નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં જંતરમંતર એક એવી જગ્યા છે, જ્યાં સખત અને સતત કોઈને કોઈ વિષયને લઈ વિરોધ પ્રદર્શન યથાવત હોય છે. કોક્રોચ જનતા પાર્ટીએ જંતરમંતર પર વિરોધ પ્રદર્શનનું એલાન કર્યા બાદ માત્ર આ વિસ્તાર જ નહીં, દિલ્હી સિટીને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. ઐતિહાસિક સ્થળ વિરોધ પ્રદર્શનનું એપી સેન્ટર બની રહેતા હવે જંતરમંતર પર વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે, કોઈ પણ સંગઠને ધરણા કે વિરોધ પ્રદર્શન કરવું હશે તો જંતરમંતર પર કરી શકાશે નહીં.
ત્રણ મેદાન ક્યા ક્યાં?
જંતરમંતરના બદલે બુરાડી, સીબીડી મેદાન કે રામલીલા મેદાન પર જ વિરોધ પ્રદર્શન કરી શકાશે. આ માટે અગાઉથી સત્તાવાર મંજૂરી દિલ્હી પોલીસ પાસેથી લેવી પડશે. એવું નથી કે આ ત્રણેય મેદાન પરથી કોઈ વિરોધ પ્રદર્શન નથી થયા.આ ત્રણેય મેદાન પર થયેલી તીવ્ર વિરોધ પ્રદર્શન થયેલા છે અને તેના પરિણામ પણ દેશવાસીઓએ જોયા છે. દિલ્હીમાં વિરોધ પ્રદર્શન માટે સમયાંતરે સ્થળ બદલતા રહ્યા છે. ક્યારેક સંસદની આસપાસ, ક્યારેક બોટ ક્લબ તથા ક્યારેક જંતરમંતર પરથી વિરોધ પ્રદર્શન થયેલા છે.
આ ત્રણેય મેદાન પરથી અત્યાર સુધીમાં કેટલાક વિરોધ પ્રદર્શન થયા એનો કોઈ ચોક્કસ આંકડો તો નથી પણ વિરોધ પ્રદર્શન અંગેની વિગત આજે પણ ચર્ચામાં છે. આ ત્રણેય સ્થળની ભૂમિકા અલગ અલગ રહી છે. રામલીલા મેદાન એક સમયે રાજકીય નેતાઓનો જમાવડો હતો. જ્યાં વિપક્ષમાં રહેલા નેતાઓ એકઠા થતા, જ્યારે બુરાડી ખેડૂત આંદોલનનું એપી સેન્ટર રહ્યું છે. બીજી તરફ સીબીડી ગ્રાઉન્ડ વિરોધ પ્રદર્શનનું નવું સરનામું છે.
પ્રતિબંધ છતાં Jantar Mantar પહોંચ્યા CJP નેતાઓ, તિરંગો લહેરાવતાં જ અટકાયત | Delhi Protest દિલ્હીના પ્રતિબંધિત જંતર-મંતર વિસ્તારમાં CJPના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકા પહોંચ્યા હતા. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે તિરંગો અને પાર્ટીના ઝંડા લહેરાવી સૂત્રોચ્ચાર કરતાં દિલ્હી પોલીસે બંનેની અટકાયત કરી હતી. જંતર-મંતરને પ્રદર્શન સ્થળોની યાદીમાંથી હટાવવાના નિર્ણય સામે CJP વિરોધ કરી રહી છે. અગાઉ 10 ઓક્ટોબરે પણ CJPના નેતાઓની દિલ્હી એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી હતી. દિલ્હીના રાજકીય ઘટનાક્રમના વધુ સમાચાર માટે જોતા રહો મુંબઈ સમાચાર. #CJP #JantarMantar #DelhiProtest #SauravDas #AshutoshRanka #GyaneshKumar #DelhiPolice #PoliticalNews #CJPProtest #MumbaiSamachar #દિલ્હી #જંતરમંતર #વિરોધપ્રદર્શન #અટકાયત CJP Protest, Jantar Mantar Protest, CJP Leaders Detained, Saurav Das, Ashutosh Ranka, Gyanesh Kumar Resignation, Delhi Police Detention, Delhi Political News, CJP Protest Delhi, Jantar Mantar News, CJP નેતાઓની અટકાયત, જંતર-મંતર વિરોધ પ્રદર્શન, સૌરવ દાસ, આશુતોષ રાંકા, જ્ઞાનેશ કુમાર, દિલ્હી સમાચાર, મુંબઈ સમાચાર
