Sun Oct 04 2026

Logo

Arbaaz Khan on Salman Khan: સલમાન ખાનના નામે પૂછાયેલા સવાલ પર અરબાઝ ખાને કેમ સાધ્યું મૌન?

2026-10-03 22:02:05
Author: Darshana Visaria
Arbaaz Khan on Salman Khan: સલમાન ખાનના નામે પૂછાયેલા સવાલ પર અરબાઝ ખાને કેમ સાધ્યું મૌન?

બોલીવૂડના સૌથી પ્રતિષ્ઠિત અને એકજૂથ ગણાતા 'ખાન પરિવાર'ને લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફરી એકવાર મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન જ્યારે મીડિયાકર્મીઓએ અભિનેતા અને ફિલ્મમેકર અરબાઝ ખાનને તેમના મોટા ભાઈ અને સુપરસ્ટાર સલમાન ખાનને લઈને સવાલ પૂછ્યો, ત્યારે તેમના આશ્ચર્યજનક પ્રતિભાવે સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને આ સાથે જ ખાન બ્રધર્સમાં અણબનાવની ચર્ચા શરૂ થઈ ગઈ છે. 

સલમાન વિશેનો સવાલ સાંભળતાં જ અરબાઝે વાતચીત આગળ વધારવાને બદલે માત્ર સ્મિત આપ્યું, સવાલને હળવાશથી ટાળ્યો અને કોઈપણ પ્રકારનો જવાબ આપ્યા વિના આગળ વધી ગયા. અરબાઝનું આ મૌન અને સ્મિતભર્યું રિએક્શન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

કેમેરા સામે હંમેશાં દરેક વિષય પર ખુલીને પોતાના વિચારો વ્યક્ત કરતા અરબાઝે સલમાનના નામે સાધેલું મૌન ફેન્સને અસામાન્ય લાગી રહ્યું છે. નેટિઝન્સ અને ચાહકો સોશિયલ મીડિયા પર અટકળો લગાવી રહ્યા છે કે શું બંને ભાઈઓ વચ્ચે બધું સામાન્ય નથી? કેટલાક લોકો માની રહ્યા છે કે આ માત્ર એક ઓકવર્ડ ક્ષણ હતી, જ્યારે અમુક લોકો ભાઈઓ વચ્ચે કોઈ મુદ્દે અંતર ઊભું થયું હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

બોલીવૂડમાં ખાન પરિવાર દાયકાઓથી પોતાની મજબૂત કૌટુંબિક એકતા માટે જાણીતો છે. સલમાન, અરબાઝ અને સોહેલ ખાન દરેક મુશ્કેલ સમયમાં એકબીજાની ઢાલ બનીને ઊભા રહેતા જોવા મળ્યા છે. પ્રોફેશનલ મોરચે પણ 'દબંગ' જેવી બ્લોકબસ્ટર ફ્રેન્ચાઈઝીમાં સલમાન અને અરબાઝની જોડીએ જબરદસ્ત સફળતા મેળવી છે. આવા સંજોગોમાં સલમાનના પ્રશ્નથી અરબાઝનું બચવું ચાહકો માટે આશ્ચર્યજનક બન્યું છે.

હાલ આ સમગ્ર મામલે સલમાન ખાન કે અરબાઝ ખાન તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ પ્રતિક્રિયા સામે આવી નથી. બોલીવૂડ કોરિડોરમાં આ નાનકડી ક્લિપે મોટો વિવાદ અને ચર્ચા જગાવી દીધી છે, અને હવે સૌની નજર ખાન બ્રધર્સની આગામી પબ્લિક મૂવ પર ટકેલી છે.