Sun Oct 11 2026

Logo

CJP નેતાઓ અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત! શરતી જામીન પર થયા મુક્ત

2026-10-11 12:33:00
Author: Vimal Prajapati
CJP નેતાઓ અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત! શરતી જામીન પર થયા મુક્ત

નવી દિલ્હી: દિલ્હીમાં CJP ના વિરોધ પ્રદર્શન પહેલાં અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત કરી લેવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે અત્યારે તેમને મોટી રાહત મળી છે. દિલ્હી પોલીસે આજે ત્રણેય નેતાઓને દિલ્હી કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશન ખાતે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) સમક્ષ રજૂ કર્યા હતા, જ્યાંથી મેજિસ્ટ્રેટ દ્વારા તેમને મુક્ત કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

એક વર્ષ સુધી શાંતિ ભંગ ન કરવાની શરત

કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત ત્રણેયને એ શરતે મુક્ત કરવામાં આવ્યા છે કે તેઓ એક વર્ષ સુધી શાંતિ ભંગ નહીં કરે અને દરેક જણ રૂપિયા 50,00નો બોન્ડ ભરી આપશે. અગાઉ CJPની લીગલ હેડ રત્ના સિંહ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપવામાં આવી હતી કે તેઓ અને અન્ય વકીલોની ટીમ આ કેસ માટે મેજિસ્ટ્રેટ સમક્ષ ઉપસ્થિત રહેશે.

 

શા માટે કરવામાં આવી હતી અટકાયત?

દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, CJP દ્વારા 10 ઓક્ટોબરે CEC (મુખ્ય ચૂંટણી કમિશનર) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે જતંર-મંતર પર વિરોધ પ્રદર્શનનું એલાન કરવામાં આવ્યું હતું. મુંબઈથી ફ્લાઈટ દ્વારા દિલ્હી પહોંચેલા આ નેતાઓને એરપોર્ટ પર જ વિમાનની અંદરથી પ્રિવેન્ટિવ અરેસ્ટ હેઠળ પકડવામાં આવ્યા હતા. પોલીસે કલમ 107/51 હેઠળ શાંતિ ભંગની આશંકાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પરંતુ હવે મેજિસ્ટ્રેટના આદેશ બાદ ત્રણેય નેતાઓની મુક્તિથી CJP સમર્થકોમાં રાહતની લાગણી ફેલાઈ છે.