તેહરાન: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈ ફ્લાઈટના કોકપિટમાં પાઈલટ પર થયેલા હુમલાની ઘટનામાં હવે નવો અને રાજકીય મોડ આવ્યો છે. ઈરાને આ સમગ્ર ઘટનાક્રમને ઈઝરાયલ અને યુનાઈટેડ અરબ અમીરાત (UAE)ની મિલીભગત ગણાવી છે.
આ સાથે તેહરાનનો દાવો છે કે વિમાનમાં સર્જાયેલી ઘટના એ ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ-નાહયાન (MBZ) દ્વારા રચવામાં આવેલું એક 'ફોલ્સ ફ્લેગ ઓપરેશન' (False Flag Operation) હતું. તેહરાન દ્વારા કરવામાં આવેલો આ આક્ષેપ ખૂબ જ ગંભીર છે.
ઈરાનના સરકારી મીડિયાના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ બનાવટી ઘટના પાછળનો મુખ્ય હેતુ નેતન્યાહુની નબળી પડી રહેલી રાજકીય સ્થિતિને મજબૂત કરવાનો અને ઈરાન સામે ફરીથી લશ્કરી સંઘર્ષ શરૂ કરવા માટેનું બહાનું શોધવાનો છે.
સંકટ સમયે હનુમાન ચાલીસા જપતા હતા કેપ્ટન સ્મિત | Smit Machchar
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) October 2, 2026
FlyDubaiની ફ્લાઈટમાં અચાનક સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ વચ્ચે મુસાફરોમાં ગભરાટનો માહોલ હતો. આ દરમિયાન સ્મિત મચ્છર હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યા હતા. ઘટનાક્રમ બાદ સ્મિત મચ્છરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વીડિયો કોલ પર… pic.twitter.com/JUPE1rCvDi
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ ઘટનાના ચોક્કસ એક દિવસ પહેલા નેતન્યાહુએ અબુ ધાબીની ગુપ્ત મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રપતિ બિન ઝાયદ સાથે બંધ બારણે બેઠક કરી હતી. ઈરાનનો આક્ષેપ છે કે આ બેઠકમાં જ મધ્ય-પૂર્વમાં નવું યુદ્ધ છેડવાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું. જોકે, આ આક્ષેપ સામે હજી ઈઝરાયલ કે યુનાઈટેડ આરબ અમીરાત દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
શું હોય છે 'ફોલ્સ ફ્લેગ ઓપરેશન'?
અંતરરાષ્ટ્રીય રાજકારણ અને સૈન્ય ભાષામાં 'ફોલ્સ ફ્લેગ' એવી ઘટનાને કહેવામાં આવે છે જે કાં તો સંપૂર્ણપણે બનાવટી હોય છે અથવા તો તેને ખોટી રીતે રજૂ કરવામાં આવે છે. આનો મુખ્ય હેતુ અન્ય કોઈ દેશ, સંગઠન કે વિરોધી પર દોષનો ટોપલો ઢોળીને તેની સામે વળતી લશ્કરી કાર્યવાહી કે આકરા પગલાંને વાજબી ઠેરવવાનો હોય છે. ઈરાની મીડિયા અહેવાલ પ્રમાણે, ફ્લાયદુબઈ વિમાનની આ ઘટના નેતન્યાહુ અને બિન ઝાયદની પૂર્વ-આયોજિત વ્યૂહરચનાનો ભાગ લાગે છે.
Captain Smit Machchhar: સ્મિતની હિંમતને PM મોદી, ટ્રમ્પ-નેતન્યાહૂએ કર્યા સલામ
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) October 1, 2026
કૅપ્ટન સ્મિત મચ્છરની હિંમતને લોકો દેશ-દુનિયાથી સલામ કરી રહ્યા છે, ફ્લાયદુબઈની ફ્લાઇટમાં સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ દરમિયાન ઈજાગ્રસ્ત હોવા છતાં સ્મિત મચ્છરે કોકપિટનો દરવાજો ખોલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા… pic.twitter.com/jAbWfKuR4V
આંતરરાષ્ટ્રીય છબિ સુધારવાનું ષડયંત્ર
ઈરાને દોવા કર્યો છે કે, નેતન્યાહુ પોતાની આંતરરાષ્ટ્રીય સ્તરે ખરડાયેલી છબી સુધારવા માટે અને ઈરાન સામે ફરીથી મોટા પાયે સૈન્ય કાર્યવાહી કરવા માટે વૈશ્વિક સમર્થન મેળવી શકાય તે માટે આ ષડયંત્ર ઘડવામાં આવ્યું છે. ઈરાની મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ કથિત ષડયંત્રનો હેતુ ઈઝરાયલ જઈ રહેલી ફ્લાઈટમાં સુરક્ષા સંબંધિત મોટી ઘટના ઊભી કરવાનો હતો. તે બાદ આ ઘટનાને આતંકવાદી હુમલા તરીકે ખપાવીને તેનું કનેક્શન ઈરાન સાથે જોડવાનો પ્લાન હતો.
ફ્લાઈદુબઈની ફ્લાઈટ FZ-1073માં હવામાં જ ખતરનાક ઘટના બની. કથિત રીતે કો-પાઈલટે વિમાનને ક્રેશ કરવાની કોશિશ કરી હોવાના અહેવાલ વચ્ચે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છારે તેને રોકવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેમના પર ચાકુથી હુમલો થયો અને વિમાન માત્ર 2 મિનિટમાં 17,400 ફૂટ નીચે આવી ગયું. ગંભીર… pic.twitter.com/ikevfg33Dx
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) October 1, 2026
આ સમગ્ર ઘટનાને નેતન્યાહૂ અને તેમના રક્ષા પ્રધાન દ્વારા આતંકવાદી ઘટના જાહેર કરવામાં આવી તેના પર વધારે ભાર આપવામાં આવ્યો છે. હવે આ મામલે ઈઝરાયલ દ્વારા કેવો જવાબ આપવામાં આવે છે તે જોવાનું રહેશે.