Sat Oct 10 2026

Logo

સીજેપીના વિરોધ પ્રદર્શનમાં પહોંચેલા આ બોલીવૂડ એક્ટરને પોલીસે પકડ્યો! આમિર ખાન સાથે છે ખાસ કનેક્શન...

2026-10-10 20:49:05
Author: Darshana Visaria
સીજેપીના વિરોધ પ્રદર્શનમાં પહોંચેલા આ બોલીવૂડ એક્ટરને પોલીસે પકડ્યો! આમિર ખાન સાથે છે ખાસ કનેક્શન...

બોલીવૂડ અભિનેતા અને આમિર ખાનના ભાણિયા ઇમરાન ખાનની મુંબઈ પોલીસે અટકાયત કરી છે. મુંબઈમાં ચાલી રહેલા એક જાહેર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હાથ ધરાયેલી કાર્યવાહીમાં અભિનેતા સહિત 300થી વધુ પ્રદર્શનકારીઓને તાબામાં લેવામાં આવ્યા છે. લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર રહેલા અને હાલમાં કમબેકની તૈયારી કરી રહેલા અભિનેતાની અચાનક અટકાયત થતાં બોલિવૂડ અને સોશિયલ મીડિયા પર ભારે ચકચાર મચી ગઈ છે.

બોલીવૂડ એક્ટર ઈમરાન ખાન મુંબઈમાં આયોજિત એક જાહેર આંદોલન/વિરોધ પ્રદર્શનમાં નાગરિકો અને એક્ટિવિસ્ટ્સ સાથે સામેલ થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, જે સ્થળે આંદોલન થઈ રહ્યું હતું ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પૂરતી પરવાનગી લેવામાં આવી નહોતી અથવા નિયત મર્યાદા કરતાં વધુ લોકો એકત્ર થયા હતા. 

ભીડને વિખેરવા અને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે પોલીસે ઘટનાસ્થળેથી ઈમરાન ખાન સહિત આશરે 300થી વધુ આંદોલનકારીઓની અટકાયત કરી પોલીસ વાનમાં નજીકના પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. અહીંયા તમારા જાણકારી માટે કે ઈમરાન ખાન એ બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનનો ભાણેજ છે. 

સ્થાનિક પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર માત્ર સાવચેતીના ભાગરૂપે લેવાયેલું અટકાયતી પગલું છે. કાયદાકીય ઔપચારિકતાઓ, પૂછપરછ અને નિવેદનો નોંધ્યા બાદ તમામને મુક્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પરિસ્થિતિ હાલ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.

વાત કરીએ ઈમરાન ખાનના ફિલ્મી કરિયરની તો 'જાને તૂ... યા જાને ના', 'દિલ્હી બેલી' અને 'મેરે બ્રધર કી દુલ્હન' જેવી હિટ ફિલ્મો આપનાર ઈમરાન ખાન 2015 બાદ ફિલ્મી પડદાથી અળગા રહ્યા હતા. તાજેતરના સમયમાં તેઓ સોશિયલ મીડિયા પર સક્રિય થયા હતા અને પોતાના બોલિવૂડ કમબેકના સંકેતો આપ્યા હતા. જોકે, અચાનક વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કસ્ટડીમાં લેવાતા તેઓ ફરી એકવાર લાઈમલાઈટમાં આવ્યો હતો.