Thu Oct 15 2026

Logo

રાજકોટમાં લૂંટ વીથ મર્ડરના રૂપિયા 1.53 કરોડના કેસનો ભેદ ઉકેલાયો, પોલીસે રાજસ્થાનથી ટોળકીને ઝડપી

2026-10-15 16:52:00
Author: Chandrakant Kanoja
રાજકોટમાં લૂંટ વીથ મર્ડરના રૂપિયા 1.53 કરોડના કેસનો ભેદ ઉકેલાયો, પોલીસે રાજસ્થાનથી ટોળકીને ઝડપી

AI Image


રાજકોટ: ગુજરાતના રાજકોટમાં  થોરાળા વિસ્તારમાં રૂપિયા 1.53 કરોડના લૂંટ વીથ મર્ડર કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી. જેમાં આ ઘટનાને અંજામ આપનારા ચાર લોકો સહિત મદદ કરનારા 9 લોકોને લૂંટના મુદ્દામાલ સાથે રાજસ્થાનના ઉદયપુરથી પકડી લીધા છે.આ ટોળકીને હવે રાજકોટમાં લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. 

ગોળી વાગવાથી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું 

આ અંગે મળતી વિગતો મુજબ 14 ઓકટોબરના રોજ  રાજકોટના આજી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી તન્વી એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના કર્મચારી લાલભાઈ સરધારા સોના-ચાંદીના દાગીના લઈને એક્ટિવા પર જઈ રહ્યા હતા. આ દરમિયાન કારમાં આવેલા ચાર લૂંટારુઓએ તેમને આંતરી દાગીનાથી ભરેલો થેલો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, લાલભાઈએ લૂંટારુઓનો પ્રતિકાર કરતાં એક શખ્સે તેમની છાતીના ભાગે ગોળી ધરબી દીધી હતી. તેમજ છાતીના ભાગે ગોળી વાગવાથી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. 

લુટારાઓ 1.53 કરોડનો મુદ્દામાલને લઇને ફરાર 

આ ઘટનામાં લુટારાઓ  અંદાજે 946 ગ્રામ (આશરે 1 કિલો) સોનું અને 2 કિલો ચાંદીનો પાવડર મળીને કુલ ₹1,53,20,000 ની કિંમતના દાગીના અને કિંમતી ધાતુ લૂંટીને ફરાર થઈ ગયા હતા. તેમજ દિન દહાડે થયેલી હત્યા અને લૂંટની ઘટનાને પગલે રાજકોટ પોલીસ કમિશનરે સમગ્ર શહેરમાં કડક નાકાબંધી કરાવી હતી. તેમજ ક્રાઈમ બ્રાન્ચ, SOG અને થોરાળા પોલીસની અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી. 

પરપ્રાંતીય શખ્સોને રાજકોટ પોલીસે રાજસ્થાનમાંથી દબોચી લીધા

આ અંગે  પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું  કે કંપનીના જ ચાર પૂર્વ કર્મચારીઓએ કંપનીના રોજિંદા સમય અને રૂટની માહિતીનો ઉપયોગ કરીને આ લૂંટનું પ્લાનિંગ કર્યું હતું. તેમજ લૂંટ આચરીને ભાગેલા આ પરપ્રાંતીય શખ્સોને રાજકોટ પોલીસે રાજસ્થાનમાંથી દબોચી લીધા છે. 

પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ 

તેમજ પોલીસને મળેલી પ્રાથમિક માહિતીમાં આ ગુનામાં પરપ્રાંતિય શખ્સોની ગેંગ સંડોવાયેલી હોવાનું  જાણવા મળ્યું હતું. તેમજ કુલ નવ શખ્સોની સંડોવણી ખૂલી છે. પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ અને ગુનાને લગતી અન્ય વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.