Sat Oct 03 2026

Logo

આખરે ફ્લાઈદુબઈની કોકપિટમાં શું થયું હતુંઃ કેપ્ટન સ્મિત સાથે બીજા હીરો કોણ, જાણો રિયલ સ્ટોરી

Dubai   2026-10-01 18:46:58
Author: Mumbai Samachar Team
આખરે ફ્લાઈદુબઈની કોકપિટમાં શું થયું હતુંઃ કેપ્ટન સ્મિત સાથે બીજા હીરો કોણ, જાણો રિયલ સ્ટોરી

દુબઈઃ 30 સપ્ટેમ્બર અને 1 ઑક્ટોબર 2026 એમ બે દિવસના 24થી 48 કલાકમાં એવિએશન સેક્ટરમાં જે ઘટના બની, એને દુનિયા ક્યારેય ભૂલી નહીં શકે. ખાસ કરીને ભારતીયો અને ગુજરાતના લોકો તો ક્યાયેર નહીં ભૂલી શકે. ફ્લાઈદુબઈની ફ્લાઈટની કોકપિટમાં લોહીથી લથબથ પાઇલટ સ્મિત મચ્છરે અસહ્ય પીડા વચ્ચે ફ્લાઈટને સફળતાપૂર્વક સાઉદી અરેબિયાના એરપોર્ટ લેન્ડ કરાવીને 150થી વધારે લોકોના જીવ બચાવ્યા છે. પણ જ્યારે કોકપિટનો દરવાજો ખૂલતા જ પેસેંજર અને ક્રૂ અંદર જતા રહ્યા અને હુમલો કરનાર પાઇલટને પકડી લીધો હતો. એક જ મિનિટના ગેપમાં વિમાન 16000 ફીટ એકાએક નીચે આવતા અંદર બેઠેલા યાત્રીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. 

ફ્લાઈટ સ્ટેબલ કરી દીધી

આ સ્થિતિને પણ સ્મિતે કાબુમાં કરીને ફ્લાઈટને સ્ટેબલ કરી દીધી હતી. ઈન્ડિયન કેપ્ટન સ્મિત આ કામ ન કરી શક્યો હોત તો આજે દુનિયા કંઈક અલગ હોત. મિડલઈસ્ટમાં જંગનો માહોલ છે એવામાં આ ઘટનાએ અનેક પરિવારના દીવાઓને ઓલવાતા અટકાવ્યા છે. નવી જિંદગી બક્ષી છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. કહેવાય છે ને કે, મારનારા કરતા તારનારો મોટો હોય છે. દુબઈથી ઈઝરાયલ જતી ફ્લાઈદુબઈ ફ્લાઈટની કોકપીટમાં ક્લાઇમેક્સ સીન જેવો માહોલ હતો. પણ હીરો સ્મિત મચ્છાર આ સ્થિતિનો હીરો સાબિત થયો હતો. એની સાથે બીજા પણ કેટલાક લોકો હતા જે ખરેખર હીરો સાબિત થયા હતા. આ તમામ લોકોએ 9/11 જેવી ઘટના બનતી અટકાવી છે. હાલમાં સ્મિતનો ઈલાજ સાઉદી અરેબિયાના ઉત્તર પશ્ચિમ શહેર તબુકની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે વિમાન લેન્ડ થયું એ સમયે એમને સુરક્ષિત બાહર કાઢવામાં આવ્યા હતા. એ સમયે એના કપડાં અને શરીરમાંથી લોહી નીતરતું હતું. 

આ ખરેખર હીરો છે

ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના જણાવ્યા અનુસાર મચ્છાર એ લોકોમાંથી એક છે જેને ખરેખર હીરો માનવા જોઈએ. હુમલો કરનારાના હાથમાંથી કંટ્રોલ પોતાના હાથમાં લઈને તેણે ક્રેશ લેન્ડિંગ થતું અટકાવ્યું હતું.  મીડિયા રિપોર્ટ અનુસાર ઘટના બની એ સમયે ઈઝરાયલના કેટલાક નાગરિકો દોડીને કોકપિટ બાજુ દોડ્યા હતા. એ પછી હુમલો કરનારા પર કાબુ મેળવી લીધો. આ પછી ઓફ ડ્યૂટી પર રહેલા બે પાયલટે પ્લેનનો કંટ્રોલ સંભાળી લીધો અને સાઉદી અરેબિયાના એરપોર્ટ પર વિમાન લેન્ડ કરી દીધું. આમાં યાનિવ હાયુન પણ સામેલ હતા જેણે શંકાસ્પદ પાઇલટને દબોચી લીધો હતો. એ પછી પ્લેનને પોતાના કંટ્રોલમાં લઈ લીધું હતું. યાનિવ પોતે એક પ્લંબર છે. જ્યારે અન્ય એક વ્યક્તિ જેની અહીંયા નોંધ લેવાવી જ જોઈએ એ છે ડૉ. શોતા મુસાએવ, અસાફ રાજઆન અને જ્વિકા માનેસ જેણે શંકાસ્પદ હુમલાખોરને ઝડપી લીધો હતો. એના પર એટલો કંટ્રોલ કરી લીધો હતો કે, તે સ્મિત પર બીજીવાર હુમલો ન કરી શકે. 

