Wed Oct 14 2026

Logo

CJPને અમેરિકાથી મળી રહ્યું છે ફંડિંગ: મેરી મિલબેનનો આરોપ, કહ્યું- ભારતમાં અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર

2026-10-14 14:40:40
Author: Mumbai Samachar Team
CJPને અમેરિકાથી મળી રહ્યું છે ફંડિંગ: મેરી મિલબેનનો આરોપ, કહ્યું- ભારતમાં અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર

અમેરિકી ગાયિકા મેરી મિલબેનને બુધવારે CJP પર મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, 'અમેરિકામાં કોકરોચ જનતા પાર્ટીને ડોનર્સથી ફંડિંગ મળી રહ્યું છે. તેમણએ કહ્યું કે આ ચુપ રહેવાનો સમય નથી. ભારતના બધા યુવા દેશભક્તોને અપીલ છે કે તેઓ આગળ આવે અને આ સંગઠનની વિનાશકારી સોચ સામે શાંતિપૂર્ણ વિરોધ કરે

મિલબેને આ વાતો ત્યારે કહી જ્યારે વિપક્ષી પક્ષો અને કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સમર્થકો નવી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તેઓ મતદાર યાદીના 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) માં કથિત ગેરરીતિઓને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા હતા.

ગાયિકાએ શું કહ્યું? 

41 વર્ષીય ગાયિકાએ કહ્યું કે CJP નેતા અભિજીત દીપકે અને તેમની પાર્ટીને અમેરિકામાં રહેલા એવા દાતાઓ તરફથી ભંડોળ (ફંડિંગ) મળી રહ્યું છે, જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના નેતૃત્વ હેઠળ તમારા ભવિષ્યની વિરુદ્ધ છે

દાતાઓ (ડૉનર્સ) વિશે શું કહ્યું?

તેમણે કહ્યું, 'આ પસંદગીના દાતાઓની વિશ્વભરમાં એક જ રીત છે. રૂઢિચુસ્ત વૈશ્વિક નેતાઓને નિશાન બનાવવા, તે દેશમાંથી અમેરિકામાં ભણેલી-ગણેલી વ્યક્તિને શોધવી. તેમને કટ્ટરપંથી બનાવવા, તેમને પાછા દેશ મોકલવા અને તેમને અરાજકતા તથા તબાહી ફેલાવવા માટે ફંડિંગ આપવું. આમાંથી કોઈ પણ સફળ થયું નથી, પરંતુ દેશના વિકાસ અને શાસન પર અસર ચોક્કસ કરી છે.'

અમેરિકન ગાયિકાએ કહ્યું કે લોકશાહી અને સ્વતંત્રતા જાળવી રાખવા માટે હંમેશાં એક વળતું આંદોલન હોવું જોઈએ. તેમણે કહ્યું, 'ભારતમાં એક નવા અવાજ માટે આ સમય છે. જે ભારતની ધરતી પર જન્મ્યો હોય, ઉછર્યો હોય અને શિક્ષિત થયો હોય. તે આગળ આવે, સંગઠિત થાય અને 'કોકરોચ પાર્ટી'ની વિનાશક વિચારસરણી સામે શાંતિપૂર્ણ વિરોધ કરે. ઊઠો, યુવા દેશભક્તો ઊઠો.'

કોણ છે મિલબેન?

મિલબેન એક જાણીતી આફ્રિકન-અમેરિકન હોલીવુડ અભિનેત્રી અને ગાયિકા છે. તેઓ ભારતમાં ભારતના રાષ્ટ્રગીત અને ધાર્મિક ગીત 'ઓમ જય જગદીશ હરે' ગાવા માટે ખૂબ જાણીતા છે. મિલબેને 2023 માં અમેરિકામાં વડાપ્રધાનની મુલાકાત દરમિયાન એક કાર્યક્રમમાં ભારતનું રાષ્ટ્રગીત 'જન ગણ મન' ગાયું હતું.