Wed Sep 09 2026

Logo

બાંગ્લાદેશમાં હિંદુ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા, પોલીસે તપાસ શરૂ કરી

Dhaka   2026-08-23 16:41:33
Author: Chandrakant Kanoja
બાંગ્લાદેશમાં હિંદુ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા, પોલીસે તપાસ શરૂ કરી

ઢાકા: બાંગ્લાદેશમાં હિંદુ પરિવારના ચાર સભ્યોની શંકાસ્પદ સંજોગોમાં મૃતદેહ મળી આવ્યા છે. જેના પગલે અનેક જાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસે ચારેય વ્યક્તિઓના મૃતદેહનો કબજો લઇને સમગ્ર કેસની તપાસ શરૂ કરી છે. 

મૃતદેહ શનિવાર મોડી રાત્રે મળી આવ્યા હતા

આ અંગે મળતી માહિતી મુજબ બાંગ્લાદેશના રંગપુર શહેરમાં  એક નિવૃત્ત હિંદુ શિક્ષક, તેમની પત્ની, તેમની પુત્રી અને તેમના 12 વર્ષના પુત્રના મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં તેમના બંધ ઘરમાંથી મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે આ મામલાની વિગતવાર તપાસ શરૂ કરી છે. આ તમામના મૃતદેહ શનિવાર મોડી રાત્રે મળી આવ્યા હતા. 

પોલીસે બંધ ઘરમાં પ્રવેશ કર્યો અને મૃતદેહો બહાર કાઢયા હતા

આ રંગપુર મેટ્રોપોલિટન કોતવાલી પોલીસ સ્ટેશનના અધિકારી નજમુલ કાદેરે જણાવ્યું હતું કે પોલીસે બંધ ઘરમાં પ્રવેશ કર્યો અને મૃતદેહો બહાર કાઢયા હતા. આ મૃતકોની ઓળખ રંગપુર જિલ્લા શાળાના નિવૃત્ત શિક્ષક ગણપતિ ચક્રવર્તી, તેમની પત્ની પ્રીતિલતા ચક્રવર્તી, પુત્રી અગામી ચક્રવર્તી  અને  પુત્ર પ્રિયમ ચક્રવર્તી તરીકે થઈ છે.

ગુરુવાર રાતથી મોબાઇલ ફોન બંધ હતા 

જેમાં પ્રીતિલતાની નાના બહેન પૂજા ચક્રવર્તીએ મીડિયાને જણાવ્યું હતું કે તેમણે ગુરુવારે બપોરે  બહેન સાથે છેલ્લી વાત કરી હતી. તેમજ પરિવારના બધા સભ્યોના મોબાઇલ ફોન ગુરુવાર રાતથી બંધ હતા. તેમના ફોન બંધ થયા બાદ  અમે શનિવારે રાત્રે દાસપારા પહોંચ્યા. તેમજ ઘરનો મુખ્ય દરવાજો બંધ હતો અને અંદરની બધી લાઇટો બંધ હતી. તેની બાદ પોલીસ આવી તાળું તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો જ્યાં તેમને મૃતદેહો મળ્યા હતા.