Wed May 13 2026

Logo

શું કાન ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટને વિદેશી ફોટોગ્રાફર્સે ઈગ્નોર કરી? કરોડોના હીરાનો જાદુ પણ પડ્યો ફિક્કો...

2026-05-13 20:23:31
Author: Darshana Visaria
Article Image

કાન ફિલ્મ ફેસ્ટિવલ 2026માં બોલીવૂડ આલિયા ભટ્ટના રેડ કાર્પેટ લુકની અત્યારે ચોતરફ ચર્ચા થઈ રહી છે. ઓપનિંગ સેરેમનીમાં મોડર્ન પ્રિન્સેસ અવતારમાં દેખાયા બાદ, બીજા લુકમાં આલિયા ગ્લેમરસ ગાઉનમાં જોવા મળી હતી. જોકે, તેના લુકના વખાણની સાથે સાથે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં વિદેશી ફોટોગ્રાફર્સ આલિયા ભટ્ટને ઈગ્નોર કરતા જોવા મળી રહ્યા છે. ચાલો તમને આખી સ્ટોરી વિસ્તારથી જણાવીએ... 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે આલિયા રેડ કાર્પેટ પર પોઝ આપી રહી હતી, ત્યારે ત્યાં હાજર વિદેશી ફોટોગ્રાફર્સ તેની તસવીરો લેવામાં બહુ ઉત્સાહ બતાવી રહ્યા નહોતા અને તેઓ રેડ કાર્પેટ પર હાજર કોઈ બીજા જ સેલિબ્રિટીના ફોટો અને વીડિયો શૂટ કરવામાં વ્યસ્ત હતા. 

નેટીઝન્સ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયો બાબતે વિવિધ રિએક્શન આપી રહ્યા છે. કેટલાક લોકોએ લખ્યું હતું કે, કોઈ આલિયાને ભાવ જ નથી આપી રહ્યું, તો કોઈએ તેને મોટી અપમાન ગણાવ્યો હતો. જોકે, આલિયાના ફેન્સ આ પરિસ્થિતિને ગ્રેસફુલી હેન્ડલ કરવા બદલ તેની પ્રશંસા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આલિયાનો કોન્ફિડન્સ અને તેનો લુક વિદેશી હસીનાઓને પણ ટક્કર આપે તેવો હતો.

આલિયા ભટ્ટે આ વખતે રેડ કાર્પેટ માટે Tamara Ralph દ્વારા ડિઝાઈન કરવામાં આવેલું કસ્ટમ બ્રાઈટ કોરલ ટોન ગાઉન પસંદ કર્યું હતું. સિલ્ક ક્રેપ ગાઉનમાં ઈન્ડિયન ડ્રેપિંગ ટચ અને મોડર્ન કટનું સુંદર મિશ્રણ જોવા મળ્યું હતું. તેની પ્લન્જિંગ નેકલાઈન અને સ્લિટ કટ લુકમાં બોલ્ડનેસ ઉમેરી રહ્યા હતા. 

આલિયાના લૂકની સૌથી મોટી હાઈલાઈટ હતું તેણે પહેરેલો સુંદર અને અટ્રેક્ટિવ નેકલેસ. આમ્રપાલી જ્વેલ્સ દ્વારા બનાવવામાં આવેલા આ નેકલેસમાં 168.27 કેરેટના દુર્લભ પિંક કોરલ સ્ટોન્સ અને મધ્યમાં 5.53 કેરેટનો કિંમતી ગોલકોંડા ડાયમંડ જડવામાં આવ્યો હતો.

વાત કરીએ આલિયાના કાન ફેસ્ટિવલના લૂકની તો આલિયાના આ આખા લુકને રિયા કપૂરે સ્ટાઈલ કર્યો હતો. ગાઉન સાથે શિફૉન સ્કાફ અને સોફ્ટ ન્યુડ મેકઅપે આલિયાને કોઈ પરી જેવો લુક આપ્યો હતો. ભલે વિદેશી મીડિયાએ થોડી ઓછી નોંધ લીધી હોય, પણ સોશિયલ મીડિયા પર આલિયાનો આ લૂક આગ લગાવી રહ્યો છે, એ વાત તો ચોક્કસ છે...