મુંબઈઃ ધનુષ અને કરીના કપૂર બન્ને એક ફિલ્મમાં જોવા મળે તો નવાઈ નહીં. બન્ને કલાકારો પહેલીવાર સ્ક્રિન શૅર કરવા માટે જઈ રહ્યા છે. મૂળ વાત એવી છે કે, સંજય લીલા ભણસાલીની એક નવી ફિલ્મમાં બન્નેનું નામ ફાઈનલ થયું હોવાનું સૂત્રો કહે છે. આ ફિલ્મને તેઓ પ્રોડ્યુસ કરી રહ્યા છે જ્યારે ડાયરેક્શન એસ. મિથરન કરી રહ્યા છે. આ ફિલ્મને લઈને વાતચીત હજું ચાલુ છે.ફિલ્મ મેકર મિથરને પોતાની એક ફિલ્મના પ્રમોશન દરમિયાન આ અંગેના પ્રોજેક્ટ અંગે હિન્ટ આપી દીધી હતી.
તારીખ નક્કી નથી
મેકર્સે કહ્યું કે, ધનુષ અને કરીનાને લઈ ફિલ્મ બનાવવા માટે વાત થઈ ચૂકી છે. આ ફિલ્મ પર હાલમાં પ્રાથમિક તબક્કે કામ ચાલી રહ્યું છે.બન્ને સાથે ડેટ્સને લઈને કામ ચાલી રહ્યું છે. મેકર્સે કહ્યું કે, ફિલ્મની તારિખ હજુ ફિક્સ થઈ નથી. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ પ્રોજેક્ટને લઈને કોઈ ગૂડ ન્યૂઝ આવી શકે છે. અત્યાર સુધીમાં ધનુષ અને કરીના કપૂરે એકપણ ફિલ્મમાં સાથે કામ કર્યું નથી. એટલું જ નહીં બન્ને કલાકારોએ સંજય લીલા ભણસાલી સાથે પણ ક્યારેય કામ કર્યું નથી.ફેન્સ માટે આ એક નવી અને ફ્રેશ જોડી બની રહેશે. ફિલ્મની થીમ અને વાર્તા અંગે હજુ સુધી કોઈ વાત નક્કી થઈ નથી માત્ર આ જોડીને લઈને કોઈ મોટો પ્રોજેક્ટ હોવાની વાત ચર્ચામાં છે. જો બધુ સરખું રહ્યું તો બે મોટા સ્ટાર એક જ સ્ક્રિન પર જોવા મળશે. તારીખ નક્કી થાય એની રાહ અમે જોઈ રહ્યા છીએ. અમને તો આશા છે કે, આનું પરિણામ ઘણું સારુ આવશે. એવું મેકર્સ કહે છે.
નામ અંગે રહસ્ય
વાત એવી પણ છે કે, આ એક બિગબજેટની ફિલ્મ હોઈ શકે છે.ફિલ્મની સ્ક્રિપ્ટ પર હાલમાં કામ ચાલી રહ્યું છે. સ્ક્રિપ્ટ ફાઈનલ થાય એ પહેલા એમાં કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે. આ જ વર્ષમાં ફિલ્મ પ્રોડક્શનનું કામ શરૂ થઈ જશે. ફિલ્મના લોકેશન અંગે હજુ સુધી કંઈ નક્કી નથી.હવે આ પ્રોજેક્ટમાં બધુ વ્યવસ્થિત અને ટાઈમસર રહે છે તો કરીના અને ધનુષને એકસાથે સ્ક્રિન પર લાવતી આ પહેલી ફિલ્મ હશે. જોકે બન્ને સ્ટાર તરફથી હજુ સુધી કોઈ ફિક્સ વાત સામે આવી નથી. આ પ્રોજેક્ટને લઈને બેમાંથી કોઈ સ્ટારે ફિલ્મ અંગે સત્તાવાર વાત કહી પણ નથી. ધનુષ આગામી દિવસોમાં સાઉથની કોઈ નવી ફિલ્મમાં જોવા મળી શકે છે જ્યારે કરીના પાસે પણ બીજા કેટલાક બોલિવૂડ પ્રોજેક્ટ હોવાનું જાણવા મળ્યું છે. આ વિષય પર કઈ ફિલ્મ કે ડૉક્યુમેન્ટ્રી એ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા સામે આવી નથી.