Sat Sep 05 2026

Logo

નવી કાર, 75 હજાર રૂપિયા મેન્ટેનન્સ અને 25 લાખનું હેલ્થ કવર...તમિલનાડુના બધા 234 MLAને સીએમ વિજયની ગિફ્ટ

2026-08-19 12:42:00
Author: Mumbai Samachar Team
નવી કાર, 75 હજાર રૂપિયા મેન્ટેનન્સ અને 25 લાખનું હેલ્થ કવર...તમિલનાડુના બધા 234 MLAને સીએમ વિજયની ગિફ્ટ

ચેન્નઇઃ તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે રાજ્યના બધા 234 ધારાસભ્યો માટે એક મોટા રાહત પેકેજની જાહેરાત કરી છે. આ જાહેરાત હેઠળ રાજયના પ્રત્યેક વિધાયકને એક સરકારી કાર, માસિક ઇંધણ તેમજ મેન્ટેનન્સ ભથ્થું અને વધારા સાથેનું હેલ્થ કવર આપવામાં આવશે. મુખ્યમંત્રીના આ નિર્ણયનો સત્તા પક્ષની સાથે અન્ય ધારાસભ્યોએ પણ સ્વાગત કર્યું છે. 

ધારાસભ્યોને મળશે આ મોટી સુવિધાઓ

ધારાસભ્યોને તેમના ચૂંટાયેલા ક્ષેત્રમાં જનસેવા સાથે જોડાયેલા કામોને સરળ બનાવવા માટે એક-એક સરકારી ગાડી આપવામાં આવશે. ગાડીઓના ડ્રાઇવર, ફ્યુઅલ અને મેન્ટેનન્સ ખર્ચ માટે સરકાર દર મહિને 75,000 રૂપિયાનું વિશેષ ભથ્થું પ્રદાન કરશે

સરકારી કામકાજ સંભાળવાક માટે સેક્રેટરી રાખવા માટે 25,000 રૂપિયાથી વધારાની સરકારી મદદ મળશે. ચૂંટાયેલા પ્રતિનિધિયોનું સ્વાસ્થ્ય વીમા કવર 5 લાખ રૂપિયાથી વધારીને 25 લાખક રૂપિયા કરી દેવામાં આવ્યું છે. 

વિધાનસભામાં નિર્ણયનો બચાવ

સીએમ વિજયે વિધાનસભામાં આ ખર્ચને યોગ્ય ગણાવતા વિધાયકોને જનતાની સમસ્યાન ઉકેલ માટે સતત પોતાના ક્ષેત્રનો પ્રવાસ કરવાનો હોય છે. ઘણા વિધાયક સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવે છે. અને પ્રથમવાર ચૂંટાઇને આવ્યા છે. આ નિર્ણય પારદર્શી અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન સુનિશ્ચિત કરવા માટે જરુરી છે. 

DMK એ ઉઠાવ્યો સવાલ

બીજી તરફ મુખ્ય વિપક્ષી પાર્ટી DMKએ વિજય સરકારના આ નિર્ણયની કડક શબ્દોમાં ટીકા કરી છે. DMKના પ્રવક્તાએ સર્વનને કહ્યું કે આને ફાલતુનો ખર્ચ  ગણાવીને બધા 234 ધારાસભ્યો માટે નવી કાર ખરીદવા અને ઊંચા ભથ્થા આપવાથી રાજ્યના ખજાના પર બિનજરૂરી આર્થિક બોજ પડશે