મુંબઈઃ સની દેઓલની ફિલ્મ 'બટવારા'ના ટ્રેલરને લઈને મોટી અપડેટ આવી છે. મેકર્સે બે જુદા જુદા શહેરમાં એક ગ્રાન્ડ ઈવેન્ટના માધ્યમથી આ અંગેની જાહેરાત કરવામાં આવશે.મેકર્સે જણાવ્યું કે, ટીમ ટ્રેલર લૉંચ કરવા માટેની તૈયારીઓમાં પડી છે. વાવડ એવા મળી રહ્યા છે કે, બે જુદા-જુદા શહેરમાંથી ટ્રેલરને લૉંચ કરવામાં આવશે. પહેલા જયપુરમાં એકમોટી ઈવેન્ટ થશે અને પછી મુંબઈમાં એક ગ્રાન્ડ ઈવેન્ટ થશે. જેમાંથી ટ્રેલર રિલીઝ થશે.
ભારતના ઈતિહાસનું વધુ એક પાનુ ખુલશે
આ ફિલ્મમાં સની દેઓલ સાથે પ્રીતિ ઝિન્ટા, શબાના આઝમી, અલી ફઝલ, કરણ દેઓલ અને અભિમન્યુ સિંહ જેવા કલાકારો છે. રાજકુમાર સંતોષીના બેસ્ટ ડાયરેક્શનમાં બનેલી ફિલ્મમાં ભરપૂર દેશભક્તિના રંગો જોવા મળશે. આમીર પ્રોડક્શનમાં તૈયાર થયેલી ફિલ્મમાં ભરપૂર એક્શન સિકવન્સ અને દેશના ઈતિહાસનું વધુ એક પાનું વિઝ્યુલાઈઝડ કરાવાયું છે. 14 ઓગસ્ટના રોજ આ ફિલ્મ રિલીઝ થશે.
આ ફિલ્મનું ટ્રેલર 28 જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવશે. જયપુરમાં સિંગલ સ્ક્રિન થિયેટર રાજ મંદિરમાંથી આ ફિલ્મનું ટ્રેલર લૉંચ કરવામાં આવશે. આ માટે ખાસ મીડિયા અને ફેન્સને આમંત્રણ આપવામાં આવશે. આ દરમિયાન સની દેઓલ અને રાજકુમાર સંતોષી પણ જયપુરના મહેમાન બની શકે છે. જયપુરના આઈકોનિક થિયેટર રાજમંદિરમાં એક ખાસ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્ટોરી એક નાટક પર આધારિત
આ પહેલા પણ રાજમંદિરમાં કેટલીય ફિલ્મના ટ્રેલર લૉંચ થઈ ચૂક્યા છે, ફિલ્મી ઈવેન્ટ યોજાઈ ચૂકી છે. જયપુરમાં ટ્રેલર લૉંચ થયા બાદ મુંબઈમાં 29 જુલાઈના રોજ ટ્રેલર રિલીઝ કરવામાં આવશે.મુંબઈમાં થનારી ઈવેન્ટમાં આમીર ખાન પણ ખાસ હાજરી આપે એવી પૂરી શક્યતાઓ છે, કારણ કે આમીરના જ પ્રોડક્શન હાઉસમાં ફિલ્મ તૈયાર થઈ છે.
રાજ મંદિર સની દેઓલ માટે એટલા માટે ખાસ છે, કારણ કે 'ગદર-2'ના પ્રમોશન વખતે સનીએ 'ગદર-એક પ્રેમકથા'ના રી-રિલીઝની જાહેરાત પણ અહીંયાથી જ કરી હતી.આ પછી 'જાટ'ના પ્રમોશન વખતે પણ તે જયપુર આવ્યો હતો. બન્ને ફિલ્મની સફળતા બાદ આ થિયેટરને સની માટે 'લકીચાર્મ'માનવામાં આવે છે. આ ફિલ્મ 'જિસ લાહૌર નઈ દેખ્યા' નામના નાટક પર આધારિત છે. ભારત-પાકિસ્તાનના ભાગલા પર સમગ્ર સ્ટોરી આધારિત છે. લખનઉથી લાહૌર પહોંચેલો એક મુસ્લિમ પરિવાર ફિલ્મના કેન્દ્રમાં છે.