આખી ફ્લાઈટમાં એકમાત્ર ડૉક્ટર

ડેન્ટિસ્ટ શોતા મુસાએવે ગંભીર રીતે ઈજા પામેલા કેપ્ટન સ્મિતનો વિમાનમાં જ ઈલાજ કરવાનું શરૂ કરી દીઘું હતું. થોડા સમય બાદ એનું વહેતું લોહી તો અટક્યું પણ પીડા અસહ્ય થઈ રહી હતી. વડા પ્રધાન નેતન્યાહૂ એરપોર્ટ પર હાયુનને મળવા માટે પહોંચ્યા હતા. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શૅર થઈ રહ્યો છે. જ્યારે ઈઝરાયલ પહોંચ્યો ત્યારે એના કપડાં પણ લોહીથી ખરાબ થઈ ગયા હતા. પગના મોજામાં લોહી જામી ગયું હતું. પણ એને કોઈ પ્રકારની ઈજા થઈ નથી. આ વ્યક્તિએ કહ્યું કે, જ્યારે કોકપિટનો દરવાજો ખોલ્યો એ સમયે તે લોક ન હતો. મને એવું લાગ્યું કે ભારતીય પાઇલટે પહેલાથી જ એને ખોલી દીધો હતો. હું એવું માનું છું કે, એ બેહોશ થાય એ પહેલા જ સમયસૂચતા વાપરીને દરવાજો ખોલી દીધો હશે. જ્યારે મેં અંદર જોયું તો એ હુમલાખોલ કંટ્રોલ અને બીજા પાઇલટની સીટની વચ્ચે હતો. સીટ પર કોઈ પાઇલટ નહોતો. પછી એ પાઇલટને પકડીને બાહર ખેંચી લીધો હતો.

ક્રેશ લેન્ડિંગનો પ્લાન હતો

આ પાઇલટ વિમાનના કેટલાક કંટ્રોલને ખરાબ કરવાના મૂડમાં હતો અને ક્રેશ લેન્ડિંગ કરાવવાના મૂડમાં હતો. ટીવી પર જોયું હતું કે, વિમાન કેવી રીતે કંટ્રોલ કરી શકાય એ અહીંયા કામ આવી ગયું. હું પાઇલટની સીટ પર બેસી ગયો અને  પહેલા ફ્લાઈટ સીધી કરી દીધી. પછી લેન્ડિંગ માટેની તૈયારીઓ શરૂ કરી હતી. હેન્ડલ પાછળ ખેંચીને ડાયરેક્ટ મે ડે નો મેસેજ આપી દીધો હતો. 

હુમલાખોરને કંટ્રોલ કરવામાં ડૉ. શોતા સફળ રહ્યા પણ ત્યાં સુધીમાં ભારતીય પાયલટ ખૂબ જ ગંભીર ઈજાથી ઘવાઈ ચૂક્યો હતો. પછી તેણે પાઇલટની પ્રાથમિક સારવાર શરૂ કરી હતી. આખી ફ્લાઈટમાં તે એક માત્ર ડૉક્ટર હતા. કેપ્ટનની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી ખૂબ જ લોહી વહી ચૂક્યું હતું. હાથ અને માથાના ભાગેથી લોહી વહેતું હતું. 

પહેલા લોહી રોકવું એ મારી પ્રાથમિકતા હતી. લેન્ડિંગ વખતે એની તબિયત થોડી વધારે બગડી ગઈ હતી. એના શરીર પર અનેક એવી જગ્યાએ ચાકુના કટના નિશાન છે. પણ માથા અને હાથમાં સૌથી વધારે ઈજા હતી. રાજુઆને અને જ્વિકાએ બાથરૂમ પાસેથી અચાનક ચીસ સાંભળી હતી. પછી તો ફ્લાઈટ એકાએક નીચે આવવા લાગી હતી. કોકપિટનો દરવાજો ખુલ્લો હતો. પછી વિમાનના કેટલાક યાત્રીઓએ હુમલાખોરને એવી રીતે પકડી રાખ્યો હતો કે, તે કંઈ કરી શકે એમ ન હતો. આ વ્યક્તિની સાઉદી અરબિયામાં ધરપકડ કરવામાં આવી છે.