નવસારી: જિલ્લાના જલાલપોર તાલુકાના અબ્રામા ગામ નજીક બે બાઈક વચ્ચે ટક્કર થતાં બે યુવકોનાં કરૂણ મોત થયાં હતા. આ અકસ્માતમાં વિજલપોર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા જવાન ચંદ્રકાંતભાઈ ટંડેલ અને પંચમહાલના યુવક તિરેન્દ્રકુમારનું મોત થતાં બંને પરિવારોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર, ચંદ્રકાંતભાઈ ટંડેલ નાઈટ શિફ્ટમાં ફરજ બજાવવા માટે કૃષ્ણપુરથી વિજલપોર ફાયર સ્ટેશન તરફ બાઈક પર જઈ રહ્યા હતા. આ દરમિયાન અબ્રામા ગામ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી અન્ય બાઈક સાથે તેમની બાઈક અથડાઈ હતી. બે બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં બંને યુવકો મોતને ભેટ્યા હતા.
કાયદેસરની તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જલાલપોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો, બંને બાઈક કઈ દિશામાંથી આવી રહી હતી અને ટક્કર થવા પાછળનાં ચોક્કસ કારણો શું હતાં, તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં સામે આવતી વિગતોના આધારે અકસ્માતની સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.
અકસ્માતમાં ફાયર જવાન ચંદ્રકાંતભાઈ ટંડેલ અને પંચમહાલ જિલ્લાના પીતેન્દ્ર નામના યુવકનું ગંભીર ઈજાઓને કારણે મોત થયું. જલાલપોર પોલીસે મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.આ ઘટના પાછળ વાહનોની વધુ ગતિ અને અંધારાને કારણે અકસ્માત થયો હોવાનું અનુમાન છે. પોલીસ યોગ્ય વિગત સાથે આ કેસની ઊંડી તપાસ શરૂ કરશે. પોલીસ રિપોર્ટ તૈયાર થયા બાદ આ કેસમાં વધુ વિષય સ્પષ્ટ થશે.
પ્રતીકાત્મક તસવીર