મુંબઈઃ પ્રીતિ ઝિંટાએ એક લાંબા બ્રેક બાદ સ્ક્રિન પર દમદાર કમબેક કર્યું છે. સની દેઓલની ફિલ્મ 'બટવારા 1947'થી કમબેક કર્યું છે. વર્ષ 2018થી ફિલ્મી ગ્લેમર અને લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી એક્ટ્રેસ હવે સેન્સરબોર્ડની ટીમમાં પણ છે. અમેરિકામાં પોતાના પતિ સાથે ગૂડ લાઈફ જીવી રહી છે અને પોતાના સંતાનનો ઉછેર કરી રહી છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે જે કહ્યું એના પર લોકોનું ધ્યાન ગયું છે. એટલું જ નહીં હોમમેકર તરીકેનો અનુભવ કેવો રહ્યો એ અંગે પણ વાત કહી છે.
આખો કિસ્સો આવો છે
એક્ટ્રેસે કહ્યું કે, મેં ગૂગલ અને વિકિપિડીયાને લીગલ નોટિસ મોકલી હતી, કારણ કે બોબી દેઓલે મારો મજાક કર્યો અને મસ્તીભર્યા અંદાજમાં એક નીકનેમ આપ્યું જે ખૂબ જ જાણીતું થઈ ગયું. આ નામને ઘણાય લોકો હજુ પણ મારૂ ઓરિજિનલ નામ માને છે. પછી એક્ટ્રેસે સ્પષ્ટતા કરી કે, મારે ક્લિયર કરવા માટે લીગલ નોટિસ મોકલી પડી હતી. મારૂ અસલી નામ જ પ્રીતિ છે પ્રિતમસિંહ નહીં. જ્યારે બ્રેકમાં બોલિવૂડની જિંદગી યાદ આવી કે નહીં એ અંગેનો જવાબ આપતા કહ્યું કે, એ માહોલમાં અને પરિવાર વચ્ચે ઢળવા માટે થોડી પ્રેક્ટિસ કરવી પડી હતી. જ્યારે હું એક્ટિંગની દુનિયામાં હતી અને એક્ટિંગ કરી રહી હતી ત્યારે મારી આસપાસ કંઈક તો એવું હતું જે ફરતું હતું. એ સમયે મોટાભાગના લોકોનું ધ્યાન મારા પર હતું. હું શું કરૂ છું, હું શું ખાવ છું. એ પછી હું ક્રિકેટ સાથે જોડાઈ હતી.એ સમયે હું શીખી કે, હું શું કરી શકું છું. આનાથી પણ જરૂરી એ સમયે ગેમ્સ પર ધ્યાન દેવાનું હતું.
ગૂગલનો કેમ મોકલાવી નોટિસ?
વાત 'સોલ્જર' વખતે બોબીએ મારી સાથે મજાક કર્યો અને મજાકિયા અંદાજમાં મને પ્રિતમસિંહ કહ્યું હતું.આજે પણ જ્યારે જ્યારે બોલિવૂડમાં નામ બદલતા કલાકારોની યાદી આવે એમાં મારૂ નામ આવે છે. એમાં પણ સાચું નામ પ્રીતિ ના બદલે પ્રિતમસિંહ જ લખાય છે. હવે મને ખ્યાલ નથી કે બોબી મને આવું શા માટે કહે છે. પણ એ એટલું કહે છે કે, તું છોકરા જેવી બેબાક અને બોલ્ડ છો. એ પછી તો રાની મુખર્જીએ પણ મને પ્રિતમસિંહ કહેવાનું શરૂ કરી દીધું. આજે પણ તેઓ મને પ્રિતમસિંહ કહીને જ બોલાવે છે. આ મજાકિયા અંદાજ ઈન્ટરનેટ સુધી પહોંચી ગયો અને પ્રીતિએ પોતાના નામ અંગે ક્લેરિટી કરવા છેક ગૂગલ સુધી નોટિસ મોકલાવી પડી હતી. મેં મારા વકીલ દ્વારા ગૂગલ અને વિકિપિડીયા સુધી નોટિસ મોકલાવી હતી. પછી પ્રિતમ સિંહથી બદલીને નામ પ્રીતિ ઝિંટા કરાયું
સંતાન આવે ત્યારે શું થાય?
હું કોઈ ગેમ્સનો કોઈભાગ ન હતી, ગ્રાઉન્ડની બાહર બેસતી હતી એ સમયથી તાલમેલ બેસવાનું શરૂ થયું હતું. મેં મારા જીવનના દરેક તબક્કાને જીવી જાણ્યો છે. નવું સાહસ કર્યું અને નવી વસ્તુઓ અજમાવી હતી. 18 કલાક સુધી સતત કામ કર્યું છે અને ખૂબ મહેનત કરી છે. જ્યારે હોમ મેકર તરીકે જીવન જીવવાનું શરૂ કર્યું એ સમયે કેટલાક એવા મુદ્દાઓ હતા જે મારી અંગત જિંદગી સાથે જોડાયેલા હતા. આના માટે તમારે તમારા માટે પણ થોડો સમય જોઈએ. પોતાની ઓળખથી હટકે કંઈક કરવાનું હોય. એમાંય જ્યારે તમારા જીવનમાં સંતાન થાય છે ત્યારે જીવન ખરેખર બદલી જાય છે. આ એ સમય છે જ્યારે તમે દુનિયાના કેન્દ્રમાં ન હતા. પણ બાળકો તમારા કેન્દ્રમાં ન હતા. મને આ તબક્કામાં મદદ મળી, સિમીત સમયમાં ઘણું મળ્યું. એ પણ બાળકોનું એટલું જ ધ્યાન રાખતા હતા. એ વાત સાચી છે કે, હું ખૂબ સારૂ જમવાનું બનાવું છું અને ઘરે જ બેસ્ટ રસોઈ બનાવું છું