સુપર સેટરડેમાં ભારતને એશિયાડ ક્રિકેટ-હૉકીમાં બે ગોલ્ડ જીતવાનો અને વન-ડેમાં વાઇટવૉશનો મોકો
નાગોયા/ન્યૂ ચંડીગઢઃ ભારત માટે શનિવાર, ત્રીજી ઑક્ટોબરનો દિવસ યાદગાર બની શકે. માત્ર અવિસ્મરણીય જ નહીં, સુવર્ણ પણ બની શકે, કારણકે જાપાનની એશિયન ગેમ્સની મેન્સ ટી-20માં શ્રેયસ ઐયરની કૅપ્ટન્સીમાં ભારત (India)નો પાકિસ્તાન સામે (સવારે 10.00 વાગ્યાથી) મુકાબલો છે. બીજું, મેન્સ હૉકીની ફાઇનલ (બપોરે 3.30 વાગ્યાથી) ભારતે ઊતરતા ક્રમના મલયેશિયા (MALAYSIA)ને હરાવવાનું છે, જ્યારે ભારતમાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમાતી વન-ડે શ્રેણીમાં 2-0થી આગળ રહ્યા બાદ હવે શનિવારે છેલ્લી મૅચ (બપોરે 2.00 વાગ્યાથી) પણ જીતીને શુભમન ગિલના સુકાનમાં ભારતે કૅરિબિયનોનો 3-0થી વાઇટવૉશ કરવાનો છે.
India-Pakistan Finals: The Eternal Rivalry!
— Crickettar7859 (@Crickettar7859) October 2, 2026
T20 World Cup 2007: India 157-5 vs Pakistan 152-10 – India won by 5 runs
Champions Trophy 2017: Pakistan 338/4 vs India 158/10 – Pak won by 180 runs
Asia Cup 2025: Pakistan 146-10 vs India 150-5 – India won by 5 wickets
Asian Games 2026 pic.twitter.com/dFOANhNkpa
ભારતે સિરીઝની પહેલી બન્ને વન-ડે વિરાટ કોહલી (અણનમ 139), રોહિત શર્મા (101 રન) તથા શુભમન ગિલ (110 રન અને 223 અણનમ)ની સુપર-ડુપર બૅટિંગની કમાલથી અને કુલદીપ યાદવ (40 રનમાં ચાર તથા 65 રનમાં બે વિકેટ) સહિતના બોલર્સના તરખાટથી સિરીઝમાં 2-0થી વિજયી સરસાઈ મેળવી લીધી છે.
એક જ દિવસે ત્રણ મોટા મુકાબલા જીતવાનો ભારતને ભાગ્યે જ મોકો મળતો હોય છે અને એ દિવસ આવી પહોંચ્યો છે.
Records broken, memories made 🫶 #TeamIndia’s historic night by the numbers 🔢#INDvWI | @mflone_ pic.twitter.com/Gz6WfZs39K
— BCCI (@BCCI) October 2, 2026
ગુરુવારે મેન્સ હૉકીની સેમિ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 4-3થી હરાવ્યું હતું. અભિષેક નૈન નામના ખેલાડીએ મૅચની અંતિમ ક્ષણોમાં ભારતને ચોથો (વિનિંગ) ગોલ અપાવ્યો હતો. શનિવારે ભારતે મલયેશિયાને પરાજિત કરીને ગોલ્ડ મેડલ જીતવાનો છે. શુક્રવારે ભારતની મહિલા હૉકી ટીમે ચીનને ઉથલાવીને સુવર્ણચંદ્રક જીતી લીધો હતો