Tue Oct 13 2026

Logo

ભૂવનેશ્વર કુમારની વાપસી અંગે અશ્વિન કુમારે આપ્યું મોટું નિવેદન, સફળતાનું ઈનામ...

2026-10-13 21:45:49
Author: Mumbai Samachar Team
ભૂવનેશ્વર કુમારની વાપસી અંગે અશ્વિન કુમારે આપ્યું મોટું નિવેદન, સફળતાનું ઈનામ...

નવી દિલ્હી: ભારતના પૂર્વ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું માનવું છે કે ભૂવનેશ્વર કુમારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) માટે સતત સારુ પ્રદર્શન કરવા છતાં કદાચ ભારતીય ટીમમાં વાપસી વિશે વિચાર્યું પણ નહીં હોય અને તેના પ્રદર્શને ચાર વર્ષ પછી રાષ્ટ્રીય ટી20 ટીમમાં તેના વાપસીનો માર્ગ મોકળો કર્યો હતો. આગામી સપ્તાહથી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શરૂ થનારી પાંચ મેચની ટી-20 સીરિઝ માટે ભૂવનેશ્વર કુમારની ભારતીય ટીમમાં વાપસી થઈ છે.

ભારતના ભૂતપૂર્વ ઓફ સ્પિનર અશ્વિનનું માનવું છે કે આ અનુભવી ઝડપી બોલરે તેના પ્રદર્શનના સંભવિત ઈનામની ચિંતા કરવાને બદલે તેની જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 

અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે, "મને લાગે છે કે ભૂવનેશ્વર કુમારે કદાચ વાપસી વિશે વિચાર્યું પણ નહીં હોય. મને લાગે છે કે તે તેની સફળતાનો મંત્ર હશે. જ્યારે હું તેને જોઉં છું  ત્યારે મને લાગે છે કે મેં મારી પોતાની કારકિર્દીમાં પણ આવું જ અનુભવ્યું છે. તે તેના માર્ગ પર ચાલતો રહ્યો."

વધુમાં તેણે કહ્યું હતું કે, "તેણે સારું પ્રદર્શન કરવા, નવા બોલથી સારી બોલિંગ કરવા અને આરસીબીમાં યોગદાન આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું." તેણે જે કંઈ કરી શકે તે કર્યું. ટીમમાં તેમની વાપસી તેમની સફળતાનું ઈનામ છે. તે સતત કામ કરતા રહ્યો અને સફળતા તેમની પાછળ પાછળ આવી."

મોહમ્મદ શમીની વાપસી પર અશ્વિને કહ્યું કે અનુભવી ઝડપી બોલરની વાપસી હજુ પણ શક્ય છે, જો તે જરૂરી સખત મહેનત કરવા તૈયાર હોય. ભારત માટે 106 ટેસ્ટ રમનારા 40 વર્ષીય અશ્વિને કહ્યું હતું કે, "તે ક્રિકેટર પર આધાર રાખે છે. જો કોઈ ખેલાડી માને છે કે તે વાપસી કરી શકે છે, તો તેમણે સખત મહેનત કરવી પડશે."

અશ્વિને કહ્યું હતું કે, "મારો જસપ્રીત બુમરાહ સાથે ખૂબ જ સારો સંબંધ છે. અમે હંમેશા મજાક કરીએ છીએ ક્રિકેટર તરીકે અમારી વચ્ચે બહુ વાતચીત થતી નથી, તેથી અમારા સંબંધો મોટા ભાગે મજાક પર આધારિત છે."