મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ ધરની આગામી ફિલ્મ ‘નય્યી નવેલી’ની રિલીઝ પહેલાં જ દર્શકો માટે એડવાન્સ ટિકિટ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ 16 ઑક્ટોબર, 2026ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફૅન્ટસી, કોમેડી અને પારિવારિક મનોરંજનથી ભરપૂર આ ફિલ્મ તહેવારોની સિઝનમાં દર્શકોને આકર્ષવાનો પ્રયાસ કરશે.
ફિલ્મમાં યામી ગૌતમ એક નવવધૂની ભૂમિકામાં જોવા મળશે. આ રીતે ફિલ્મમાં પારિવારિક સંબંધો સાથે રહસ્ય, કાલ્પનિક ઘટનાઓ અને હાસ્યનો સમન્વય જોવા મળશે. ‘નય્યી નવેલી’નું દિગ્દર્શન બાલાજી મોહને કર્યું છે, જ્યારે ફિલ્મની વાર્તા અને પટકથા સાથે હિમાંશુ શર્મા તથા દિવ્ય નિધિ શર્મા જોડાયેલા છે. ફિલ્મનું નિર્માણ આનંદ એલ. રાય અને હિમાંશુ શર્માએ કર્યું છે. આ ફિલ્મ એમેઝોન એમજીએમ સ્ટુડિયો અને કલર યેલો પ્રોડક્શન્સ દ્વારા રજૂ કરવામાં આવી રહી છે.
ફિલ્મમાં યામી ગૌતમનો અત્યાર સુધીની ભૂમિકાઓથી અલગ અંદાજ જોવા મળશે. ફૅન્ટસી, હળવી કોમેડી, ભારતીય લોકકથાઓ અને અલૌકિક તત્ત્વોને જોડતી આ ફિલ્મને પરિવાર સાથે માણી શકાય તેવા મનોરંજન તરીકે રજૂ કરવામાં આવી રહી છે. ફિલ્મનું સંગીત જી.વી. પ્રકાશ કુમારે આપ્યું છે.
ફિલ્મ રિલીઝ થવાને હવે માત્રે એક જ દિવસ બાકી હોવાથી નિર્માતાઓએ એડવાન્સ બુકિંગ શરૂ કર્યું છે. દર્શકો પોતાની પસંદગીના સિનેમાઘરો, શોનો સમય અને ટિકિટની ઉપલબ્ધતા તપાસીને અગાઉથી બેઠકો બુક કરાવી શકે છે. હવે 16 ઑક્ટોબરે રિલીઝ થયા બાદ યામી ગૌતમની આ અનોખી ફૅન્ટસી-કોમેડી ફિલ્મને દર્શકો તરફથી કેવો પ્રતિસાદ મળે છે તેના પર સૌની નજર રહેશે.