ઍટલાન્ટાઃ આર્જેન્ટિનાના 39 વર્ષીય ફૂટબૉલ સુપરસ્ટાર લિયોનેલ મેસી (Messi)એ 31મી ઑગસ્ટે ફિફા વર્લ્ડ કપમાં સ્પેન સામેના પરાજયને પગલે આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી અને છઠ્ઠી ઑક્ટોબરે તે પોતાના દેશ વતી ફેરવેલ મૅચ રમ્યો હતો, પરંતુ તેણે પ્રોફેશનલ ફૂટબૉલમાં રમવાનું ચાલુ રાખ્યું છે અને એમાં શનિવારે તેણે અહીં ઍટલાન્ટામાં કમાલનું પર્ફોર્મ કર્યું હતું.
તેણે મેજર લીગ સૉકર (MLS)માં ઇન્ટર માયામી વતી ચાર મિનિટમાં બે ગજબના ગોલ કરીને ઍટલાન્ટા યુનાઇટેડ સામે રોમાંચક વિજય અપાવ્યો હતો. મેસીએ 56મી અને 60મી મિનિટમાં ગોલ કર્યો હતો અને ઇન્ટર માયામીનો છેવટે 3-1થી વિજય થયો હતો.
MESSI. This is what he does. 🐐 https://t.co/IEjdmpnRRh
— Major League Soccer (@MLS) October 18, 2026
મેસી એમએલએસની ગઈ સીઝનમાં 29 ગોલ કરીને ગોલ્ડન બૂટ અવૉર્ડ જીત્યો હતો. અમેરિકાની આ ચૅમ્પિયનશિપમાં કુલ પચીસ ગોલ કર્યા છે. જોકે તેણે 15 વખત સાથી ખેલાડીને ગોલ કરવામાં મદદ પણ કરી હોવાથી તેના નામે 15 આસિસ્ટ પણ નોંધાયા છે.
Messi on the break 1v1? Good luck. Leo has his brace. 🇦🇷 https://t.co/CoI15KzLpw
— Major League Soccer (@MLS) October 18, 2026
એમએલએસની સતત ત્રણ સીઝનમાં ઓછા 15 આસિસ્ટ ધરાવનાર મેસી પ્રથમ ખેલાડી છે. સતત બે સીઝનમાં પચીસ કે વધુ ગોલ કરનાર તે જોસેફ માર્ટિનેઝ પછીનો બીજે ફૂટબોલર પણ બન્યો છે.