વડોદરાઃ ગુજરાતમાં અનેક જગ્યાએ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતીઓ જ નહીં પરંતુ દેશ-વિદેશના લોકો પણ નવરાત્રિમાં ગરબા રમવા માટે ઘેલા થઈ જતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, વડોદરામાં ભવ્ય રીતે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક રાજ્યો અને દેશોમાંથી લોકો નવરાત્રિ દરમિયાન ગરબા રમવા માટે ગુજરાતમાં આવતા હોય છે, તેમાં વડોદરામાં આયોજિત નવરાત્રિમાં ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ પણ ગરબા રમતા જોવા મળ્યાં હતાં.
‘યુનાઇટેડ વે બરોડા’માં ગરબે રમ્યા એર ચીફ માર્શલ
વિગતે વાત કરવામાં આવે તો વડોદરામાં આયોજિત સૌથી જૂના અને પ્રતિષ્ઠિત યુનાઇટેડ વે ઓફ બરોડા (United Way of Baroda)માં ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે હાજરી આપી હતી.
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે વાયુસેના પ્રમુખ અમર પ્રીત સિંહ એરફોર્સ સ્ટેશનના નિરીક્ષણ માટે વડોદરા આવ્યાં હતાં. પરીક્ષણ કર્યા બાદ તેઓ ગરબે રમવા માટે તેઓ યુનાઇટેડ વે બરોડામાં પહોંચ્યા હતા. અહીં તેમણે માં અંબાની આરાધના કરી અને સાથે ગરબે રમતા પણ જોવા મળ્યાં હતાં.
વડોદરામાં આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ભારતીય વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ ગરબે રમતા જોવા મળ્યા #IAFChiefAmarPreetSingh #Navarati2026 #Garba #Unitedwaybaroda https://t.co/8ESxHhVOki
— Vimal Prajapati GJ (@mgvimal_12) October 14, 2026
નોંધનીય છે કે, એર ચીફ માર્શલ અમર પ્રીત 30 સપ્ટેમ્બર 2024ના રોજ ભારતીય વાયુસેનાના પ્રમુખ બન્યાં હતાં.એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી સેવાનિવૃત્ત થયા તે પછી એર ચીફ માર્શલ અમર પ્રીતે આ પદ સંભાળ્યું હતું. દિલ્હીમાં જન્મેલા અમર પ્રીત સિંહ તેમની સ્પષ્ટવક્તા તરીકે જાણીતા છે.
એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ આગામી 31 ઓક્ટોબર 2026ના રોડ સેવાનિવૃત્ત થઈ રહ્યાં છે. તેમના સ્થાને હવે એર માર્શલ આશિતોષ દીક્ષિત આ પદ સંભાળશે. એર માર્શલ આશિતોષ દીક્ષિત ભારતના 23માં વાયુસેના પ્રમુખ હશે.