Mon Nov 16 2026

Logo

ગુરુનું સિંહ રાશિમાં ગોચર! 2032 સુધી રહેશે અતિચારી ચાલ, આ ચાર રાશિઓ થશે માલામાલ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

2026-10-17 17:46:42
Author: Darshana Visaria
ગુરુનું સિંહ રાશિમાં ગોચર! 2032 સુધી રહેશે અતિચારી ચાલ, આ ચાર રાશિઓ થશે માલામાલ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

જ્યોતિષ શાસ્ત્રમાં અત્યંત પ્રભાવશાળી અને શુભ ગણાતા દેવગુરુ બૃહસ્પતિ આ મહિનાના અંતમાં એટલે કે 31મી ઓક્ટોબરના રોજ સાંજે 7.19 વાગ્યે કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ જ્ઞાન, બુદ્ધિ, સૌભાગ્ય અને સમૃદ્ધિના કારક છે. હાલમાં ગુરુ અતિચારી અવસ્થામાં છે અને વર્ષ 2032 સુધી તેઓ આ ઝડપી ચાલમાં જ રહેશે.

સામાન્ય રીતે ગુરુને એક રાશિમાંથી બીજી રાશિમાં જતાં 12થી 13 મહિનાનો સમય લાગે છે, પરંતુ અતિચારી અવસ્થાને કારણે તેઓ ઝડપથી રાશિ બદલશે. સૂર્યના સ્વામિત્વવાળી સિંહ રાશિમાં ગુરુનું આ અતિચારી ગોચર ચાર રાશિના જાતકો માટે પ્રગતિ અને સૌભાગ્યના નવા દરવાજા ખોલશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ... 

મેષઃ

મેષ રાશિથી પંચમ ભાવમાં ગુરુનું ગોચર થશે, જે શિક્ષણ, સંતાન અને બુદ્ધિનો ભાવ છે. વિદ્યાર્થીઓ માટે આ સમય અત્યંત અનુકૂળ રહેશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે. લેખન, કળા, મીડિયા અને રચનાત્મક કાર્યો સાથે જોડાયેલા લોકોને પોતાની પ્રતિભા દર્શાવવાની સુવર્ણ તક મળશે. આર્થિક લાભ પણ થશે.

કર્કઃ

કર્ક રાશિના જાતકો માટે આ ગોચર બીજા ભાવમાં એટલે કે ધન, પરિવાર અને વાણીના સ્થાનમાં થશે. આવકના નવા સાધનો ઊભા થશે અને નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. નોકરી કરતા જાતકો પોતાની વાકછટા અને કમ્યુનિકેશન સ્કીલના દમ પર મોટો ફાયદો મેળવશે. વેપારી વર્ગને નવા સંપર્કોથી મોટો લાભ થશે, જોકે બચત અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી બનશે.

સિંહઃ

સિંહ રાશિના પ્રથમ ભાવ એટલે કે લગ્ન ભાવમાં જ આ ગોચર થઈ રહ્યું છે, જે સીધું વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસ સાથે સંકળાયેલું છે. કાર્યક્ષેત્રમાં તમારી સ્થિતિ મજબૂત થશે અને મોટી જવાબદારીઓ સોંપાઈ શકે છે. લાંબા સમયથી નવી નોકરી શોધી રહેલા લોકોને સારી કંપનીમાંથી ઓફર મળી શકે છે. સામાજિક વર્તુળ વધશે અને નવા લોકો સાથેના સંબંધો લાભ કરાવશે.

તુલાઃ

તુલા રાશિથી અગિયારમા ભાવમાં ગુરુનું ભ્રમણ થશે, જે આવક, લાભ અને મિત્રોનો ભાવ ગણાય છે. નોકરીયાત વર્ગને પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટની શક્યતા વધશે. વેપારીઓને નવા મોટા ગ્રાહકો મળશે અને બિઝનેસમાં મોટો ઉછાળો આવશે. લાંબા સમયથી અટવાયેલી યોજનાઓ કે પેન્ડિંગ પ્રોજેક્ટ્સ પૂરા કરવા માટે આ શ્રેષ્ઠ સમય સાબિત થશે.