Tue Oct 20 2026

Logo

આજનું રાશિફળ (20-10-2026): આજે દશેરા પર અટવાયેલા પૈસા પરત મળશે કે નવી ડીલ થશે ફાઈનલ? જોઈ લો તમારા માટે કેવો રહેશે દિવસ?

2026-10-20 00:01:00
Author: Mumbai Samachar Team
આજનું રાશિફળ (20-10-2026): આજે દશેરા પર અટવાયેલા પૈસા પરત મળશે કે નવી ડીલ થશે ફાઈનલ? જોઈ લો તમારા માટે કેવો રહેશે દિવસ?

મેષઃ
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશે. કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અટવાયેલા કામો પૂરા થવાથી રાહત અનુભવાશે અને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. નાણાકીય દ્રષ્ટિએ દિવસ લાભદાયી જણાય છે, અણધાર્યા ધનલાભની શક્યતા છે. વેપાર સાથે જોડાયેલા જાતકો માટે નવી ભાગીદારી અથવા સોદા ફાયદાકારક સાબિત થશે. પરિવારમાં સુખ-શાંતિનો માહોલ રહેશે અને જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સફળતા મળશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, છતાં વધુ પડતા તણાવથી દૂર રહેવું.

વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળ આપનારો રહેશે, તેથી દરેક નિર્ણય સમજી-વિચારીને લેવો જરૂરી છે. ઓફિસમાં સહકર્મીઓ સાથે વિવાદ ટાળવો અને પોતાના કામ પર પૂરતું ધ્યાન આપવું. આર્થિક બાબતોમાં બિનજરૂરી ખર્ચ વધી શકે છે, જેથી બજેટ પર નિયંત્રણ રાખવું હિતાવહ રહેશે. વેપારીઓએ જોખમી રોકાણોથી દૂર રહેવાની જરૂર છે. પારિવારિક જીવનમાં પરસ્પર તાલમેલ જાળવી રાખવો અને વડીલોની સલાહને પ્રાધાન્ય આપવું. પ્રેમસંબંધોમાં ગેરસમજ ટાળવી. મોસમી બીમારી કે થાક અનુભવાય તો આરામ કરવો. દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી આજે તમને નિરાશાજનક માહિતી મળી શકે છે. 

મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આજે તમારી બૌદ્ધિક ક્ષમતા અને વાણીના પ્રભાવથી આજે અટકેલા કામો આસાનીથી પાર પડશે. નોકરી કરતા જાતકો માટે પ્રગતિના નવા દરવાજા ખૂલશે અને નવી તકો સામે આવી શકે છે. વેપાર-ધંધામાં રોકાણ માટે આજનો દિવસ શુભ છે અને સારો નફો મળવાના યોગ છે. સામાજિક વર્તુળમાં માન-સન્માન વધશે તથા મિત્રો સાથે સારો સમય વિતશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ અથવા શુભ કાર્ય અંગે ચર્ચા થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ પરિણામ લાવશે. શારીરિક અને માનસિક રીતે તમે સ્ફૂર્તિ અનુભવશો. જીવનસાથી સાથે શોપિંગ પર જશો, પરંતુ બજેટનું ખાસ ધ્યાન રાખવું પડશે. 

કર્કઃ
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ભાવનાત્મક રીતે દિવસ થોડો સંવેદનશીલ રહી શકે છે, માટે મનને શાંત રાખવાનો પ્રયાસ કરવો. કાર્યસ્થળ પર કામનું ભારણ વધુ રહેશે, પરંતુ તમારી મહેનતનું યોગ્ય પરિણામ ચોક્કસ મળશે. આર્થિક રીતે સ્થિતિ સામાન્ય રહેશે, જોકે ઉતાવળે કરાયેલા ખર્ચાઓ પર કાબૂ રાખવો જરૂરી છે. જમીન કે મકાનને લગતા મામલાઓમાં પ્રગતિ જોવા મળશે. પારિવારિક જીવનમાં સુમેળ જળવાઈ રહેશે અને પરિવારના સભ્યો તમારી ભાવનાઓને સમજશે. જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. નિયમિત યોગ કે હળવી કસરત કરવાથી સ્વાસ્થ્ય સારું રહેશે. ઘર-ગાડી ખરીદવાનું તમારું સપનું સાકાર થઈ રહ્યું છે. 

સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે આદનો દિવસ આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતાથી ભરપૂર દિવસ રહેશે. નોકરીમાં તમારી પ્રતિભાની પ્રશંસા થશે અને કોઈ નવી જવાબદારી તમને સોંપાઈ શકે છે. વ્યાપારિક ક્ષેત્રે નવી યોજનાઓ શરૂ કરવા માટે અનુકૂળ સમય છે, જેમાં આગળ જતાં મોટો ફાયદો થશે. નાણાકીય આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. સામાજિક ક્ષેત્રે તમારો પ્રભાવ વધશે અને પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે. પરિવાર સાથે આનંદદાયક સમય પસાર થશે અને પરસ્પર પ્રેમ વધશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, ઉત્સાહ જળવાઈ રહેશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. જીવનસાથી તમારા માટે આજે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશે. 

કન્યાઃ 
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. આજે તમારે દરેક બાબતમાં આયોજનબદ્ધ રીતે આગળ વધવું પડશે. કાર્યક્ષેત્રમાં વિરોધીઓ સક્રિય થઈ શકે છે, પરંતુ તમારી ચતુરાઈથી તમે સ્થિતિ સંભાળી લેશો. નાણાકીય લેવડદેવડ કરતી વખતે ખાસ સાવધાની રાખવી અને અજાણ્યા વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ ન કરવો. વેપારમાં ગ્રાહકો સાથે નમ્રતાપૂર્વક વ્યવહાર કરવો ફાયદાકારક રહેશે. ઘર-પરિવારમાં કોઈ નાની વાતને લઈને તણાવ ન વધે તેનું ધ્યાન રાખવું. સંતાનોના ભવિષ્યને લગતી ચિંતા હળવી થશે. આંખો કે પેટ સંબંધિત સામાન્ય તકલીફ થઈ શકે છે, કાળજી રાખવી.

તુલાઃ
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખૂબ જ અનુકૂળ અને પ્રગતિશીલ સાબિત થશે. કાર્યક્ષેત્રમાં ટીમવર્ક દ્વારા ઉત્તમ પરિણામો મેળવી શકશો અને ઉપરી અધિકારીઓ ખુશ રહેશે. આર્થિક રીતે દિવસ સારો રહેશે; અગાઉ કરેલા રોકાણમાંથી લાભ મળવાની પૂરી સંભાવના છે. વેપારમાં વિસ્તરણ માટે નવા રસ્તાઓ ખુલશે. કલાત્મક કે સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ સફળતા મળશે. દાંપત્યજીવન મધુર બનશે અને અપરિણીત લોકો માટે સારા સંબંધો આવી શકે છે. માનસિક પ્રસન્નતા રહેશે અને સ્વાસ્થ્ય સારું રહેશે. આજે દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે. 

વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. આજે તમારા પ્રયત્નો અને મહેનતનું ધાર્યું પરિણામ મળવાનો યોગ છે. કાર્યસ્થળ પર તમારી એકાગ્રતા ઉત્તમ રહેશે, જેનાથી જટિલ કાર્યો પણ સરળતાથી ઉકેલાઈ જશે. વેપારમાં નવી ડીલ ફાઇનલ થઈ શકે છે, જે ભવિષ્યમાં આર્થિક મજબૂતી લાવશે. જૂના દેવામાંથી મુક્તિ મેળવવા માટે દિવસ સારો રહેશે. પારિવારિક જવાબદારીઓ વધશે, જેને તમે ઉત્સાહપૂર્વક નિભાવી શકશો. જૂના મિત્રો સાથે અચાનક મુલાકાત થતાં મન પ્રસન્ન થશે. બહારના ખાનપાન પર નિયંત્રણ રાખવું જેથી પાચન સંબંધિત સમસ્યા ન થાય.

