Wed Oct 14 2026

Logo

ભારત, ઇંગ્લૅન્ડ, વેસ્ટ ઇન્ડિઝના આ દિગ્ગજ ખેલાડીઓ પ્રિન્સ વિલિયમ સાથે ટેનિસ બૉલ ક્રિકેટ રમ્યા...

London   2026-10-14 17:36:52
Author: Ajay Motiwala
ભારત, ઇંગ્લૅન્ડ, વેસ્ટ ઇન્ડિઝના આ દિગ્ગજ ખેલાડીઓ પ્રિન્સ વિલિયમ સાથે ટેનિસ બૉલ ક્રિકેટ રમ્યા...

લંડનઃ ભારતના ભૂતપૂર્વ કૅપ્ટનો સૌરવ ગાંગુલી અને અજિંક્ય રહાણે, ઇંગ્લૅન્ડના જૉ રૂટ તથા હૅરી બ્રૂક તેમ જ વેસ્ટ ઇન્ડિઝનો બ્રાયન લારા મંગળવારે લંડનમાં ઇંગ્લૅન્ડના રાજવી પરિવારના પ્રિન્સ વિલિયમ (Prince William) સાથે ટેનિસ બૉલ ક્રિકેટ રમ્યા હતા. મુંબઈમાં આવતા મહિને (17મી નવેમ્બરે) અર્થશૉટ (Earthshot) પ્રાઇઝ અવૉર્ડ્સ સેરેમની યોજાવાની છે અને એ પ્રસંગના પ્રચારના ભાગરૂપે આ ટેનિસ મૅચ રમાઈ હતી.

પ્રિન્સ વિલિયમે આ તમામ દિગ્ગજ ખેલાડીઓને લંડનમાં ધ બકિંગમ પૅલેસ નજીકના ધ મૉલમાં ટેનિસ બૉલ ક્રિકેટ રમવા માટે આમંત્રણ આપ્યું હતું અને આ મૅચ સલામતી બંદોબસ્ત વચ્ચે રમાઈ હતી જેને ઘણા પ્રેક્ષકોએ માણી હતી.

અજિંક્ય રહાણેએ સોશ્યલ મીડિયાની પોસ્ટમાં જણાવ્યું, `ક્રિકેટની રમતને લીધે મને વિશ્વના ઘણા સ્થળે રમવાનો અવસર મળ્યો હતો, પણ લંડનમાં ધ મૉલમાં ટેનિસ બૉલની મૅચ રમવાનો જે મોકો મળ્યો એ મને વર્ષો સુધી યાદ રહેશે. પ્રિન્સ વિલિયમ સાથે બહુમૂલ્ય સમય વીતાવવા મળ્યો તેમ જ દાદા (સૌરવ ગાંગુલી) તેમ જ બ્રાયન લારા, જૉ રૂટ, હૅરી બ્રૂક જેવા મિત્રો અને દિગ્ગજ ક્રિકેટરો સાથે રમવાનો મોકો મળ્યો એ બદલ મને ઘણી ખુશી થઈ છે. ક્રિકેટની રમત બધામાં કેવી એકતાની ભાવના લાવે છે એ વિશે તેમ જ ઇંગ્લૅન્ડમાં અને ભારતમાં અમે જે મૅચો રમ્યા એને લગતા અનુભવ અમે એકબીજા સાથે શૅર કર્યા હતા.

પીટીઆઇના અહેવાલ મુજબ મુંબઈમાં આવતા મહિને યોજાનારા અર્થશૉટ પ્રાઇઝ અવૉર્ડ્સ સમારોહ પર્યાવરણને લગતા પરિબળો પર આધારિત છે.