Tue Oct 06 2026

Logo

ઉત્તરાખંડ કોંગ્રેસમાં વિવાદ, હાઇ-કમાન્ડ પૂર્વ સીએમ હરીશ રાવતથી નારાજ

2026-10-04 22:21:14
Author: Chandrakant Kanoja
ઉત્તરાખંડ કોંગ્રેસમાં વિવાદ, હાઇ-કમાન્ડ પૂર્વ સીએમ હરીશ રાવતથી નારાજ

નવી દિલ્હી: ઉત્તરાખંડ કોંગ્રેસમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. જેમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસનું નેતૃત્વ પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતથી નારાજ છે. જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે હરીશ રાવતે નેતૃત્વની જાણ બહાર એક રાજકીય યાત્રા શરૂ કરવાના હતા. જેના લીધે હાઇ-કમાન્ડ નારાજ છે. તેમજ હરીશ રાવતને કેટલાક સૂચનો પણ કર્યા છે. 

પક્ષની એકતા જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

આ સમગ્ર બાબત પ્રકાશમ આવ્યા બાદ ઉત્તરાખંડના પ્રભારી મહાસચિવ કુમારી શૈલજાએ હરીશ રાવતને પત્ર લખીને જણાવ્યું હતું કે તેમણે જે યાત્રાનું આયોજન કર્યું હતું તે અંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિ સાથે કોઈ પરામર્શ કર્યો ન હતો. આગામી મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની હોવાથી કોંગ્રેસ નેતૃત્વએ પક્ષની એકતા જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

 પ્રસ્તાવિત યાત્રા ન કરવાની સલાહ આપી 

કોંગ્રેસ હાઈકમાન્ડે હરીશ રાવતને તેમની પ્રસ્તાવિત યાત્રા ન કરવાની સલાહ આપી હતી અને જણાવ્યું હતું કે રાજ્ય એકમની પ્રવૃત્તિઓ સાથે સમાંતર અભિયાન શરૂ કરવું પક્ષના હિતમાં રહેશે નહીં. પક્ષે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે તેમણે અગાઉ અનેક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા.

સોમવારથી 'જન સંવાદ યાત્રા'શરૂ કરવાના હતા 

ભૂતપૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે લોકો સાથે સંપર્ક સાધવા માટે સોમવારથી 'જન સંવાદ યાત્રા'શરૂ કરવાની યોજના બનાવી હતી. કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર, આ યાત્રાનો ઉદ્દેશ્ય વેપારીઓ, ખેડૂતો અને સામાન્ય જનતા દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓને સમજવામાં મદદ કરવાનો હતો.