ધનઃ
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યનો સાથ મળવાથી મુશ્કેલ કામો પણ સરળ બનશે. નોકરીમાં પ્રમોશન અથવા આવકમાં વૃદ્ધિના સંકેત મળી રહ્યા છે. વેપારીઓ માટે લાંબી મુસાફરીના યોગ બની રહ્યા છે, જે વ્યવસાયિક રીતે લાભદાયક સાબિત થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો તરફ રુચિ વધશે, જેનાથી મનને અદભુત શાંતિ મળશે. પરિવારમાં સુખ અને સૌહાર્દનું વાતાવરણ રહેશે અને વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કરી શકશે. સ્વાસ્થ્ય સારું રહેશે, તાજગી અનુભવશો. માતા-પિતાના આશિર્વાદથી આજે કોઈ અટકી પડેલું કામ પૂરું થશે. 

મકરઃ
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. આજે કોઈપણ ઉતાવળિયો નિર્ણય લેવાનું ટાળવું અને ધીરજપૂર્વક આગળ વધવું. કાર્યસ્થળ પર કામનું ભારણ વધુ રહેતા માનસિક થાક અનુભવાય શકે છે. નાણાકીય બાબતોમાં સજાગ રહેવું, ઉધાર આપેલા પૈસા પાછા મેળવવામાં થોડી મુશ્કેલી આવી શકે છે. વેપારમાં મોટું જોખમ ખેડવા માટે સમય અનુકૂળ નથી, રૂટિન કામો પર ધ્યાન આપવું. પરિવારના સભ્યો સાથે મતભેદ ટાળવા વાણીમાં નમ્રતા રાખવી. જીવનસાથીના સ્વાસ્થ્યની થોડી ચિંતા રહી શકે છે. યોગ્ય આરામ અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.

કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહજનક અને સફળતા અપાવનારો રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી નવી વિચારસરણી અને આયોજનથી કામ ઝડપથી આગળ વધશે. વેપાર સાથે સંકળાયેલા લોકોને ઉત્તમ નફો મળશે અને ગ્રાહકો સાથેના સંબંધો ગાઢ બનશે. અટવાયેલા નાણાં પરત મળવાની શક્યતા છે, જેથી આર્થિક સ્થિતિ સુધરશે. સમાજમાં અને સગાં-સંબંધીઓમાં તમારી પ્રતિષ્ઠા વધશે. જીવનસાથી સાથેનો તાલમેલ ઉત્તમ રહેશે અને પારિવારિક પ્રવાસનું આયોજન થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ નિયમિત દિનચર્યા જાળવવી. સંતાનની સંગત પર આજે વિશેષ ધ્યાન આવું પડશે, નહીં તો ખોટી સંગતમાં ફસાઈ શકે છે. 

મીનઃ
મીન રાશિના જાતકો માટે આજના દિવસની સકારાત્મક ઉર્જા સાથે શરૂઆત થશે અને આત્મવિશ્વાસ વધશે. નોકરીમાં તમારા કામની કદર થશે અને વિરોધીઓ પર તમારો દબદબો રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને આવકના નવા માર્ગો ખુલશે. વેપારમાં અટકેલી યોજનાઓ ફરી શરૂ કરવા માટે શુભ સમય છે. પરિવારજનો સાથે સમય વિતાવવાથી માનસિક શાંતિ મળશે અને ઘરમાં હળવાશભર્યો માહોલ રહેશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં પ્રગતિનો દિવસ છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, છતાં મોસમી ફેરફારથી સાવચેત રહેવું. કુંવારા લોકોના જીનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે.