Sun Oct 11 2026

Logo

પૂર્વ આફ્રિકાના દેશ જીબૂતીમાં હોડી પલટી જતાં 109 લોકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ...

Djibouti   2026-10-11 18:33:15
Author: Chandrakant Kanoja
પૂર્વ આફ્રિકાના દેશ જીબૂતીમાં હોડી પલટી જતાં 109 લોકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ...

જીબૂતી: પૂર્વ આફ્રિકાના દેશ જીબૂતી નજીક એક હોડી પલટી જવાથી 15  બાળકો સહિત 109 લોકોના મોતના અહેવાલ પ્રકાશમાં આવ્યા છે. અહેવાલો અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ હોડી દ્વારા લોકો જીબૂતીથી યમન જઈ રહ્યા હતા.

116 લોકો હજુ પણ લાપતા 

આ અંગે મળતી માહિતી મુજબ જીબૂતીમાં દરિયાકાંઠે 305 લોકોને લઈ જતી એક હોડી પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 109 લોકોના મોત થયા છે. જ્યારે 116 લોકો હજુ પણ લાપતા છે. મૃતકોમાં 52 પુરુષો, 42 મહિલાઓ અને 15  બાળકોનો સમાવેશ થાય છે. આ દરમિયાન 80 થી વધુ લોકો આ ઘટનામાં બચી ગયા છે. લાપતા લોકોની શોધખોળ માટે હાલમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.  જેમાંગુરુવાર અને શુક્રવારની વચ્ચેની રાત્રે જ્યારે આ હોડી જીબૂતીથી યમન જઈ રહી હતી ત્યારે તે પલટી ગઈ હતી.

લોકો રોજગાર મેળવવા બાબ-અલ-મંદેબની સ્ટ્રેટ પાર કરીને ગલ્ફ દેશોમાં જાય છે 

ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઈગ્રેશને  જણાવ્યું હતું કે 'હોર્ન ઓફ આફ્રિકા'  ના હજારો સ્થળાંતર કરનારાઓ સુરક્ષા અને આર્થિક તકોની શોધમાં જીબુતી થઈને અને બાબ-અલ-મંદેબની સ્ટ્રેટ પાર કરીને ગલ્ફ દેશો તરફ પ્રયાણ કરે છે. યમનમાં હિંસા હોવા છતાં આ સ્થળાંતર પ્રક્રિયા ચાલુ છે. જીબુતીમાં IOM ના મિશન ચીફ એલેક્ઝાન્ડર કોઈસાકે કહ્યું, આમાં મોટા પ્રમાણમાં જાનહાનિ થઉ છે.તેમણે ઉમેર્યું, આ દુર્ઘટના એ જોખમોની કઠોર યાદ અપાવે છે જેનો સામનો આર્થિક તકોની શોધમાં આ સ્થળાંતર માર્ગ પર મુસાફરી કરતા સ્થળાંતર કરનારાઓએ કરવો પડે છે.