સમૃદ્ધિ, મુંબઈ-પુણે એક્સપ્રેસ વે અને મુંબઈ-ગોવા હાઇવે પર ખાસ સિસ્ટમ્સ ઊભી કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રોડ ઍક્સિડન્ટ ખાસ કરીને હાઈવે પર થતા ગંભીર ઍક્સિડન્ટ વખતે જખમીઓને તાત્કાલિક તબીબી સારવાર મળી રહે અને તેમનો જીવ બચાવી શકાય તે માટે રાજ્યમાં બહુ જલદી ‘ઍર ઍમ્બ્યુલન્સ’ ’ સેવા શરૂ કરવાની યોજના હોવાનું રાજ્યના પરિવહન પ્રધાને જણાવ્યું હતું.ઍક્સિડન્ટ પછીનો પહેલો કલાક ‘ગોલ્ડન અવર’ ગણાય છે, જેમાં જખમીઓને તાત્કાલિક સારવાર મળે તો ગંભીર રીતે જખમી થયેલા લોકોના જીવ પણ બચાવી શકાય છે. રાજ્યમાં હાઈવે પર ઍક્સિડન્ટ થવાના પ્રમાણ વધુ હોય ‘એર એમ્બ્યુલન્સ’ ઉપયોગી સાબિત થશે.
પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઇકે જણાવ્યું હતું કે ઍક્સિડન્ટ બાદના ગોલ્ડન અવરમાં જમખીઓને તાત્કાલિક ટ્રોમા કેર સેન્ટરમાં લઈ જવા માટે એર એમ્બ્યુલન્સ સેવા ઉપયોગી સાબિત થઈ શકે છે. રાજ્યમાં દર વર્ષે લગભગ ૧૫ હજાર માર્ગ ઍક્સિડન્ટ થાય છે તે જાણીતું છે. આમાંના ઘણા ઍક્સિડન્ટમાં જખમીઓને સમયસર સારવાર મળવી એ એક મોટો પડકાર બની રહ્યો છે. ખાસ કરીને હાઇવે પર થતા ગંભીર ઍક્સિડન્ટ, ટ્રાફિક જૅમ, હોસ્પિટલોનું અંતર અને કટોકટી તબીબી સુવિધાઓની ઉપલબ્ધતાને ધ્યાનમાં લેતા ઍક્સિડન્ટનો ભોગ બનેલા જખમીને તાત્કાલિક સારવાર પૂરી પાડવા માટે વધુ કાર્યક્ષમ સિસ્ટમ સ્થાપિત કરવાની જરૂર હોવાનું પરિવહન પ્રધાને કહ્યું હતું.
🗓️ १३ ऑक्टोबर २०२६ | 📍 मंत्रालय आज मंत्रालयात हवाई रुग्णवाहिका सेवा सुरू करण्यासंदर्भात महत्वाच्या बैठकीचे आयोजन करण्यात आले होते. या बैठकीला आरोग्य मंत्री प्रकाश आबिटकर, गृहराज्यमंत्री योगेश कदम, परिवहन आयुक्त राजेश नार्वेकर, यांच्यासह मोटार परिवहन विभाग, आरोग्य विभाग आणि पोलीस प्रशासनाचे वरिष्ठ अधिकारी उपस्थित होते. १५ नोव्हेंबर पर्यंत या प्रकल्पांची प्रमाणित कार्यपद्धती तयार करून त्याला मंजुरी देणे, नोव्हेंबर अखेरपर्यंत उच्चाधिकार समितीची मंजुरी घेऊन निविदा प्रक्रिया राबविण्यात येणार असून नवीन वर्षाच्या सुरुवातीला हवाई रुग्णवाहिका सेवा सुरू करण्यात येणार आहे. राज्यात दरवर्षी सुमारे १५ हजार रस्ते अपघात होत असल्याची माहिती असून, अनेक अपघातांमध्ये जखमींना वेळेत उपचार मिळणे हे मोठे आव्हान ठरते. राज्यातील महामार्गांवर होणाऱ्या गंभीर अपघातांमधील जखमींना वेळेत वैद्यकीय उपचार मिळावेत आणि त्यांचे प्राण वाचविण्यासाठी मदत व्हावी, या उद्देशाने हवाई रुग्णवाहिका सेवा सुरू करण्याचे नियोजन करण्यात येत आहे. अपघातानंतरचा पहिला तास म्हणजेच ‘गोल्डन अवर’ अत्यंत महत्त्वाचा असतो. या निर्णायक काळात जखमींना तातडीने ट्रॉमा केअर सेंटरपर्यंत पोहोचविण्यासाठी