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) October 13, 2026
રામલીલા મેદાનનો ઈતિહાસ
રામલીલા મેદાન દિલ્હીના સૌથી જુના તથા ચર્ચાસ્પદ સભાસ્થળ પૈકી એક છે. જ્યાં રાજકીય રેલી, રાજકીય પાર્ટી, વિપક્ષના નેતાઓનો જમાવડો, સામાજિક આંદોલન, સંગઠન દ્વારા થતા વિરોધ પ્રદર્શન, સાર્વજનિક કાર્યક્રમ મુખ્ય રહ્યા છે. આ મેદાનનો ઈતિહાસ માત્ર વિરોધ પ્રદર્શન પૂરતો સિમિત નથી. દેશ જ્યારે આઝાદ થયો એ પછી દરેક રાજકીય ધટનાક્રમનું સાક્ષી રામલીલા મેદાન રહ્યું છે.
વર્ષ 1952માં જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીએ જમ્મુ કાશ્મીરને ભારતમાં સામેલ કરવા માટે અહીંયાથી સત્યાગ્રહની શરૂઆત કરી હતી. એ પછીના વર્ષોમાં જવાહરલાલ નેહરૂ, ઈન્દિરા ગાંધી જેવા અનેક મોટા કદના નેતાઓએ અહીંયા મોટી જનસભા સંબોધી છે. વર્ષ 1971ના યુદ્ધ બાદ ભારતની જીતનો જશ્ન પણ આ જ મેદાન પર થયો. ઈમરજન્સીનું એલાન કરતા પહેલા જયપ્રકાશ નારાયણ તથા અટલ બિહારી વાજપેયે અહીંયા જ જનસભા સંબોધી છે. વર્ષ 2011માં જ્યારે અણ્ણ હઝારેએ રામલીલા મેદાન પરથી ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન શરૂ કર્યું, એ સમયે આ મેદાન સૌથી વધારે ચર્ચામાં રહ્યું. લોકપાલની માગને લઈ વિરોધ પ્રદર્શનમાંથી જ કેજરીવાલ અને મનીષ સિસોદિયા જેવા નેતા ઊભરી આવ્યા.
બુરાડી મેદાન પર શું થયું હતું?
લોકપાલ મુદ્દે થયેલા આંદોલનને લઈ સરકાર અને આ સંગઠન વચ્ચે મતભેદ યથાવત રહ્યા પણ વિરોધ પ્રદર્શનની તીવ્રતા ઘણી હતી. વર્ષ 2011માં બાબા રામદેવે બ્લેકમનીના વિષય પર અહીંયા જ વિરોધ પ્રદર્શન કર્યું. જેના પડઘા નવી દિલ્હીના રાજકારણમાં લાંબા સમય સુધી પડ્યા હતા. વર્ષ 2013માં અરવિંદ કેજરીવાલે રામલીલા મેદાન પરથી જ દિલ્હીના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. આના પરથી એકવાત સ્પષ્ટ છે કે, રામલીલા મેદાન માત્ર વિરોધ પ્રદર્શનનું સ્થળ નથી બની રહ્યું.
રાજકીય વળાંક અને શક્તિપ્રદર્શનનું સાક્ષી બન્યું.આ મેદાન પર આશરે 50 હજાર જેટલા લોકો એકઠા થઈ શકે છે. આ માટે પહેલા પોલીસની મંજૂરી લેવી પડે છે. મેદાન ખાલી છે કે, નહીં એ અંગે પહેલા તપાસ કરવી પડે છે. બુરાડી મેદાનની વાત કરવામાં આવે તો 2020માં અહીંયાથી જ ખેડૂત આંદોલનની શરૂઆત થયેલી. કેન્દ્ર સરકારની સામે દેશભરના ખેડૂતોએ બાંયો ચડાવી હતી. કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરવા માટે રસ્તા પર ઊતર્યા હતા. એ સમયે બુરાડી વિસ્તારમાં નિરંકારી મેદાન બેસ્ટ ઓપ્શન હતો.
