Thu Oct 15 2026

Logo

દિલ્હી પોલીસને કૉલ કરી આપી ધમકી: થાણેના યુવકની ધરપકડ

2026-10-15 17:24:00
Author: Yogesh D. Patel
દિલ્હી પોલીસને કૉલ કરી આપી ધમકી: થાણેના યુવકની ધરપકડ

થાણે: દિલ્હી પોલીસના ક્ધટ્રોલ રૂમને કૉલ કરીને દેશની અર્થવ્યવસ્થાને નષ્ટ કરવાની ધમકી આપવા બદલ થાણે જિલ્લાની કાશીગાંવ પોલીસે 27 વર્ષના યુવકની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ધરપકડ કરાયેલા યુવકની ઓળખ નિખિલ સુદર્શન શર્મા (27) તરીકે થઇ હોઇ તે માનસિક રીતે અક્ષમ હોવાનું લાગી રહ્યું છે, એમ મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસ કમિશનરેટે યાદીમાં જણાવ્યું હતું.

કાશીગાંવ પોલીસ સ્ટેશનની હદમાં રહેતા યુવકે દિલ્હી પોલીસના ક્ધટ્રોલ રૂમને કૉલ કરીને જણાવ્યું હતું કે આગામી 12 કલાકમાં હું ભારતની અર્થવ્યવસ્થાને નષ્ટ કરી નાખીશ. પુષ્કળ પૈસા કમાઇશ અને વિદેશ ભાગી જઇશ, એવી માહિતી પોલીસને મળી હતી.

દરમિયાન પોલીસે યુવકનો મોબાઇલ નંબર મેળવ્યો હતો અને તેને સર્વેલન્સ પર રાખીને લોકેશન મેળવ્યા બાદ તેને કસ્ટડીમાં લીધો હતો. (પીટીઆઇ)