हवाई रुग्णवाहिकेचा पर्याय प्रभावी ठरू शकतो. समृद्धी महामार्ग, मुंबई-पुणे द्रुतगती महामार्ग आणि मुंबई-गोवा महामार्ग या महत्त्वाच्या मार्गांवर अपघातग्रस्तांना जलद वैद्यकीय मदत मिळावी, यासाठी विशेष व्यवस्था उभारण्याचे नियोजन आहे. रस्ते अपघात रोखणे ही प्राथमिक जबाबदारी असली, तरी अपघात झाल्यानंतर जखमींना वेळेत उपचार मिळणेही तितकेच महत्त्वाचे आहे. अपघातग्रस्तांना वेळेत उपचार मिळावेत आणि केवळ मदत पोहोचण्यास झालेल्या विलंबामुळे कोणाचाही जीव जाऊ नये, यासाठी प्रभावी यंत्रणा उभारणे आवश्यक आहे, या दृष्टिकोनातून हवाई रुग्णवाहिका सेवेच्या नियोजनाला महत्त्व प्राप्त झाले आहे. #PratapSarnaik #TransportMinister #AirAmbulance #Maharashtra #EmergencyResponse @iYogeshRKadam
— Pratap Baburao Sarnaik (@PratapSarnaik) October 13, 2026
એસઓપી તૈયાર કરાશે
આ સંદર્ભમાં સંબંધિત ડિપાર્ટમેન્ટ અને અધિકારીઓ સાથે એક બેઠક આયોજિત કરી હતી. પરિવહન પ્રધાનના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ માટે ૧૫ નવેમ્બર સુધીમાં એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) તૈયાર કરીને તેને મંજૂરી આપવાની યોજના છે. ત્યારબાદ નવેમ્બરના અંત સુધીમાં હાઇપાવર કમિટીની મંજૂરી મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા લાગુ કરવામાં આવશે. આ પ્રક્રિયા પછી નવા વર્ષની શરૂઆતમાં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાનું આયોજન છે.
સમૃદ્ધિ, મુંબઈ-પુણે અને મુંબઈ-ગોવા હાઈવેને પ્રાધાન્ય
રાજ્યમાં સૌથી વધુ વપરાતા હાઈવે અને ઍક્સિડન્ટનું પ્રમાણ જોતા ઍર ઍમ્બ્યુલન્સ માટે પ્રાથમિકતા સમૃદ્ધિ હાઈવે, મુંબઈ-પુણે એક્સપ્રેસવે અને મુંબઈ-ગોવા હાઈવેને આપવામાં આવશે. આ મહત્ત્વના હાઈવે પર અકસ્માતનો ભોગ બનેલા લોકોને ઝડપી તબીબી સહાય મળે તે સુનિશ્ર્ચિત કરવા માટે એક ખાસ મિકેનિઝમ સ્થાપવાનું આયોજન છે. આ મિકેનિઝમ હેઠળ ઍર ઍમ્બ્યુલન્સ સેવાની ઉપલબ્ધતા, જખમીઓને ટ્રોમા કેર સેન્ટરમાં સુરક્ષિત રીતે લઈ જવા માટેની પ્રક્રિયાઓ અને વિવિધ ઈમર્જન્સી ઓથોરિટી વચ્ચે સંકલન પર વિશેષ ભાર મૂકવામાં આવશે.
જુદા જુદા ડિપાર્ટમેન્ટ વચ્ચે સંકલનની આવશ્યકતા
‘ઍર ઍમ્બ્યુલન્સ’ સેવા સાથે અકસ્માતનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે પરિવહન વિભાગ, આરોગ્ય વિભાગ અને પોલીસ વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે એક સંચાલન પ્રક્રિયા ઘડવામાં આવશે. આ માટે ટ્રોમા કેર સેન્ટરોનું નેટવર્ક નક્કી કરવા, સેવા પ્રદાતાઓનું પેનલ બનાવવા, રોડ સેફટી ફંડમાંથી જરૂરી નાણાકીય જોગવાઈ કરવા અને કટોકટી પ્રતિભાવ માટે માનક સંચાલન પ્રક્રિયા વિકસાવવા જેવા પગલાં પર ભાર મૂકવામાં આવશે.