Tue Oct 13 2026

Logo

બીજી દીકરીના જન્મ બાદ રણવીર સિંહના જીવનમાં આવ્યું પરિવર્તન, ખુશીઓ થઈ ડબલ...

2026-10-13 14:49:00
Author: Darshana Visaria
બીજી દીકરીના જન્મ બાદ રણવીર સિંહના જીવનમાં આવ્યું પરિવર્તન, ખુશીઓ થઈ ડબલ...

બોલીવૂડના બાજીરાવ અને સુપરસ્ટાર રણવીર સિંહ પોતાની અનોખી સ્ટાઈલ, ફિલ્મો અને મોંઘીદાટ લક્ઝરી લાઇફસ્ટાઇલ માટે હંમેશાં ચર્ચામાં રહે છે. અહીંયા તમારી જાણકારી માટે કે હાલમાં જ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના ઘરે બીજી દીકરીનો જન્મ થયો છે. આ બધા વચ્ચે એક્ટરના જીવનમાં હજી એક એડિશન થયું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ચાલો જોઈએ આખરે શું છે એક્ટરના જીવનનું એડિશન અને ખુશહાલીનું કારણ... 

મળતી માહિતી અનુસાર તાજેતરમાં જ રણવીર સિંહે પોતાના પ્રીમિયમ કારના કાફલામાં વધુ એક શાનદાર સુપરકારનો ઉમેરો કર્યો છે. રણવીર સિંહે બીએમડબલ્યુની સૌથી પ્રીમિયમ લક્ઝરી ઇલેક્ટ્રિક સેડાન BMW i7 ખરીદી છે, જેની કિંમત માર્કેટમાં રૂપિયા બે કરોડથી પણ વધુ હોવાનું સામે આવ્યું છે અને આમ એક્ટરની ફેમિલી એક્સ્ટેન્ડ થઈ છે. 

ખાસ વાત તો એ છે કે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે બીજી દીકરીનું સ્વાગત કર્યા બાદ પરિવારમાં ખુશીઓના માહોલ વચ્ચે આ નવી કાર ઘરે આવી છે. ઓલ-બ્લેક આઉટફિટમાં સજ્જ રણવીર સિંહ પોતે શોરૂમમાંથી નવી કાર ડ્રાઇવ કરીને મુંબઈના રસ્તાઓ પરથી પોતાના ઘરે પહોંચ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે બીએમડબલ્યુ ઈન્ડિયાએ રણવીર સિંહને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા, જે બાદ અભિનેતાએ આ ફ્લેગશિપ ઈલેક્ટ્રિક સેડાન પોતાના કલેક્શનમાં સામેલ કરી છે. રિપોર્ટ્સ મુજબ, રણવીર પાસે પહેલેથી જ GMC Hummer EV જેવી પાવરફુલ ઇલેક્ટ્રિક કાર છે અને હવે BMW i7 તેમના ગેરેજની બીજી મોટી લક્ઝરી ઈલેક્ટ્રિક વ્હીકલ બની ગઈ છે. રણવીરના ગેરેજમાં પહેલેથી જ લેમ્બોર્ગિની ઉરુસ, મર્સિડીઝ-મેબેક જીએલએસ 600, રેન્જ રોવર અને એસ્ટન માર્ટિન રેપિડ એસ જેવી કરોડો રૂપિયાની સ્પોર્ટ્સ અને લક્ઝરી કાર્સ મોજૂદ છે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ 19મી સપ્ટેમ્બર, 2026 ના રોજ બીજી વાર માતા-પિતા બન્યા છે. બોલીવૂડના આ પાવર કપલે ઈન્સ્ટાગ્રામ પર સંયુક્ત પોસ્ટ શેર કરીને 'વેલકમ બેબી ગર્લ' લખીને આ ગુડ ન્યુઝ શેર કર્યા હતા. આલિયા ભટ્ટ, કરીના કપૂર, અનિલ કપૂર અને કૃતિ સેનન સહિતના સેલેબ્સે તેમને વધામણાં આપ્યા હતા. કપલ અગાઉથી જ પુત્રી 'દુઆ'ના માતા-પિતા છે અને હવે બીજી દીકરીના આગમનથી તેમનો પરિવાર સંપૂર્ણ બન્યો છે.

વાત કરીએ રણવીર સિંહના વર્ક ફ્રન્ટની તો રણવીર સિંહ ટૂંક સમયમાં નિર્દેશક જય મહેતાની અપકમિંગ ફિલ્મ 'પ્રલય'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં તેમની સાથે કલ્યાણી પ્રિયદર્શન પણ મહત્વના રોલમાં છે. આ એક વિશિષ્ટ ઝોમ્બી અને ડિઝાસ્ટર ડ્રામા છે, જેનું શૂટિંગ ઓગસ્ટ 2026માં શરૂ થયું હતું. કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ વચ્ચે એક વ્યક્તિ પોતાના પરિવારની રક્ષા માટે કઈ હદ સુધી જઈ શકે છે, તે ભાવનાત્મક સંઘર્ષ ફિલ્મની મુખ્ય વાર્તા છે.