Sun Oct 11 2026

Logo

નવી મુંબઈમાં વાયુ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કનારા ડેવલપરોને સ્ટોપ વર્કની નોટિસ મળશે

2026-10-11 11:18:00
Author: Sapna Desai
નવી મુંબઈમાં વાયુ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કનારા ડેવલપરોને  સ્ટોપ વર્કની નોટિસ મળશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિયાળાની મોસમમાં હવાની ગુણવત્તાને નિયંત્રણમાં રાખવા માટે અને ક્ધસ્ટ્રકશન સાઈટ પર ફેલાતી ધૂળને નિયંત્રણમાં રાખવા માટે નવી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પ્રદૂષણ નિયંત્રણને લગતા નિયમોનું સખતાઈપૂર્વક પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે.  નિયમોનું ઉલ્લંઘન કરનારા ડેવલપરોને સ્ટોપ વર્કની નોટિસ અને  ક્ધસ્ટ્રકશન સાઈટને સીલ કરવાની  સાથે જ સંબંધિતોને આર્થિક દંડ ફટકારવામાં આવશે એવી ચોખ્ખા શબ્દોમાં નવી મુંબઈ પાલિકા કમિશનરે ચેતવણી આપી છે.

મુંબઈમાં વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આકરા નિયમો અને ગાઈડલાઈન અમલમાં મૂકવમાં આવી છે, તેને પગલે ચાલીને નવી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પણ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ક્ધસ્ટ્રકશન સાઈટ પરની ધૂળને કારણે હવાની ગુણવત્તાને થનારી અસરને ઘટાડવા માટે નવી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર કૈલાશ શિંદેના અધ્યક્ષતામાં આર્કિટેક્ટ, ડેવલપરો અને સંબધિતોની એક બેઠક થઈ હતી. 

હાઈ કોર્ટ અને ઉચ્ચ સ્તરીય સમિતિના નિર્દેશ અનુસાર શહેરમાં ક્ધસ્ટ્રકશન સાઈટ પર પ્રદૂષણ નિયંત્રણના ઉપાયયોજનાનું સખતાઈપૂર્વક અમલબજાવણી કરવાની રહેેશે. શિયાળામાં હવાનું પ્રદૂષણ વધી જતું હોય છે, તેને કારણે નાના બાળકો, સિનિયર સિટિઝન અને શ્ર્વોસોશ્ર્વાસની બીમારી ધરાવતા દર્દીઓના આરોગ્યને અસર થાય છે. તેથી ડેવલપરોને પાર્યવરણને લગતા નિયમોનું પાલન ફરજિયાત રીતે કરવાનું રહેશે એવી ચેતવણી પાલિકા કમિશનરે આપી હતી.

ધૂળ નિયંત્રણ રાખવા માટે ઉપાયયોજના
ક્ધસ્ટ્રકશન સાઈટના પરિસરમાં ૩૦ ફૂટ ઊંચી પ્રોટેક્ટીવ સ્ક્રીન ઊભી કરવી પડશે અને બિલ્િંડગને ઉપરથી નીચે સુધી લીલી જાળીની ઢાંકવી ફરજિયાત રહેશે. ક્ધસ્ટ્રકશન સાઈટ પર નિયમિત રીતે પાણીનો છંટકાવ કરવો પડશે અને વાહનોના પૈડાને કારણે રસ્તા પર ધૂળ ફેલાય નહીં તે માટે સાઈટ પરથી બહાર નીકળનારા વાહનના પૈડા ધોવા માટે વ્યવસ્થા કરવાની રહેશે. ધૂળને નિયંત્રણમાં રાખવા પીવાના પાણીના બદલે  પ્રક્રિયા કરેલું અથવા નોન-પોર્ટેબલ પાણીનો ઉપયોગ કરવાનો રહેશે. નિયમનું ઉલ્લંઘન કરનારાની સાઈટ સીલ કરાશે. સાઈટ પર હવાની ગુણવત્તા માપનારું સેન્સર મશીન એર ક્વોલિટી ઈન્ડેક્સ ની માહિતી આપનારું બોર્ડ બેસાડવાનું ફરજિયાત રહેશે.બાંધકામ શરૂ કરવા માટે કમેન્સમેન્ટ સર્ટિફિકેટ (સીસી) આપતા સમયે પ્રદૂષણ નિયત્રંણની ઉપાયયોજનાને અમલમાં મૂકવામાં આવ્યા હોવાના દસ્તાવેજો તપાસવામાં આવશે.