Fri Aug 21 2026

Logo

અજય દેવગણ દીકરા સાથે ત્ર્યમ્બકેશ્વર જ્યોતિર્લિંગ પહોંચ્યો, પૂજા-અર્ચનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

2026-08-19 14:54:00
Author: Mumbai Samachar Team
Article Image

નાશિકઃ બોલીવુડ સુપરસ્ટાર અજય દેવગણ પોતાની શિવ ભક્તિ માટે જાણીતા છે. તાજેતરમાં શ્રાવણ મહિનાના પવિત્ર અવસરે તેઓ પોતાના પુત્ર યુગ દેવગણ સાથે 12 જ્યોતિર્લિંગમાંના એક એવા ત્ર્યમ્બકેશ્વર ધામ (નાશિક) દર્શન કરવા પહોંચ્યા હતા. તાજેતરમાં અજય દેવગણ પોતાના દીકરા યુગ દેવગણ સાથે જિલ્લામાં આવેલા ત્ર્યમ્બકેશ્વરના શિવમંદિર પહોંચ્યા હતા. મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ અજય અને યુગના વિડિયો સોશિયલ મીડિયા પણ વાયરલ થયા હતા.

મહાદેવના આશીર્વાદ લીધા 
અજય દેવગણ કડક સુરક્ષા વચ્ચે ત્રયંબકેશ્વર મંદિર પહોંચ્યા હતા. પૂજા કર્યા બાદ તે પુત્ર યુગનો હાથ પકડીને મંદિર પરિસરની બહાર નીકળતા જોવા મળ્યા હતા. એ સમયે અજયે ત્યાં હાજર સ્થાનિક લોકો અને પૂજારીઓ સાથે વાતચીત પણ કરી હતી. અભિનેતાએ મંદિરના ટ્રસ્ટ કાર્યાલયની મુલાકાત પણ લીધી હતી.
 
અજય દેવગણ ભગવાન શિવના મોટા ભક્ત છે તેવું માનવામાં આવે છે. ફિલ્મ 'દૃશ્યમ 2' ની સફળતા બાદ પણ તેમણે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરે જઈને પૂજા-અર્ચના કરી હતી. રિપોર્ટ્સ અનુસાર અજય દેવગણ પોતાના દીકરા સાથે લગભગ 20 વર્ષ બાદ ભગવાન ત્રયંબકેશ્વરના દરબારમાં આવ્યા હતા. 

અજય અને કાજોલના લાડકવાયાને જોઈને ચાહકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. એક યુઝરે લખ્યું હતું કે તેમનો દીકરો કેટલો મોટો થઈ ગયો. અમુક લોકોએ લખ્યું હતું કે આ તો તેના પપ્પાની જેમ હીરો બનશે. અમુક લોકોએ હાર્ટ ઈમોજી મૂકીને બંને પર પ્રેમ વરસાવ્યો હતો. 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અજય દેવગણ 'ક્રાઇમ પેટ્રોલ 2026- ક્રાઇમ કા કરંટ સીઝન'ના શરૂઆતના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે. બીજી તરફ રાજેશ તેલંગના નવા શોને હોસ્ટ કરશે. ઓક્ટોબરમાં 'દ્રશ્યમ 3'નું શૂટિંગ શરૂ કરશે.
 
અજય દેવગણ 'સિંઘમ અગેન' બાદ અજય દેવગણ ફરી એકવાર નિર્દેશક રોહિત શેટ્ટી સાથે 'ગોલમાલ 5'માં કામ કરી રહ્યા છે. આ સિવાય અજયની ફિલ્મ 'રેન્જર્સ'માં તમન્ના ભાટિયા જોવા મળશે. પહેલીવાર આનંદ એલ રોય સાથે ફિલ્મ 'ચૌહાણ'માં કામ કરશે. જે 1 ઓક્ટોબર 2027માં રિલીઝ થશે.