Sun Aug 23 2026

Logo

ઇમરાન હાશ્મીના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ બની ‘આવારાપન 2’, માત્ર 5 જ દિવસમાં 100 કરોડ છાપી લીધા

2026-08-19 12:12:00
Author: Vimal Prajapati
Article Image

મુંબઈઃ ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘આવારાપન 2’ને બોક્સ ઓફિસ પર રિલીઝ થયાને પાંચ દિવસ થઈ ગયાં છે. આ ફિલ્મ અત્યારે ધૂમ કમાણી કરી રહી છે. બોક્સ ઓફિસ પર રૂપિયા છાપવામાં આ ફિલ્મ રેકોર્ડ બ્રેક સ્પીડે આગળ વધી રહી છે. માત્ર પાંચ દિવસની કમાણીમાં આ ફિલ્મે મેકર્સને માલામાલ કરી નાખ્યાં છે. આ ફિલ્મનું લોકો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે. ઇમરાન હાશ્મીએ પોતાના અભિનયથી લોકોને આકર્ષિત કર્યાં છે. ચાલો કમાણીના આંકડાની વિગતે વાત કરીએ...

પાંચમાં દિવસની કમાણીમાં ઉછાળો જોવા મળ્યો 

રિપોર્ટ્સ પ્રમાણે ‘આવારાપન 2’ ફિલ્મે રિલીઝ થયાના પાંચમાં દિવસે કમાણીમાં ધૂમ મચાવી રહી છે. પાંચમા દિવસે બોક્સ ઓફિસ પર આ ફિલ્મે રૂપિયા 9.75 કરોડનો વેપાર કર્યો છે. આ ફિલ્મે ચોથા દિવસે બોક્સ ઓફિસ પરથી રૂપિયા 9.25 કરોડનું કલેક્શન કર્યું હતું. ચોથા દિવસની કમાણી કરતાં પાંચમાં દિવસની કમાણીમાં ઉછાળો જોવા મળ્યો હતો. આવતા વીક એન્ડ પર પણ આ ફિલ્મની કમાણી સારી એવી રહેશે તેવું લાગી રહ્યું છે. 

પાંચ જ દિવસમાં 100.75 કરોડ રૂપિયાનો વેપાર કર્યો

‘આવારાપન 2’ ફિલ્મની કુલ કમાણીની વાત કરવામાં આવે તો, માત્ર પાંચ જ દિવસમાં 100.75 કરોડ રૂપિયાનો વેપાર કરી લીધો છે. જેમાં ભારતીય ગ્રોસ કલેક્શની વાત કરવામાં આવે તો, આંકડો રૂપિયા 120.33 કરોડને પાર પહોંચી ગયો છે. આ સાથે ‘આવારાપન 2’ ફિલ્મે વર્લ્ડવાઈડ કમાણીમાં 144.13 કરોડ રૂપિયાનો વેપાર કરી લીધો છે. મહત્વની વાત એ છે કે, ફિલ્મ ‘આવારાપન 2’ ઇમરાન હાશ્મીના કરિયરની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ‘આવારાપન 2’ હજી પણ બંપર કમાણી કરશે તેવું ચાહકો જણાવી રહ્યાં છે. 

ઇમરાન હાશ્મીના દમદાર અભિયનના ફિલ્મે બંપર કમાણી કરી

થિયેટરમાં લોકો આ ફિલ્મ જોઈને ભાવુક થઈ રહ્યાં છે. ઇમરાન હાશ્મીના દમદાર અભિયનના કારણે આ ફિલ્મ લોકોને વધારે આકર્ષિત કરી રહી છે. મોટી સંખ્યામં લોકો સિનેમાઘરો સુધી પણ આવી રહ્યાં છે. સ્ટારકાસ્ટની વાત કરવામાં આવે તો, આ ફિલ્મા ઇમરાન હાશ્મી સાથે દિશા પટની લીડ રોલમાં જોવા મળી રહ્યાં છે. આ સાથે ફિલ્મમાં શબાના આઝમી અને પૂરન બબ્બી પણ જોવા મળી રહ્યાં છે. આ દરેક કલાકારોની અભિયનના ભારે વખાણ થઈ રહ્યાં છે.