Thu Oct 15 2026

Logo

રાહુલ ગાંધી લોકશાહી માટે 'ખતરો'?: બાંગ્લાદેશનો ઉલ્લેખ કરી ભાજપના પ્રવક્તા માટે કર્યો મોટો હુમલો!

2026-10-15 18:05:00
Author: Mumbai Samachar Team
રાહુલ ગાંધી લોકશાહી માટે 'ખતરો'?: બાંગ્લાદેશનો ઉલ્લેખ કરી ભાજપના પ્રવક્તા માટે કર્યો મોટો હુમલો!

નવી દિલ્હીઃ SIRનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. આ પ્રકરણને લઈ વિપક્ષ સતત વિરોધ પ્રદર્શન કરવાના મૂડમાં છે તો બીજી તરફ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના કદાવર નેતાઓ વિપક્ષના ઈરાદાઓની સ્પષ્ટતા કરી રહ્યા છે. પહેલા સંબિત પાત્રા, પછી પીયુષ ગોયલ અને હવે ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ રાહુલ ગાંધી પર આક્ષેપ કર્યા છે.

ગૌરવ ભાટિયાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી વિપક્ષના એક મોટા અને જવાબદાર હોદ્દા પર છે, પણ ભારતીયો માટે દુર્ભાગ્ય છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના સતત બદલાતા માપદંડ ભારતીય બંધારણના કેટલાક મુદ્દાઓ પર સવાલ ઊભા થાય એવું કરી રહ્યા છે. 

બંધારણના મુદ્દાથી અજાણ નેતા
રાહુલ ગાંધી ભારતીય લોકતંત્રની અંદર અરાજકતાના પ્રતીક બન્યા છે, આ વાતની હકીકત સામે આવી છે. આજે આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થઈ છે. આપણે સૌ એ વાત જાણીએ છીએ કે, રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે. પણ રાહુલ ગાંધી અરાજકતા, અપરિપક્વ અને ગેરજવાબદાર તથા બંધારણના કેટલાક મુદ્દાઓથી અજાણ છે.

કોંગ્રેસ બેવડા માપદંડથી ચાલે છે. રાહુલ ગાંધી તથા એની પાર્ટી અરાજકતાને વેગ આપે છે. સમર્થન કરે છે. 
યુનિફોર્મમાં આપણી બહેનો સાથે જે થયું એ પાછળ જવાબદાર કોણ? વિરોધ પ્રદર્શન કરવું એક મૌલિક અધિકાર છે પણ આ વિરોધ કરવો એ કંઈ પોતાની મર્યાદા પાર કરવી, બંધારણીય ઢાંચાની બાહર જવું અને કોઈ પણ સ્થાને નારેબાજી કરવાનું લાઇસન્સ આપે છે? એ પછી સુપ્રીમ કોર્ટનું પરિસર જ કેમ ન હોય? આવી પ્રવૃતિ કરવા માટે ચોક્કસ જગ્યાઓ નક્કી છે. વિરોધ પ્રદર્શન પણ શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ. કાયદેસર રીતે થવું જોઈએ. પૂર્વ મંજૂરી સાથે થવું જોઈએ. આ જ દેશનો કાયદો છે. 

બાંગ્લાદેશનો ઉલ્લેખ
10-11ના ઓક્ટોબરના રાહુલ ગાંધી એવું કહે છે કે, અમે પ્રદર્શન કરતા કરતા સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. સુપ્રીમ કોર્ટનું પરિસર એક ન્યાય મંદિર પણ છે. મોટી સંખ્યામાં લોકોને એકઠા કરીને શું ન્યાયપાલિકાને ભયભીત કરવાનો ઈરાદો છે? મોટી સંખ્યામાં એકઠા થવું, નારેબાજી કરવી આ બધુ ખરેખર શું છે.
 
કોઈ જવાબદાર નાગરિક આવું કરવાનું વિચારી પણ ન શકે. પણ રાહુલ ગાંધીએ આવું કર્યું. નેહા બોરા તો બાંગ્લાદેશથી પ્રેરણા લઈને કેટલીય વાતો કરે છે. શું તેણે એલાન કરી દીધું છે કે, બંધારણ અને ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની એમને આસ્થા નથી એમ? દિલ્હીનું કનોટ પ્લેસ વિરોધ પ્રદર્શન કરવા માટેની કોઈ જગ્યા નથી.