Tue Oct 20 2026

Logo

મોંઘવારીનો મોટો ઝટકો! હવે મસાલાથી લઈ સુકામેવા સુધીની દિવાળી ગિફ્ટ સંબંધી વસ્તુના ભાવ વધ્યા

2026-10-18 20:26:44
Author: Mumbai Samachar Team
મોંઘવારીનો મોટો ઝટકો! હવે મસાલાથી લઈ સુકામેવા સુધીની દિવાળી ગિફ્ટ સંબંધી વસ્તુના ભાવ વધ્યા

નવી દિલ્હીઃ તહેવારની સીઝનમાં આ વખતે ખરીદી કરવી તમામ દ્રષ્ટિકોણથી મોંઘી પડશે. પૂજા-પાઠના સામાનથી લઈને ખાણી-પીણીની વસ્તુથી દરેક કોમડિટીમાં નોંધપાત્ર ભાવ વધારો જોવા મળ્યો છે. ખાદ્ય તેલમાં ભાવ વધારો થયા બાદ હવે રસોઈ સાથે જોડાયેલી વસ્તુએ એક કોમોડિટીના ભાવમાં નોંધપાત્ર ભાવ વધારો થયો છે. હવે મસાલા અને કઠોડના ભાવમાં વધારો થયો છે. આ સાથે દિવાળી જેવા તહેવાર નિમિત્તે ખાવામાં આવતા સુકામેવાના ભાવમાં પણ વધારો થયો છે. બજાર નિષ્ણાંતો જણાવે છે કે, છેલ્લા ત્રણ મહિનામાં ખાણી-પીણીની દરેક વસ્તુના ભાવમાં તોતિંગ ભાવ વધારો થયો છે. જ્યારે ઈલેક્ટ્રોનિક્સ માર્કેટમાં પણ કંપનીઓએ ડીલર્સને ત્યાં તહેવારની ઓફર્સ શરૂ થાય એ પહેલા જ પોતાના ઉત્પાદનોના ભાવમાં વધારો કરી દીધો હતો. 

15 દિવસમાં મોટો ભાવ વધારો

એવામાં હવે ડિસ્કાઉન્ટ પર વસ્તુ લેવામાં પણ વધારે કિંમત ખર્ચવી પડશે. કરિયાણા માર્કેટમાં ખાંડની કિંમતમાં પ્લસ માઈનસ થતા મુશ્કેલીમાં વધાકરો થયો છે. બીજી તરફ એક જ અઠવાડિયામાં ખાંડના ભાવમાં ઘટાડો થતા થોડી રાહત થઈ. મુદ્દો એ રહ્યો છે કે, એ પછીના એક જ અઠવાડિયામાં ખાંડની કિંમતમાં સીધો 8થી 10 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો. શાકભાજીના ભાવમાં કોઈ સ્થિરતા નથી ત્યાં મસાલાની કિંમતમાં પણ વધારો થયો છે. શાકભાજીના કે દાળના વઘારમાં નાંખવામાં આવતા મસાલાની કિંમત વધી છે.આ પાછળનું કારણ એવું જાણવા મળ્યું છે કે, આ વખતે વરસાદ જોઈએ એટલો થયો નથી. આ કારણે જે પાક ઊતરવો જોઈએ એ આવ્યો નથી. જીરૂ, ધાણા અને હળદરની કિંમતમાં 15 જ દિવસમાં સીધો 10થી 16 ટકાનો વધારો છે. આ કિંમત રીટેલ માર્કેટમાં પણ લાગુ પડી રહી છે. બીજી તરફ કઠોડના ભાવમાં વધારો છે. નાના ચણા અને મોટા ચણાની કિંમતમાં 15 ટકાનો વધારો થયો છે. છેલ્લા ત્રણ મહિનામાં ચોખાના ભાવમાં 25 ટકાનો વધારો છે. આ વખતે સુકામેવામાંથી બનેલી મીઠાઈ ખાવા માટે પણ વધારે પૈસા ખર્ચવા પડશે.

સુકામેવાના ભાવ વધ્યા

સુકામેવાના ભાવમાં પણ વધારો કરી દેવાયો છે. બદામ, કાજુ, પિસ્તા, દ્રાક્ષ, અખરોટના ભાવમાં નોંધપાત્ર વધારો છે. આ સુકમેવાની કિંમતમાં વધારો થતા હવે ગિફ્ટમાં દેવા માટેની આઈટમ કે બોક્સ પણ ઘટી જશે અને માત્ર પણ ઘટી જશે. ગિફ્ટ બોક્સના ભાવ વધે તો નવાઈ નહીં.  કાજુના ભાવ અત્યારે પ્રતિ કિલો ₹1,000 થી ₹1,100 ની વચ્ચે છે. પિસ્તાના ભાવ પ્રતિ કિલો ₹1,200 થી વધીને ₹1,800–₹1,900 થઈ ગયા છે. અખરોટની ગિરીના ભાવ પ્રતિ કિલો ₹1,350 થી વધીને ₹1,500 થયા છે. તેવી જ રીતે, જીરાના ભાવ પ્રતિ કિલો ₹250 થી વધીને ₹300–₹350, ધાણાના ભાવ ₹230 થી વધીને ₹280, હળદરના ભાવ ₹190 થી વધીને ₹250 અને ખાંડના ભાવ પ્રતિ કિલો ₹52 થી વધીને ₹58 થયા છે. 

ભાવનો રિપોર્ટ

ચોખાના ભાવ પ્રતિ કિલો ₹40–₹100 ની શ્રેણીમાંથી વધીને ₹60–₹120 સુધી પહોંચ્યા છે, જ્યારે તુવેર દાળ (અરહર દાળ) જે અગાઉ ₹130 પ્રતિ કિલો મળતી હતી, તે હવે ₹150 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. ભાવમાં સૌથી મોટો ઉછાળો પિસ્તામાં જોવા મળ્યો છે; સપ્ટેમ્બર મહિનામાં જે પિસ્તા ₹1,200 પ્રતિ કિલોના ભાવે વેચાતા હતા, તે હવે ₹1,800–₹1,900 પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયા છે. ગ્રાહકોએ બદામ માટે પણ પ્રતિ કિલો ₹300 વધુ ચૂકવવા પડી રહ્યા છે. કાજુના ભાવ પ્રતિ કિલો ₹1,000 થી વધીને ₹1,100 થયા છે અને અખરોટની ગિરીના ભાવ ₹1,350 થી વધીને ₹1,500 થયા છે. જીરું, ધાણા અને હળદરના વધતા ભાવ પણ કરિયાણાના કુલ બિલમાં વધારો કરી રહ્યા છે.

(ખાસ નોંધઃ જે તે મહાનગર અનુસાર આ ભાવમાં વધ-ઘટ હોઈ શકે છે)