નવી દિલ્હીઃ તહેવારોની મોસમ પહેલાં મોદી સરકારે રેલવે કર્મચારીઓ અને દિવ્યાંગો માટે મોટી રાહત આપતા નિર્ણયો લીધા છે. મોદી સરકારની કેબિનેટ બેઠકમાં ત્રણ મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે, જેમાં એક નિર્ણય રેલવેના કર્મચારીઓને સીધી રીતે અસર કરે છે. કેન્દ્ર સરકારે રેલવેના કર્મચારીઓને દિવાળી પહેલા એક મોટી ગિફ્ટ આપી દીધી રેલવેના કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવાનો નિર્ણય કર્યો છે જેનો સીધો લાભ 11.40 લાખ કર્મચારીને મળશે.
ત્રણ મહત્ત્વના નિર્ણય
કેબિનેટની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓની છણાવટ કરતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઉમેર્યું હતું કે, કેબિનેટે ત્રણ મહત્ત્વના નિર્ણય કર્યા છે. આશરે 11.40 લાખ રેલવે કર્મચારીઓ માટે 78 દિવસનું દિવાળી બોનસ આપવામાં આવશે. આ પર્ફોમન્સ લિંક્ડ બોનસ છે. રેલવે વિભાગમાં કામ કરતા એ મહેનતકશ કર્મચારીઓ માટે છે તે દિવાળી અને છઠ્ઠ પૂજા જેવા મોટા પર્વમાં પણ દિવસ-રાત જોયા વગર કામ કરે છે.
Cabinet approves payment of Productivity Linked Bonus (#PLB) of 78 days to 11.40 lakh #RailwayEmployees. The total bonus amounts to ₹2,009.61 crore This is a #Deepawali gift for all the dedicated Railway employees who work tirelessly day and night. While we celebrate our festivals, they continue to work in the field, on the tracks and in workshops, around the clock - Union Minister @AshwiniVaishnaw #CabinetDecisions
— PIB India (@PIB_India) October 14, 2026
જ્યારે આપણે આપણા પરિવારજનો સાથે તહેવાર મનાવી રહ્યા હોઈએ છીએ ત્યારે એ કર્મચારીઓ ફિલ્ડમાં, રેલવેમાં, ટ્રેક પર, રેલવે સ્ટેશન પર, લોકોમોટિવમાં, વર્કશોપમાં, રેલવે યુનિટમાં કે શેડ્યુલિંગમાં સતત કામ કરે છે. આ તમામને બોનસ આપવામાં આવશે જેની કુલ રકમ ₹2009 કરોડ રૂપિયા થાય છે. બીજા મોટા નિર્ણય અંતર્ગત એક મોટા સોશિયલ સિક્યોરિટી નેટમાં વિસ્તાર કરવાનો છે. સોશિયલ સિક્યોરિટી નેટને 2031 સુધી વધારી દેવામાં આવ્યું છે.
દિવ્યાંગોની આર્થિક સુરક્ષા વધી
સોશિયલ સિક્યોરિટી નેટ માટે કુલ ₹53428 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. દિવ્યાંગ લોકો માટે દિવ્યાંગ પેન્શનની અગાઉની મર્યાદા 80 ટકા દિવ્યાંગની હતી જેને હવે ઘટાડીને 40 ટકા કરી દેવામાં આવી છે. આનો સીધો અર્થએ થયો કે, 40 ટકા દિવ્યાંગ જે વ્યક્તિ હશે તેને પણ દિવ્યાંગ પેન્શન મળવા પાત્ર બની જશે. રેલવેના કર્મચારીઓને બોનસ આપવા માટે કેન્દ્ર સરકાર દિવાળી પહેલા જ ₹2900 કરોડ ખર્ચી નાંખશે.
જ્યારે દિવ્યાંગોને જન્મથી જ પેન્શન યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે. આનાથી દિવ્યાંગોની સુરક્ષાનો દાયરો આર્થિક રીતે પણ મજબૂત બની જશે. લાભાર્થીઓની સંખ્યામાં પણ વધારો થશે. આ માટે સરકાર પહેલા કેટલીક પ્રક્રિયાઓ કરીને ચૂકવણી કરી શકે છે. મંત્રીએ ઉમેર્યું કે, આર્થિક ધોરણે IDBI જેવી મોટી બેંકે નાના ઉદ્યોગપતિ તથા નવા વ્યવસાયિકોને વેગ આપવા માટે પણ તૈયારી દર્શાવી છે. દેશના ઔદ્યોગિક વિકાસમાં આનો ફાળો ખૂબ મોટો રહ્યો છે. આ બેંકના પુનઃ ગઠન માટે પણ સરકારે તૈયારી દર્શાવી છે.