Fri Oct 02 2026

Logo

ફ્લાયદુબઇની ફ્લાઈટ FZ1073 જ કેમ બની શિકાર? હવે નંબર કરાયા ડીકોડ!

Dubai   2026-10-02 22:11:22
Author: Mumbai Samachar Team
ફ્લાયદુબઇની ફ્લાઈટ FZ1073 જ કેમ બની શિકાર? હવે નંબર કરાયા ડીકોડ!

દુબઈઃ ઈઝરાયલના પ્રવાસીઓથી ભરેલી ફ્લાઈદુબઈની ફ્લાઈટમાં જે બન્યું એ દુનિયાના દરેક લોકોને ખબર છે. આ ફલાઈટની ચર્ચા દુનિયાભરમાં જોરશોરથી થઈ રહી છે. દુબઈથી રવાના થયેલી ફ્લાઈટ તેલ અવીવ જઈ રહી હતી. FZ1073ને ક્રેશ કરવા માટેનું પ્લાનિંગ હતું, જે નિષ્ફળ સાબિત થયું અને ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર હીરો બની ગયો છે. આ સમગ્ર ઘટનામાં એક એવું ચોંકાવનારૂ પણ ફેક્ટર છે. જેને નજરઅંદાજ ન કરી શકાય. આ ફ્લાઈટના નંબર સાથેનું કનેકશન જોરદાર ચર્ચામાં આવ્યું છે.

અનેક પ્રકારના દાવા કરાયા
કોકપીટમાં થયેલી મારપીટની ઘટના બાદ સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર અનેક પ્રકારના કાવતરાની ચર્ચા શરૂ થઈ હતી. ઘણા નિષ્ણાંતો પણ આ ઘટનાના ટાઈમિંગ અંગે જણાવી રહ્યા છે ખાસ કરીને ટાઈમ અને ફ્લાઈટના નંબરની થિયર આપી રહ્યા છે. આ ઉપરાંત ઈઝરાયલ-હમાસ વચ્ચે શરૂ થયેલા સંઘર્ષની તારીખ વચ્ચે ક્નેક્શન શોધી રહ્યા છે. આ સમગ્ર થિયરી પાછળ એક અંગ છુપાયેલો છે. 10-7-3 જે ન્યૂરમરોલોજી સમજવા જેવી છે.

સોશિયલ મીડિયા યુઝર્સ એવો દાવો કરી રહ્યા છે કે, ફ્લાઈટની સંખ્યા FZ1073માં 10/7/3 આંક પાછળનો એક રાઝ છે. જેમાં 10 અંક અને 7 અસલમાં 10માં મહિના ઑક્ટોબર સાથે મેચ કરે છે. જ્યારે 7 ને તારીખને ડિકોડ કરે છે. 7 ઑક્ટોબર 2023 એ જ તારીખ છે જ્યારે હમાસે ઈઝરાયલ પર અત્યાર સુધીનો મોટો હુમલો કરી દીધો હતો. જ્યારે ફ્લાઈટનો અંતિમ અંક પણ 3 છે. આ ઘટનાના પૂરા ત્રણ વર્ષ બાદ 2026માં ફરી આ હુમલાનો પ્રયાસ દર્શાવે છે. 

પૂર્વઆયોજિત કાવતરૂ?
કોકપિટમાં જે વિવાદ થયો એ એકાએક કે અચાનક થયો નથી. સમગ્ર પ્લાનિંગ સાથે કરવામાં આવ્યું હતું. 7 ઑક્ટોબરના હુમલાની વરસી પહેલા રચવામાં આવેલું કાવતરૂ હતું. હુમલાનો હેતુ ઈઝારયના યાત્રીઓથી ભરેલી ફ્લાઈટને ક્રેશ કરીને નુકસાન પહોંચાડવાનો હતો. તપાસ એજન્સીઓ દરેક દ્રષ્ટિકોણથી તપાસ કરી રહી છે. યુએઈ, સાઉદી અરેબિયા, ઈઝરાયલ તથા ઓમાન પણ આમા સામેલ છે. 

ઈઝરાયલના સિક્યોરિટી એક્સપર્ટ એવું માની રહ્યા છે કે, આ ઘટના પાછળ કોઈ આતંકીવાદી સંગઠનનો હાથ હોઈ શકે છે અથવા કોઈ આત્મઘાતીનો હાથ હોઈ શકે છે. તપાસ બાદ આનો ઘટસ્ફોટ થશે. હકીકત એવી પણ છે કે, 7 ઑક્ટબર 2023માં ફિલિસ્ટીની બળવાખોર સંગઠને ઈઝરાયલના ઈતિહાસમાં ન થયો હોય એવો હુમલો અચાનક કરી દીધો હતો. આ કારણે સમગ્ર મિડલઈસ્ટની રાજનીતિથી લઈ રેવન્યૂ સુધીના ક્ષેત્રોમાં એક માઠી અસર થઈ હતી. 

ઘુસણખોરી કરીને ફાયરિંગ કર્યું
સુરક્ષાથી લઈ સંપત્તિ સુધીના પાસાને મોટું નુકસાન થયું હતું. પરિસ્થિતિ બદલી નાખી હતી. હમાસે પણ આ સૈન્ય અભિયાનને અલ ઑપરેશન અલ અક્સા ફ્લડ નામ આપી દીધુ હતું. વહેલી સવારે જ્યારે ઈઝરાયલના નાગરિકો-યુહુદીઓ પોતાના તહેવાર સિમચેટ તોરાહની ઉજવણીની તૈયારીઓમાં લાગ્યા હતા એ સમયે સવારે 6.30 લાગ્યા અચાનક સાયરન વાગ્યું અને ઈઝરાયલ બોંબના અવાજથી ધણધણી ઊઠ્યું હતું. ગાઝા પટ્ટી તરફથી 5000થી વધારે રોકેટ ફાયર કરવામાં આવ્યા હતા.

આ માત્ર રોકેટ હુમલો નહતો પણ જમીન, હવા અને સમુદ્રમાંથી પણ હુમલો કરી દેવામાં આવ્યો હતો. હમાસના હુમલાખોરોએ  ગાઝા પટ્ટી તરફથી ઈઝારયલ પર વાર કર્યા હતા. સુરક્ષા ઠેકાણા પર હુમલો કરીને સિસ્ટમ બ્રેક કરી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. બાઈક, ટ્રક, કાર અને સમુદ્રી રસ્તેથી ઈઝરાયલમાં ગેરકાયદેસર રીતે ઘુસી ગયા હતા.