Thu May 14 2026

Logo

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાથ ધર્યું મોટું મિશન, જાણો શું છે આખો માસ્ટરપ્લાન...

2026-05-14 14:54:00
Author: Darshana Visaria
Article Image

પશ્ચિમ એશિયામાં સતત વધતા જઈ રહેલાં તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ(Strait of Hormuz)માં ઊભી થયેલી અડચણોને કારણે ભારત પર તોળાઈ રહેલું એલપીજીનું સંકટ હવે ધીમે ધીમે હળવું થઈ રહ્યું છે. જોકે, આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આવતીકાલથી એટલે કે 15મી મેથી 20મી મે એમ પાંચ દિવસના વિદેશ પ્રવાસ જઈ રહ્યા છે. મહત્વની મનાઈ રહી છે. જોકે, વડા પ્રધાનનો આ વિદેશ પ્રવાસ આપણા માટે કેટલો અને કઈ રીતે લાભદાયી રહેવાનો છે, ચાલો જાણીએ વિસ્તારથી... 

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે તેલ અને ગેસ આયાતનો મુખ્ય માર્ગ છે. માર્ચ 2026માં શિપમેન્ટમાં થયેલાં વિલંબને કારણે સપ્લાય ચેઈન પર દબાણ આવ્યું હતું, પરંતુ સરકારે પરિસ્થિતિ સંભાળી લીધી છે અને ધીરે ધીરે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે. આ ઉપરાંત ઉત્પાદનમાં પણ વધારો કરવામાં આવ્યો હોઈ એલપીજી દૈનિક ઉત્પાદન 35,000 ટનથી વધારીને 54,000 ટન કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ભારત પાસે હાલમાં 45 દિવસ ચાલે તેટલો પર્યાપ્ત ભંડાર સુરક્ષિત છે.

હવે આવી યુદ્ધજન્ય, કટોકટીભરી પરિસ્થિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી આવતીકાલથી પાંચ દિવસના વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. પીએ મોદીજીનો આ વિદેશ પ્રવાસ ભારતને લાંબેગાળે ફાયદો કરાવશે ત્યારે ચાલો જાણીએ કે પીએમ આખરે કયા પાંચ દેશોની મુલાકાતે જઈ રહ્યા છે અને આ મુલાકાત કેમ આટલી મગત્ત્વની છે. 

યુએઈ મુલાકાત: ઉર્જા સુરક્ષાનો પાયો
સૌથી પહેલાં વાત કરીએ વડાપ્રધાન મોદીજીની યુએઈ મુલાકાત વિશે. તેમની આ યાત્રાનો પ્રથમ અને સૌથી મહત્વનો પડાવ યુએઈ છે. ભારત તેની જરૂરિયાતનો મોટો હિસ્સો અખાતી દેશોમાંથી મેળવે છે. પીએમ મોદી યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે ઉર્જા સુરક્ષા, રોકાણ અને ટેકનોલોજી પર વાતચીત કરશે. ત્યાં વસતા 45 લાખ ભારતીયોને કારણે આ સંબંધ માત્ર આર્થિક જ નહીં પણ સામાજિક રીતે પણ ગાઢ માનવામાં આવી રહ્યો છે.

યુરોપ પ્રવાસ: ભવિષ્યની ટેકનોલોજી પર નજર
યુએઈ બાદ પીએમ મોદી યુરોપિયન દેશોની મુલાકાત લેશે અને આ મુલાકાતમાં ચર્ચાના મુખ્ય એજન્ડામાં ઉર્જા સિવાય આધુનિક ટેકનોલોજી ખૂબ જ મહત્ત્વની રહેશે. આ દેશોમાં નેધરલેન્ડમાં (સેમીકન્ડક્ટર ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ), સ્વીડનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્લાઈમેટ ટેક અને સંરક્ષણ સહયોગ, નોર્વેમાં બ્લુ ઈકોનોમી (સમુદ્રી સંસાધનો) અને રિન્યુએબલ એનર્જી તેમ જ ઈટાલીમાં સંરક્ષણ અને સ્વચ્છ ઉર્જા ક્ષેત્રે વ્યૂહાત્મક રોકાણ જેવા મહત્ત્વના મુદ્દા પર વડા પ્રધાન દ્વારા ચર્ચામાં કરવામાં આવે.