નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પોલીસના મહિલા પત્રકારો સાથે થતી વર્તણૂકને ધ્યાનમાં લઈ એક તપાસ સમિતિનું ગઠન કરવાના સંકેત આપી દીધા છે. આ સાથે દેશની સર્વોચ્ચ અદાલતે દિલ્હી પોલીસને મહિલા પત્રકારોને નહીં પકડવાના આદેશ આપ્યા છે. સમગ્ર કિસ્સો એવો છે કે નવી દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા પત્રકારો સાથે પોલીસે કરેલી ગેરવર્તણૂકને કોર્ટે ગંભીરતાથી લઈને આ વિષય ઉઠાવ્યો છે. કોર્ટે એવા સંકેત આપી દીધા છે કે જે આ વિષય સંબંધિત આરોપ છે અને તપાસ માટે એક કમિટી રચવા માટેના આદેશ આપી શકે છે.
કોર્ટે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું
આ કેસમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ વકીલ ઈન્દિરા જયસિંહ પાસેથી જરૂરી એવા ડૉક્યુમેન્ટને સીલબંધ કરવમાં આપી દેવા કહ્યું છે. એક કવરમાં એ મહિલા પત્રકારોના નામ હશે જેમની સાથે મારપીટ અથવા ગેરવર્તણૂંક થઈ છે. બીજા એક કવરમાં નિવૃત મહિલા જજ તથા પોલીસ અધિકારી નામ આપો જેને તપાસ કમિટીમાં સામેલ કરી શકાય. અથવા તેને સામેલ કરવા માટેની શક્યતાઓ છે. ઈન્દિરા જયસિંહએ બે સીલબંધ કવરમાં નામ અને ડૉક્યુમેન્ટ આપવા આદેશ કર્યા છે.
કમિટીની રચના તથા તે વિષય સંબંધિત અંતિમ નિર્ણય કોર્ટ લેશે. સુનાવણી દરમિયાન ઈન્દિરા જયસિંહે એક મહિલા પત્રકારની વાત કરીને એમની સુરક્ષા માટે દલીલ કરી હતી. વકીલના રિપોર્ટ અનુસાર પોલીસ અધિકારીએ એ પત્રકાર સામે અનુસૂચિત જાતિ-જનજાતી અધિનિયમ એક્ટ. અંતર્ગત FIR પણ ફાઈલ કરાવી છે. આ કેસમાં દિલ્હી પોલીસ ACP વિવેક ભગત તરફથી મહિલા પત્રકાર સામે પણ ફરિયાદ નોંધાઈ છે. જેનો ઉલ્લેખ કોર્ટમાં થયો.
મહિલા સુરક્ષા સાથે જોડાયેલો આ મુદ્દો
આ કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે દિલ્હી પોલીસને આદેશ આપ્યા હતા કે, મહિલા પત્રકારને કોઈ રીતે પકડવામાં ન આવે કે કોઈ રીતે તેની અટકાયત કરવામાં ન આવે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટેને કહ્યું હતું કે, જો મહિલા પત્રકારની આ કેસની તપાસમાં સામેલ થાય છે તો એને કોઈ રીતે પકડી ન શકાય, ધરપકડ ન કરી શકાય અને અટકાયત પણ ન કરી શકાય.
વકીલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, વિરોધ પ્રદર્શન જે સ્થળે થયું ત્યાં પત્રકાર અને રીલ બનાવનારા કોન્ટેટ ક્રિએટર વચ્ચે તફાવત ઓળખવો મુશ્કેલ છે.એ વાત પર કોઈ મતભેદ ન થવો જોઈએ કે, પત્રકાર નહીં કોઈ પણ મહિલા સાથે અભદ્રતા કે દુવ્યવહાર ન થવો જોઈએ. આ વાતમાં મહિલા પોલીસને પણ સુરક્ષાના દાયરામાં સામેલ કરી શકાય. કોર્ટે ઊઠાવેલા આ વિષય પર મહિલા પત્રકારો સાથે થયેલી ગેરવર્તણૂક પર નિષ્પક્ષ તપાસ કરવા માટેની માગ ઊઠી છે. કારણ કે, આ સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો છે.