Sat Oct 17 2026

Logo

રાજકોટ એઈમ્સમાં મહિલા તબીબની છેડતી મામલે નર્સિંગ સ્ટાફ લલિત શર્માની ધરપકડ

2026-10-03 22:48:06
Author: Mumbai Samachar Team
રાજકોટ એઈમ્સમાં મહિલા તબીબની છેડતી મામલે નર્સિંગ સ્ટાફ લલિત શર્માની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર


રાજકોટ: એઈમ્સમાં મહિલા તબીબ સાથે છેડતીના મામલે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી નર્સિંગ સ્ટાફના લલિત શર્માની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિરુદ્ધ છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ મહિલા તબીબ સાથે 26 અને 30 સપ્ટેમ્બરના રોજ બે વખત છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. બનાવને પગલે એઈમ્સના રેસિડેન્ટ ડોક્ટરો સહિતના તબીબી સ્ટાફમાં રોષ જોવા મળ્યો હતો અને વિરોધ સાથે હડતાળ પણ કરવામાં આવી હતી.

પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે લલિત શર્માની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાક્રમ, ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો તથા અન્ય પાસાઓ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ ફરિયાદના આધારે પોલીસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.  બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર એઇમ્સ હોસ્પિટલમાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતી અને ત્યાં જ ઇન્ટર્ન તબીબ તરીકે ફરજ બજાવતી

યુવતીએ ફરિયાદમાં આરોપી તરીકે અહીં એઇમ્સ હોસ્પિટલમાં નર્સીંગ સ્ટાફ તરીકે નોકરી કરતા લલિત શર્માનું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે બીએનએસની કલમ 75(2)હેઠળ ગુનો નોંધ્યો હતો. ગત તા. 25/09/2026 થી મારી ડયુટી એઇમ્સ હોસ્પીટલમાં ડ્રેસીંગ વિભાગમાં આવેલ હતી. તા. 26/09/2026 ના રોજ સવારના નવ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી નોકરી દરમ્યાન મારી સાથે હેલ્પમાં નર્સીંગ સ્ટાફના લલીતભાઇ હતા. હું મારા ફોનમાં સ્ટેટસ જોતી હતી ત્યારે લલીતભાઇએ અચાનક મારો ફોન લઇ લીધેલ અને તેમાં મારા ફોટા જોવા લાગ્યો હતો. જેથી તમે આવી રીતે મારો ફોન ન જોઇ શકો. બાદ મે મારો મોબાઈલ પરત લઇ લીધો હતો. બાદ તા.30/09/2026 ના રોજ સવારના નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી મારી ડ્રેસીંગ વિભાગમાં નોકરી હતી. 

લલીતની નિયત બગડી
લલીતભાઇની પણ મારી સાથે નોકરી હતી. તે દીવસે અમે બંને ડ્રેસીંગ રૂમમાં અમારી નોકરી પર હતા. ત્યારે કોઇ દર્દી ન હોય જેથી લલીતભાઇ રૂમનો દરવાજો બંધ કર્યો હતો અને કોઇપણ રીતે મારી સાથે વાત કરવાની કોશીશ કરી, આજે આપણે બહાર જમવા જઇએ. જેથી મે કહેલ કે મારે મેસમાં જમવાનુ છે. હું તને પાર્ટી આપુ. જેથી મે ના પાડી કહેલ કે, તમારા લગ્ન થઇ ગયેલ છે જેથી તમારું વર્તન યોગ્ય નથી. ત્યારે લલીતભાઇએ કહેલ કે  ઘર કી દાલ ડેઇલી ડેઇલી કોન ખાતા હે, તેમ કહ્યું હતું.

બાદ હું ડ્રેસીંગ રૂમમાં ખુરશી ઉપર બેઠી હતી, ત્યારે મને ખુરશી સહીત પોતાની તરફ ખેંચેલ હતી. જેથી હું ખુરશી પરથી ઉભી થઇ ગયેલ હતી. બાદ થોડીવાર પછી હું ત્યાં રૂમમાં જ સ્ટીલની ત્રણ ખુરશી જોઇન્ટ કરેલ બાકડો છે તેના પર બેઠી હતી. ત્યારે લલીત મારી બાજુમાં આવી બેસી ગયેલ અને મને કમરના ભાગે સ્પર્શ કરવાનો ઇશારો કરી ’કેન આઇ ટચ યુ’ તેમ કહી મને બે ત્રણ વાર કમરના ભાગે સ્પર્શ કરવાનો ઇશારો કરેલ હતો