હૈદરાબાદઃ અહીં વેસ્ટ ઇન્ડિઝ સામે આજે (સાંજે 7.00 વાગ્યાથી) ભારત સામે ટી-20 સિરીઝની જે ચોથી મૅચ રમાશે એમાં અભિષેક શર્મા અને ઇશાન કિશનને પ્લેઇંગ-ઇલેવનમાં સ્થાન મળવાની પાક્કી સંભાવના છે, પરંતુ નીતીશ કુમાર રેડ્ડીને પણ એમાં સ્થાન મળશે તો કૅરિબિયનોના પરાજયની સંભાવના વધી જશે, કારણકે હૈદરાબાદ આ ત્રણેય ખેલાડીઓનું `હોમ-ગ્રાઉન્ડ' છે. શ્રેયસ ઐયરના સુકાનમાં ભારતીય ટી-20 ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામેની પાંચ ટી-20ની સિરીઝમાં 2-1થી આગળ છે.
અભિષેક (Abhishek), કિશન અને નીતીશ આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ટીમમાં છે અને તેમના માટે હૈદરાબાદમાં ઉપ્પલ ખાતેનું રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમ ઘર જેવું છે, કારણકે અહીં તેમણે છેલ્લા થોડા વર્ષોમાં હોમ-ક્રાઉડને અનેક વખત રોમાંચક ઇનિંગ્સ રમીને મનોરંજન કરાવ્યું છે.
Local boys in action today 🎬 About time for the 4⃣th #INDvWI T20I 🙌 #TeamIndia | @mflone_ https://t.co/vajLXCRHJS
— BCCI (@BCCI) October 14, 2026
આ વર્ષની બાવીસમી મેની જ વાત કરીએ. હૈદરાબાદમાં આઇપીએલ-2026ની અંતિમ મૅચ બાવીસમી મેએ રમાઈ હતી જેમાં અભિષેક, કિશન અને નીતીશના બૅટિંગ પર્ફોર્મન્સને કારણે સનરાઇઝર્સ હૈદરાબાદે રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી) સામે હાઇ-સ્કોરિંગ મુકાબલામાં પંચાવન રનથી વિજય મેળવ્યો હતો.
રજત પાટીદારના સુકાનમાં આરસીબીની ટીમ પછીથી ચૅમ્પિયન બની એ વાત અલગ છે, પણ આપણે જે મૅચની વાત કરી રહ્યા છીએ એમાં સનરાઇઝર્સે આરસીબીની ટીમને લીગ મૅચમાં ઘોર પરાજય ચખાડ્યો હતો. એ મૅચમાં અભિષેક શર્મા (56 રન, બાવીસ બૉલ, પાંચ છગ્ગા, ચાર ચોગ્ગા), ઇશાન કિશન (79 રન, 46 બૉલ, ત્રણ છગ્ગા, આઠ ચોગ્ગા) અને નીતીશ રેડ્ડી (29 અણનમ, 12 બૉલ, ત્રણ છગ્ગા, એક ચોગ્ગો)ના બૅટિંગ પર્ફોર્મન્સની મદદથી ચાર વિકેટે 255 રન ખડકી દીધા હતા. આરસીબીની ટીમ વિરાટ (15 રન), પાટીદાર (56 રન), પડિક્કલ (21 રન) સહિતના ખ્યાતનામ ખેલાડીઓના સાધારણ પર્ફોર્મન્સને લીધે ચાર વિકેટે 200 રન બનાવી શકી હતી.