સીબીડી ગ્રાઉન્ડ
કેટલાક ખેડૂત સંગઠન ત્યાં પહોંચ્યા હતા. આ સગંઠન દિલ્હીના બોર્ડર સુધી જ સિમિત રહ્યા હતા. પરિણામ એ આવ્યું કે, બુરાડી ખેડૂત આંદોલનનો પહેલો પડાવ રહ્યો હતો. આંદોલનનું મુખ્ય કેન્દ્ર લાંબા સમય સુધી રહ્યું. સિંધુ-ટિકરી બોર્ડર પર ખેડૂતોનો જમાવડો રહ્યો. બુરાડીમાં દરરોજ રાત્રે સંગઠનોની હાજરીમાં એક મહાસભા યોજાતી. આ ખેડૂત આંદોલનનો પ્રભાવ દેશ-વિદેશમાં પડઘાયો હતો. પછી ખેડૂતોના સંગઠન અને કૃષિ કાયદા અંગે સરકાર સાથે વાતચીત થઈ અને લાંબા વિરોધ પ્રદર્શન બાદ સરકારે ત્રણેય કૃષિ કાયદા પાછા લેવા માટેની જાહેરાત કરી દીધી. આ બુરાડીથી શરૂ થયેલા વિરોધ પ્રદર્શનનું પોઝિટિવ પરિણામ હતું.
બુરાડી વિસ્તારમાં આવેલું આ મેદાન 1 લાખ લોકોની ક્ષમતા ધરાવે છે. આ માટે પણ સુરક્ષાના મુદ્દે પોલીસ પાસેથી મંજૂરી લેવી ફરજિયાત છે. સીબીડી ગ્રાઉન્ડ એક મોટો અને મજબૂત વિકલ્પ છે. આ ગ્રાઉન્ડ શાહદરા વિસ્તારથી નજીક છે. જ્યારે અહીંયાથી જંતરમંતર માત્ર 12 કિમી દૂર છે. મેટ્રો અને બસની ડાયરેક્ટ ક્નેક્ટિવિટી છે.આ મેદાનનો કોઈ ખાસ ઈતિહાસ તો નથી પણ હવે ઈતિહાસ લખશે એવું દેખાઈ રહ્યું છે. પૂર્વી દિલ્હીમાં વિરોધ પ્રદર્શનનો વિકલ્પ સીબીડી મેદાન છે.
આ મેદાનથી ફાયદો શું અને નુકસાન શું?
જંતરમંતર વિરોધ પ્રદર્શનનું સ્થળ મટીને હવે એક ઐતિહાસિક સ્થળ તરીકે ફરી ચર્ચામાં રહેશે. સંસદ અને સરકાર સુધી પહોંચવાનો રસ્તો જંતરમંતર થઈને જતો એવું કહેવામાં આવતું હતું. હવે મેદાન અલગ થતા ભીડનો મુદ્દો ઉકેલાશે. એપ્રોચ અને ક્નેક્ટિવિટી પર લોડ ઘટશે. કંટ્રોલ સિસ્ટમ સરળ બની જશે. વિરોધ પ્રદર્શન કરનારાઓએ હવે શહેરમાં થઈને જવું પડશે. આ માટે જે તે વિસ્તાર સુધી પહોંચવા માટે વધારે ફરવું પડશે. સ્થળ બદલવાથી અધિકારની સમાપ્તિ નથી. સરકારની ગ્રાઉન્ડ સ્તર પર ડાયરેક્ટ વૉચ રહેશે પણ જંતરમંતર જેવા નાના વિસ્તારમાં થયેલી મુશ્કેલીઓ અહીંયા નથી થાય. પોલીસને પણ ભીડને કાબુમાં કરવા માટે આસપાસના વિસ્તારમાંથી કેટલાક મહત્ત્વના અને મોટા પોઈન્ટ મળી રહેશે.