Mon Sep 07 2026

Logo

ભાવનગરમાં ફૈઝલે હિન્દુ પત્નિ કાજલની જાહેરમાં પછાડી પછાડીને હત્યા કરી, કાજલને કોની સાથે સંબંધની હતી શંકા ?

2026-09-05 11:25:00
Author: Mayur Patel
ભાવનગરમાં ફૈઝલે હિન્દુ પત્નિ કાજલની જાહેરમાં પછાડી પછાડીને હત્યા કરી, કાજલને કોની સાથે સંબંધની હતી શંકા ?

ભાવનગરઃ  ​ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે  ચકચાર મચાવતી ઘટના સામે આવી હતી.  આડા સંબંધની શંકામાં મુસ્લિમ પતિ ફૈઝલે હિન્દુ પત્નિ કાજલને જાહેરમાં પછાડી પછાડીને હત્યા કરી હતી. ફૈઝલને કાજલના તેના મિત્ર સાથે આડા સંબંધની શંકા હતી. આ હિંસક ઘટના વખતે બહેનને બચાવવા વચ્ચે પડેલા ભાઈ રવિ ઉર્ફે બાંડાને પણ આરોપીએ માર મારી ઈજા પહોંચાડી હતી.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

​આ સમગ્ર ઘટના બસ સ્ટેન્ડના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બનાવ સમયે આસપાસના લોકો મુકપ્રેક્ષક બનીને જોતા રહ્યા હતા. ઘટના બાદ ગંભીર રીતે ઘવાયેલા કાજલબેનને 108 એમ્બ્યુલન્સ મારફતે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

ખૂન ના આ બનાવની મળતી માહિતી મુજબ, મૃતક કાજલબેન છેલ્લા 13 વર્ષથી ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડની ફૂટપાથ પર રહેતા હતા અને છેલ્લા આઠેક વર્ષથી વરતેજના ફેઝલ ઉર્ફે ખાટકી સાથે સાથે રહેતા હતા. અગાઉ આરોપી જેલમાં હતો, જેથી હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે કેમ બોલતી હતી" તે બાબતે શંકા રાખીને બપોરે બોલાચાલી કરી કાજલબેન પર ગુસ્સામાં આવીને જીવલેણ હુમલો કર્યો હતો.

પોલીસે જણાવ્યું કે, આરોપી ફૈઝલ વિરુદ્ધ અગાઉ લૂંટ, શરીર સંબંધી અનેક ગુનાઓ નોંધાયેલા છે. જેલમાં બહાર આવ્યા બાદ તેને જાણવા મળ્યું કે તેની પત્નીને તેના મિત્ર રવિ ઉર્ફે બાંડા સાથે સંબંધ છે. જેનું મનદુખ રાખી ફૈઝલ, કાજલ અને રવિ વચ્ચે ઉગ્રા બોલાચાલી અને ઝઘડો થયો હતો. ફૈઝલે કાજલને ઢોર માર માર્યો હતો, તેમજ પછાડી પછાડીને ગંભીર ઈજા કરી હતી. ત્યારબાદ ગંભીર રીતે ઘવાયેલી કાજલને 108 એમ્બ્યુલન્સ મારફતે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું

ઘટનાની જાણ થતાં જ નીલમબાગ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતકના માતાની ફરિયાદના આધારે નીલમબાગ પોલીસે ફેઝલ ઉર્ફે ખાટકી સામે હત્યાનો  ગુનો નોંધીને તેની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.