Tue Oct 13 2026

Logo

કોફી વિથ કરણમાં વર્જિનિટીને લઈને સલમાન ખાને કર્યો ચોંકાવનારો ખુલાસો...

2026-10-13 20:20:39
Author: Darshana Visaria
કોફી વિથ કરણમાં વર્જિનિટીને લઈને સલમાન ખાને કર્યો ચોંકાવનારો ખુલાસો...

Koffee With Karan 9


કરણ જોહરનો સુપરહિટ ટોક શો કોફી વિથ કરણ તેની આખરી સીઝન સાથે પાછો ફરી રહ્યો છે. સીઝન 9ના પહેલા જ એપિસોડમાં બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. રિલીઝ થયેલા નવા ટીઝરમાં સલમાન અને કરણ વચ્ચેની રમુજી વાતચીત સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહી છે. સલમાન ખાને માત્ર કરણની હોસ્ટ સીટ પર કબજો નથી જમાવ્યો, પરંતુ જૂના વિવાદો અને અંગત સવાલો પર પણ પોતાના ખાસ અંદાજમાં જવાબો આપ્યા છે.

ટીઝરની શરૂઆતમાં કરણ જોહર કહે છે કે તેમના આ ફાઈનલ સીઝનની શરૂઆત કરવા માટે સલમાન ખાનથી શ્રેષ્ઠ કોઈ હોઈ ન શકે. સલમાન મસ્તીભર્યા અંદાજમાં કરણ જોહરની ખુરશી પર બેસી જાય છે અને શોનું નામ બદલીને કોફી વિથ સલમાન કરવાની વાત કરે છે. કરણ જ્યારે કહે છે કે આ શોની આખરી સીઝન છે અને તેઓ ફરી નહીં આવે, ત્યારે સલમાને મજાકિયા અંદાજમાં કહ્યું કે કરણ તુસ્સી ના જાઓ.

વર્જિનિટીના સવાલ પર સલમાનનો પંચ
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉની સીઝનમાં સલમાને પોતે વર્જિન હોવાનો દાવો કર્યો હતો અને એ દાવાની યાદ અપાવતા જ કરણે ફરી સલમાનને સવાલ પૂછ્યો કે શું તમે હજી પણ વર્જિન છો? આ સવાલ સાંભળીને સલમાને હસીને જવાબ આપ્યો કે કંટ્રોલ યાર બ્રધર, કંટ્રોલ. સલમાનની આ સહજ પ્રતિક્રિયા દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે.

પેપરાઝી અને ગિફ્ટ હેમ્પર પર કટાક્ષ
એક્ટ્રેસના ખોટા એંગલથી ફોટા પાડવા બદલ સલમાન ખાને અગાઉ પેપરાઝી સામે નારાજગી દર્શાવી હતી. તેનો ઉલ્લેખ કરતાં સલમાને કહ્યું કે જેણે પણ ફોનમાં આ કેમેરો બનાવ્યો છે, તે જે દિવસે મને મળી ગયો. શોના પ્રખ્યાત ગિફ્ટ હેમ્પર વિશે વાત નીકળતાં સલમાને હળવાશથી કહ્યું કે તેઓ હેમ્પર માટે નહીં પરંતુ પેમ્પર થવા માટે લડશે.