નવી દિલ્હીઃ લદ્દાખ પ્રાંત પાસે આવેલી ઈન્ડો-ચીન બોર્ડરને લઈ અનેકવાર મુદ્દાઓ વિવાદમાં રહે છે. લદ્દાખને લઈ ચીને આપેલા નિવેદન બાદ ભારતના વિદેશ મંત્રાલયે ચીનને રોકડું પરખાવી દીધું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યુ હતું કે લદ્દાખ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે અને તે ભારતનો અભિન્ન ભાગ છે. કોઈ દેશના કહેવાથી આ હકીકત બદલી જવાની નથી. પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે લદ્દાખમાં આવેલી કુલ 28 જગ્યાઓની ઓળખ સર્વે ઓફ ઈન્ડિયાના સત્તાવાર નક્શા પર માપદંડ સાથે ઉલ્લેખિત છે. આ કામ લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ તથા સ્થાનિક હિતધારકો સાથે ચર્ચા વિચારણા બાદ લેવાયો છે.
ગેરકાયદે નિર્ણય ગણાવી દીધો
ચીને લદ્દાખમાં આવેલા પ્રાંતને પોતાની રહીતે નામ આપી દીધા હતા. આ મુદ્દો દિલ્હી સુધી પહોંચ્યા બાદ વિદેશ મંત્રાલયે ચોખવટ કરી હતી. પોતાની રીતે નામ જાહેર કરી દેતા ભારતે સમગ્ર વિષય પર વાંધો ઊઠાવ્યો હતો. આ પછી વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, 'સર્વે ઓફ ઈન્ડિયા' દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના નકશા પર આ સ્થળોને ઔપચારિક રીતે અંકિત કરવાનો ઉદ્દેશ્ય તેમની સચોટ ઓળખને સરળ બનાવવાનો અને સામાન્ય જનતામાં વધુ જાગૃતિ લાવવાનો છે.
ચીનના વિદેશ મંત્રાલયે ભારતના આ પગલાને એકપક્ષીય, તરફદારી ભર્યો અને સંપૂર્ણપણે ગેરકાયદે ગણાવ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું હતું કે આ નિર્ણય એકપક્ષીય છે અને ચીન દ્વારા માન્યતા પ્રાપ્ત નથી. લદ્દાખનો કેન્દ્રશાસિત પ્રદેશ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યો હતો. ચીન ભારતના માનક નામોની જાહેરાતનો વિરોધ કરે છે અને આ પગલાને સંપૂર્ણપણે ગેરકાયદેસર માને છે. ભારતના વલણ અંગેના પ્રશ્નના જવાબમાં, માઓ નિંગે સ્પષ્ટતા કરી કે આ પ્રદેશો ચીનના છે અને ભારત દ્વારા નામો સોંપવા અથવા બદલવાની કાર્યવાહી જમીન પર પ્રાદેશિક સાર્વભૌમત્વની વાસ્તવિકતાને બદલતી નથી.
Our response to media queries regarding comments made by the Chinese side on Ladakh. 🔗 https://t.co/guiOKfNImD https://t.co/V1tk6dkIKH
— Randhir Jaiswal (@MEAIndia) October 13, 2026
ચીનનો ખોટો દાવો
માઓ નિંગે જણાવ્યું હતું કે, ચીન લદ્દાખના કહેવાતા કેન્દ્રશાસિત પ્રદેશને માન્યતા આપતું નથી, જેને ભારતે એકતરફી અને ગેરકાયદે સ્થાપિત કર્યો છે. હકીકતમાં લદ્દાખમાં આવતા પ્રદેશ ભારતના છે જેના પર ચીને ખોટી રીતે નામકરણ કરીને પોતાના પ્રદેશ હોવાનો દાવો કર્યો હતો. એ વિષય પર વાત કરતા માઓએ ઉમેર્યું કે, બેઇજિંગ ભારત દ્વારા સ્થળોના નામ પ્રમાણિત કરવાની કાર્યવાહીનો સખત વિરોધ કરે છે. ભારતનું આ પગલું ગેરકાયદે અને અમાન્ય છે. યોગ્ય નથી. વાસ્તવિકતા એ છે કે બંને દેશો વચ્ચેની સરહદનો પશ્ચિમી વિસ્તાર હંમેશા ચીનનો હિસ્સો રહ્યો છે. ભારતે બીજી ઓક્ટોબરે આ સ્થળો માટે સત્તાવાર નામો નક્કી કર્યા હતા. આ બાબતે એક નિવેદન પણ બહાર પાડ્યું હતું.
જનજાગૃતિ લાવવાનો હેતુ
એવું જાણવા મળ્યું છે કે લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલા 28 સ્થળો અને ભૌગોલિક વિશેષતાઓનાં નામો સ્થાનિક વહીવટીતંત્ર સાથે પરામર્શ કરીને નક્કી કરવામાં આવ્યા હતા. આ સ્થળો અને ભૌગોલિક વિશેષતાઓને 'સર્વે ઓફ ઈન્ડિયા'ના અધિકૃત નકશાઓમાં તેમના પ્રમાણિત નામો સાથે દર્શાવવામાં આવ્યા છે, તેમાં અતિશા ગિરી, બ્રાંગસા અને ચાપચિંગલ પાસ જેવા સ્થળોનો સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, આનો ઉદ્દેશ્ય આ સ્થળોની સચોટ ઓળખ સુનિશ્ચિત કરવાનો અને તે અંગે જનજાગૃતિ લાવવાનો છે.