નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વે મોટો રાજકીય ફેરફાર કર્યો છે. જેમાં કોંગ્રેસે બ્રાહ્મણ સમુદાય અને મહિલાઓને ધ્યાનમાં રાખીને રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીની પુત્રી અને રામપુર ખાસના ધારાસભ્ય આરાધના મિશ્રા ને યુપી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. આરાધના મિશ્રા વર્તમાન પ્રમુખ અજય રાયનું સ્થાન લેશે.
ઈમરાન મસૂદ કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત
આ અંગે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા જાહેર પત્રમઆ જણાવવામાં આવ્યું છે કે આરાધના મિશ્રા 'મોના'ની ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત સહારનપુરના સાંસદ ઈમરાન મસૂદને યુપીની ચૂંટણી પહેલાં એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે.તેમને યુપી કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.તેમજ દેવિંદર નિષાદ અને આલોક પ્રસાદની વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
કોંગ્રેસનો મહિલા અને બ્રાહ્મણ ચહેરાને સાધવાનો પ્રયાસ
આરાધના મિશ્રા 'મોના' રામપુર ખાસ વિધાનસભા મતવિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય છે. કોંગ્રેસ પક્ષ ઉત્તર પ્રદેશમાં મહિલા અને બ્રાહ્મણ ચહેરાને સાધવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમજ આરાધના મિશ્રા 'મોના' પક્ષના એક અગ્રણી નેતા છે અને રામપુર ખાસથી ધારાસભ્ય તરીકે ત્રીજી ટર્મ છે. તેમણે આ મતવિસ્તારમાંથી સૌપ્રથમ 2024 ની પેટાચૂંટણીમાં જીત મેળવી હતી અને ત્યારબાદ 2017 તથા 2022ની વિધાનસભા ચૂંટણીઓમાં પણ વિજય પ્રાપ્ત કર્યો હતો.
ઈમરાન મસૂદનું પણ કદ વધ્યું
કોંગ્રેસે નવી નિમણૂકોમાં ઈમરાન મસૂદને ઉત્તર પ્રદેશમાં કાર્યકારી અધ્યક્ષ બનાવીને તેમનું કદ વધાર્યું છે. યુપી ચૂંટણી પૂર્વે આ જવાબદારીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન ચૂંટણી ગઠબંધન અંગે એસપી અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલુ છે.