓફરો પણ આપવામાં આવી હતી, પરંતુ તે ઝૂકી નહોતી.

બોલીવૂડ એક્ટ્રેસે એવો આક્ષેપ પણ લગાવ્યો કે આ સમયગાળા દરમિયાન તેની કારની બ્રેક કાપી નાખવામાં આવી હતી, તેનો અકસ્માત કરાવવામાં આવ્યો હતો અને તેને ફૂડ પોઈઝનિંગનો શિકાર પણ બનાવવામાં આવી હતી. જે વ્યક્તિ આવા ત્રાસમાંથી પસાર થઈ હોય તે જ એક પીડિતાનો દર્દ સમજી શકે છે.

શું હતો 2008 અને 2018નો સમગ્ર 'મી ટૂ' વિવાદ?
વર્ષ 2008માં ફિલ્મ 'હોર્ન ઓકે પ્લીઝ'ના આઈટમ સોંગના શૂટિંગ દરમિયાન નાના પાટેકરે ડાન્સ સ્ટેપ શીખવવાના બહાને અયોગ્ય વર્તન કર્યું હોવાનો આરોપ તનુશ્રીએ 2018માં જાહેરમાં મૂક્યો હતો. નાના પાટેકરે આ આરોપોને સદંતર નકારી કાઢ્યા હતા. વર્ષ 2019માં મુંબઈ પોલીસે પૂરતા પુરાવાના અભાવે કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ ('બી સમરી') રજૂ કર્યો હતો. કાનૂની પ્રક્રિયાના ભાગરૂપે મુંબઈની અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે સમય-મર્યાદા વીતી ચૂકી હોવાથી નાના પાટેકર સામેની ફોજદારી કાર્યવાહીને સત્તાવાર રીતે રદ કરી દીધી હતી.

વધુ જુઓ...