Mon Oct 05 2026

Logo

ઘાણીથર સીમમાં યુવાન પર ફાયરિંગ કરનારી શિકારી ટોળકી ગણતરીના દિવસોમાં ઝડપાઈ

2026-10-04 10:43:00
Author: Mumbai Samachar Team
ઘાણીથર સીમમાં યુવાન પર ફાયરિંગ કરનારી શિકારી ટોળકી ગણતરીના દિવસોમાં ઝડપાઈ

ગાગોદર અને આડેસર પોલીસે ચારેય આરોપીઓને દબોચી લીધા: બંદૂક અને ત્રણ છરીઓ જપ્ત

ભુજ : સીમાવર્તી રાપર તાલુકાના ઘાણીથર ગામની સીમમાં શિકાર કરવાનો વિરોધ કરનારા સ્થાનિક યુવાન પર છાતીએ બંદૂક તાકી ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કરનારા ચારેય શિકારીઓને પોલીસે ગણતરીના દિવસોમાં દબોચી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી બંદૂક તેમજ ત્રણ છરીઓ સહિતના ઘાતક હથિયારો કબજે કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. ૩૦ સપ્ટેમ્બરના રોજ રાkachchh-shikar-virodh-yuvak-firing-four-accused-arrestedત્રિના સુમારે ઘાણીથરની સીમમાં શિકાર કરવા નીકળેલી ટોળકીને ખેતરનું રખોપું કરી રહેલા સ્થાનિક યુવાન પ્રભુ રાજપૂત અને તેના સાથીઓએ પડકારી સીમમાંથી ચાલ્યા જવા કહ્યું હતું. તેનાથી ઉશ્કેરાઈને હથિયારધારી શખ્સોએ "બધાને બંદૂકના ભડાકે ઉડાવી દઈશું" તેવી ધમકી આપી પ્રભુ પર સીધું ફાયરિંગ કરી દીધું હતું, જેમાં સમયસૂચકતાના પગલે યુવાનનો આબાદ બચાવ થયો હતો.

બનાવ અંગે ગાગોદર પોલીસ મથકે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા હતા. દરમિયાન ગાગોદર અને આડેસર પોલીસની સંયુક્ત ટીમે ચોક્કસ બાતમીના આધારે છાપો મારી આરોપી અલ્તાફ દીનમામદ હિંગોરજા, મુબારક મામદ હિંગોરજા, હનીફ લતીફ નારેજા તેમજ નજરમામદ ઇસ્માઇલ હિંગોરજાને ઝડપી પાડ્યા હતા.

પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રૂપિયા ૫,૦૦૦ની કિંમતની બંદૂક તથા ત્રણ નંગ છરીઓ મળી તમામ હથિયારો જપ્ત કરી આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

ઉત્સવ વૈદ્ય