Tue Oct 13 2026

Logo

કેન્દ્રીય પ્રધાન મુરુગને અચાનક આપ્યું રાજીનામું, રાજ્યસભાનું પદ પણ છોડ્યું, PM મોદીને પત્ર લખીને કહી 'મનની વાત'

2026-10-13 20:18:00
Author: Mumbai Samachar Team
કેન્દ્રીય પ્રધાન મુરુગને અચાનક આપ્યું રાજીનામું, રાજ્યસભાનું પદ પણ છોડ્યું, PM મોદીને પત્ર લખીને કહી 'મનની વાત'

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારમાં આગામી દિવસોમાં કંઈક મોટું થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. મંત્રીમંડળના વિસ્તરણના અહેવાલો વચ્ચે એક ચોંકાવનારી વિગત મળી રહી છે. કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રી એલ. મુરુગને પોતાના પદેથી અચાનક રાજીનામું આપી દીધું છે. એટલું જ નહીં, પોતાના રાજ્યસભાના પદને છોડી દેવાનું પણ એલાન કરી દીધું છે. આ વાવડ સામે આવતા રાજકીય લોબીમાં અનેક પ્રકારની ચર્ચા જગાવી છે. મુરુગને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં પોતાના આગામી પ્લાન અંગે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. મંત્રીનું એવું કહેવું છે કે, તેઓ હવે પોતાનો મોટા ભાગનો સમય તમિલનાડુ રાજ્યમાં પસાર કરશે. 

લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ

તમિલનાડુમાં રહીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે કામ કરશે અને પક્ષને રાજ્યમાં મજબૂત કરશે. વર્ષ 2029ની લોકસભાની ચૂંટણીની તૈયારીમાં તેઓ કામ કરવા માગે છે. પોતાના પત્રમાં સ્પષ્ટતા કરતા પ્રધાનએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં પાંચ વર્ષ સુધી કેન્દ્ર સરકારમાં કામ કરવાનો અનુભવ સૌથી શ્રેષ્ઠ અને સન્માનજનક રહ્યો છે. હવે તે એ કામમાં પરત ફરવા માગે છે જ્યાંથી તેઓ સાર્વજનિક જીવનમાં આવવા માટે પ્રેરિત થયા હતા. 

તેમણે કહ્યું કે, તમિલનાડુ રાજ્યમાં ભાજપને મજબૂત કરવા અને રાજ્યમાં આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કરવા માટે જે પ્લાન છે એ અંગેની મારી પ્રાથમિકતા છે. પોતાના સંઘર્ષનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, હું કોઈ રાજકીય પરિવારમાંથી આવતો નથી, મારા માતા પિતા શ્રમિક હતા અને પશુપાલન કરતા હતા. મારો પરિવાર આજે પણ તમિલનાડુના કોનુર ગામે સામાન્ય જીવન જીવી રહ્યો છે. 

નેશન ફર્સ્ટ પછી બીજુ બધું પછી

મારા માતા-પિતાએ ક્યારેય કલ્પના કરી ન હતી કે, એનો દીકરો એક દિવસ કેન્દ્ર સરકારમાં મંત્રી બનશે. હું મારી રાજકીય સફરનો શ્રેય વડા પ્રધાન મોદીના શ્રેષ્ઠ નેતૃત્વ અને ભાજપની એ પરંપરાને આપું છું. જેમાં રહીને ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકર્તાઓ સાથે રહીને આગળ વધવાનો ચાન્સ મળ્યો હતો. જ્યારે હું કૉલેજમાં હતો એ સમયે હું ABVPમાં જોડાયો હતો આશરે ત્રણ દાયકા સુધી આ સંસ્થામાં રહ્યો અને ભાજપ સાથે કામ કરવાનો મારો મૂળ સિદ્ધાંત રહ્યો. નેશન ફર્સ્ટ, બીજા ક્રમે પક્ષ અને અંતમાં હું એ હું ફોલો કરૂ છું. 
મુરુગને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિના આયોગના ઉપાધ્યક્ષ તરીકે પણ કામ કર્યું છે. તેઓ બે વાર રાજ્યસભાના તથા છેલ્લા પાંચ વર્ષથી તેઓ કેન્દ્રીય મંત્રી પરિષદમાં રહ્યા છે. આ દરમિયાન તેમણે સૂચના તથા પ્રસારણ, સંસદીય કાર્ય, મત્સ્યપાલન તેમ જ પશુપાલન સાથે જોડાયેલા મંત્રાયલની જવાબદારી સંભાળી છે. 

રાજ્યના આ સેક્ટરનો સૌથી વધુ વિકાસ

તમિલનાડુના વિકાસ માટે મોદી સરકારના પ્રયાસોના પણ વખાણ કર્યા છે. ખાસ કરીને ચેન્નઈ મેટ્રો, તુતીકોરિન પોર્ટ એક્સપાન્સન, નેશનલ હાઈવે ક્નેક્ટિવિટી, રોડ ડેવલપમેન્ટ તથા અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત 26 રેલવે સ્ટેશનના કાયાકલ્પ જેવા પ્રોજેક્ટથી તમિલનાડુનો નોંધપાત્ર વિકાસ થયો છે. આ તમામ સેક્ટરના કાર્યો માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમની સતત સહાયતા કરી છે. પત્રમાં આગળ વાત કરતા મંત્રીએ કહ્યું હતું કે, હવે હું દરેક ગામમાં જઈને લોકોને મળવા માગુ છું. પક્ષના કાર્યકર્તાઓની પડખે ઊભો રહેવા માગુ છું. રાજ્યના દરેક ભાગમાં ભાજપના અસ્તિત્વને વધારવા માગુ છું. સબકા સાથ, સબ કા વિકાસ, સબકા વિશ્વાસના સૂત્રને છેવાડાના લોકો સુધી પહોંચાડવા માગુ છું. જેથી દરેક પરિવાર વિકસિત ભારતની યાત્રામાં પોતાનું યથાશક્તિ યોગદાન આપી શકે અને પોતાની ભાગીદારી નોંધાવી શકે. 

વડા પ્રધાનને ખાતરી આપી

આગામી ચૂંટણી માટે હું પૂરી તાકાત સાથે કામ કરીશ. આ વાતનું હું વડા પ્રધાનને ખાતરી આપું છું. રાજ્યમાં વધુ બેઠકો જીતાડવા તથા વડા પ્રધાનના નેતૃત્વમાં પાર્ટીને વધુ સફળ બનાવવા યોગદાન આપીશ.  પત્રના અંતમાં તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો જે બેગ્રાઉન્ડથી તેઓ આવે છે. વડા પ્રધાન મોદીએ એક શ્રમિક પરિવારના દીકરા પર ભરોસો વ્યક્ત કર્યો છે. આ મારા જીવનનું સૌથી મોટું સન્માન છે. 

હું પક્ષ અને પક્ષના કાર્યકર્તાઓ સાથે રહીને કામ કરતો રહીશ. ભાજપ પર જનતાના ભરોસાને વધુ મજબૂત કરતો રહીશ. જોકે રાજ્યસભાના પદને છોડવા પર એમનું રાજીનામું સ્વીકારવામાં આવશે કે નહીં એ અંગે હજું ફિક્સ નથી. પણ મંત્રીએ રાજ્યસભાનું પદ છોડવાનો પણ અડગ નિર્ણય લીધો છે.